Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
૨૯૦
શીલપદેશમાલા ગ્રંથને ઘરે લઈ ગયા અને સ્નાન-ભજન વગેરે દ્વારા તેને ઘણે સત્કાર કર્યો. પછી ગુરુએ તેને કહ્યું હે વત્સ ! પિતાના ઘરની જેમ મારા ઘરમાં પુત્રની જેમ રહીને તું મારી લક્ષમીને અતિશય સફલ કર. તેણે તેમ છે એમ કહીને ઉપાધ્યાયના વચનને સ્વીકાર કર્યો.
વિનય કરતા એણે કેમ કરીને શા–શાસ્ત્ર વગેરે અનેક કળાઓને અભ્યાસ કર્યો. એક દિવસ અગડદત્ત બાણને મારવાને અભ્યાસ કરી રહ્યો હતે ત્યારે અકસ્માત્ તેની પીઠમાં પુષ્પ ગુચ્છ વાગ્યે. તેણે જે તરફથી પુષ્પ ગુચ્છ વાગ્યું હતું તે તરફ તિરસ્કારપૂર્વક નજર કરીને જોયું તે પોતાની આગળ એક યુવાન સ્ત્રીને જેઈ (અહીં કવિ કલ્પના કરે છે કે-) જાણે કે તે વખતે સ્ત્રીના બહાનાથી કુતૂહલી એવા કામદેવરૂપી વીરપુરુષે કટારૂપી બાણથી પિતાને વીર માનતા અગડદત્તને લડવા માટે આહાન આપ્યું. ભમ્મરરૂપ ધનુષમાંથી છેડેલા પોતાના નેત્રરૂપી બાણથી કામદેવ સમાન કુમારનું મન ભેદાયું છે (=વિકારવાળું થયું છે) એમ જાણીને તે એ વિકારપૂર્વક કહ્યું જ્યારથી મેં આંખેથી પુણ્યવતેમાં અગ્રેસર તમને જોયા છે ત્યારથી ખરેખર ! આ નિર્દય કામદેવ મને મારી રહ્યો છે. હે નાથ! મારી આ પ્રાર્થનાની અવજ્ઞા કરવી એ તમને યેગ્ય નથી. આ સાંભળીને અગડદને પૂછયું તું કેણ છે? અને તેની પુત્રી છે? સ્ત્રી બેલીઃ હું બંધુદત્ત શેઠની પ્રિય પુત્રી છું. મેં બાલ્યાવસ્થાથી જ શાસ્ત્રોને અભ્યાસ કર્યો છે. મારું નામ મદનમંજરી છે. પણ જેમ કૃપણ લક્ષમીની વિડંબના કરે તેમ પતિએ મારી વિડંબના કરી છે. આથી દેરીથી રહિત ધનુષની લાકડીની પેઠે હું પિતાના પિતાના ઘરે રહું છું. કહ્યું છે કે સુંદર સ્ત્રીઓને મૂખ પતિ, બુદ્ધિશાળી શિષ્યને બુદ્ધિહીન ગુરુ અને શૂર પુરુષને કાયર સ્વામી મૃત્યુથી પણ અધિક દુઃખદાયી છે. જેમ તૃષાતુર સરોવરને જુએ તેમ ઘણા કાળે મેં તમને જોયા છે. તેથી તમે મારું જીવન છે અને મારા નાથ છે, હું બીજા કેઈ નાથને જાણતી નથી. તેના રૂપમાં મેહ પામેલા અને મને હરવાણીવાળા અગડદરે કહ્યું: હે ૧૨ભેરુ! તારે મને રથ અવસરે સફળ કરીશ. હર્ષથી પૂર્ણ બનેલી તે સી પિતાના ઘરે ગઈ અગડદત્ત પણ ઘોડા ઉપર બેસીને નગર તરફ ચાલ્ય.
કલકલ અવાજને સાંભળતા અને બજારને સૂની જેવી જતા અગડદત્તે વિસ્મય પામીને જેટલામાં આગળ નજર કરી તેટલામાં સાત સ્થાનમાંથી ઝરતા મદથી પૃથ્વીને કાદવવાળી કરતા, ભયંકર સૂંઢવાળા અને ક્રોધથી અંધ બનેલા હાથીને આવતો જે. તેથી અગડદત્ત ઘડા ઉપરથી ઉતરીને એકદમ હાથી તરફ દોડ્યો, અને પ્રેસને વીંટીને એ ખેસથી હાથીના સૂંઢમાં માર્યું. હાથી ક્રોધથી સૂઢને ફેલાવીને અગડદત્તની સામે ધ. આથી નગરજનો હાહાકાર કરવા લાગ્યા. અગડદતે હાથીના પૂછડાના અગ્રભાગમાં માર્યું. પછી અગડદને બેસને તેની સામે ફેંકીને તેને નમાવ્યું. નમેલા હાથી ઉપર
૧. કેળના જેવી જાધવાળી.