Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
૨૯૨
શીલપદેશમાલા ગ્રંથને કમલવનને નાશ કરે તેમ હું તારા દારિદ્રયને જલદી નાશ કરી દઈશ. તું મારી સાથે ચાલ. પછી “આપની આજ્ઞા પ્રમાણ છે” એમ અગડદત્તે કહ્યું એટલે પરિવ્રાજક અગડદત્તને ત્યાં જ રાખીને પિતે સ્મશાનમાં ગયે. ત્યાંથી લેઢાની બે કેશ અને તલવાર લઈને પરિવ્રાજક ફરી અગડદત્તની પાસે આવ્યા અને નગર તરફ ચાલે. અગડદત્ત જલદી તેની સાથે ચાલ્યો. વિદ્યાથી જલદી નગરજનેને નિદ્રાધીન કરીને પરિવ્રાજકે કઈક ધનવાનના ઘરમાં ખાતર પાડયું. ઘરમાંથી રત્નનાં આભૂષણે અને વસ્ત્રોની અનેક પેટીએ કાઢીને અગડદત્તની સાથે ક્ષણવારમાં કઈક મંદિરમાં લઈ ગયા. તેમાં સૂતેલા પરદેશી પુરુષોને તેણે ઉઠાડ્યા પરદેશીઓને તેણે કહ્યું: જો તમે આ પેટીઓ ઉપાડીને મારી સાથે આવશે તે હું તમને ધન આપીશ. પરદેશીઓ ધનલેભથી પેટી ઉપાડવા તૈયાર થયા. આથી પરિવ્રાજક તેમની પાસે પેટીઓ ઉપડાવીને સ્વયં આગળ ચાલીને પેટીઓને શૂન્યમંદિરમાં લઈ ગયે.
ત્યાં બધા સુઈ ગયા એટલે પરિવ્રાજક પણ (જાગતે રહીને) કપટથી સૂઈ ગયે. આ વખતે અગડદત્તે વિચાર્યું : અહે! આ કે દુષ્ટાત્મા છે. તેથી મારે એને વિશ્વાસ ને કરવું જોઈએ. આ પ્રમાણે વિચારીને અગડદત્ત પોતાની પથારીમાં ખેસ મૂકીને અને હાથમાં તલવાર લઈને વડલાની બલમાં સંતાઈ ગયે. પરિવ્રાજકે સૂતેલા તે બધાને તલવારથી હણીને (અગડદત્તના ખેસને અગડદત્ત સમજીને ) અગડદત્તના બેસના પણ
ધથી બે ટુકડા કરી નાખ્યા. અગડદત્તની પથારીને શૂન્ય જોઈને જેટલામાં આમ-તેમ જુએ છે તેટલામાં અગડદ તેને તિરસ્કાર કર્યો. પછી હે દુષ્ટ ચિત્તવાળા! લાંબા કાળ સુધી ચોરી કરીને આજે ક્યાં જાય છે એમ બોલતા તેણે કમળના દાંડલાની જેમ તેની બે જઘાઓને છેદી નાખી. ચારે અગડદત્તને કહ્યું કે હું તારા પરાક્રમથી પ્રસન્ન થયે છું. તેથી હે મહાપુણ્યવંત ! આ હિતોપદેશ સાંભળઃ- આ મંદિરના પાછળના ભાગમાં ઊંચે વડલે છે. તેની બખેલમાં મારું પાતાલભવન છે, અર્થાત્ ભોંયરામાં મોટું ભવન છે અને વડલાની બખોલમાંથી થઈને ભવનમાં જવાય છે. તેમાં વીરમતી (નામની મારી બહેન) છે. શિલાથી ઢાંકેલું દ્વાર ઉઘાડવું. મારી પાસે રાખેલ તલવાર સંકેત માટે (= મારી બહેનને ખાતરી થાય એ માટે) લે. તે મારી નાની બહેન તને પરણશે
હે મનુષ્યમાં શ્રેષ્ઠ પુરુષ! તે તને ખજાનામાં રહેલું બધું ધન બતાવશે. અગડદત્ત ત્યાં જઈને તે બધું તેના કહ્યા પ્રમાણે કરીને તત્કાલ તેના ઘરમાં પ્રવેશ કર્યો, વીરમતીને જોઈને તે આશ્ચર્ય પામ્યા. વીરમતીના રૂપમાં મેહ પામેલા તેણે તેને ભાઈને વૃતાંત કહ્યો અને ખાત્રી માટે ભાઈનું ખગરત્ન આપ્યું. હર્ષથી પ્રસન્ન બનેલી તેણે તેને આદર-સત્કાર કર્યો. પછી અગડદત્તને પલંગ ઉપર બેસાડીને તે ઘરની ઉપર ગઈ. અગડદરે વિચાર્યું: શત્રુ ઉપર વિશ્વાસ રાખવો એગ્ય નથી. આમ વિચારીને તે પલંગને