Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
૨૮૮
શીલપદેશમાલા ગ્રંથને ટીકા :- આ વિષે કહ્યું છે કે- “સી બોલે છે બીજાની સાથે, શિંગારિક ચેષ્ટાઓથી જુએ છે અને અને વિચારે છે હદયમાં રહેલા અન્ય કેઈને, આમ સ્ત્રીઓને કેઈ એક પ્રત્યે અનુરાગ તે નથી” વળી બીજું-“સ્ત્રીરૂપી યંત્ર આવર્તની ( દુખરૂપી ઘુમરીઓની) શંકા કરનારાઓ માટે પણ ભયનું ભવન, સાહસનું નગર, દેવોનું સુંદર નિધાન, અવિશ્વાસનું સેકડે ક૫ટવાળુ ખેતર, મેક્ષદ્વારનું વિન, નરકપુરીનું દ્વાર, સઘળી માયાનો કરંડીયે, મીઠું ઝેર અને જીને પાશ (=જાળ) છે. આવું સ્ત્રીરૂપી યંત્ર કેણે સજર્યું? [૪] અનુરાગવાળી પણ સ્ત્રીઓ અવિશ્વસનીય છે. એમ કહે છે –
जत्थाणुरत्तचित्ता, सइ धणदेसाइअपि छंडेई ।
तंपि हु खिवेइ दुक्खे, महिला मिठस्स निवभज्जा ॥८५॥ ગાથાર્થ – સ્ત્રી જે પુરુષમાં અનુરાગવાળી છે અને એથી કામાસક્ત બનીને એ પુરુષ માટે ધન, દેશ વગેરે પણ છોડે છે, તે પુરુષને પણ દુઃખમાં નાખે છે, અર્થાત્ જેમ રાજપત્નીએ મહાવતને મારી નાખે તેમ મારી નાખે છે.
ટીકાથ- રાજપત્ની મહાવતમાં અનુરાગવાળી બનીને કુટુંબ, ધન, દેશ અને રાજ્ય વગેરે સમૃદ્ધિને છેડીને પણ તેની સાથે ગઈપછી તત્કાલ મળેલા ચોરને પિતાને પતિ બનાવીને તે જ મહાવતને શૂળી ઉપર પણ ચડાવ્યું. વિરતારથી આ પ્રસંગ પહેલાં (૬૬ મી ગાથામાં) કહેલ નૂપુરપંડિતાની કથામાંથી જાણી લેવો. [૮૫] ઝીઓથી વિરક્ત બનેલાઓની પ્રશંસા કરે છે
कुडिलं महिलं ललिं, परिकलिउं विमलबुद्धिणो धीरा ।
धन्ना विरत्तचित्ता, हवंति जह अगडदत्ताइ ॥८६॥ ગાથાર્થ – નિર્મલ બુદ્ધિવાળા, ધીર, અને પુણ્યવંત પુરુષ મનોહર પણ સ્ત્રીને મગરમચ્છની દાઢાના જેવી ક્રાહદયવાળી સમજીને અગડદત્ત આદિની જેમ વિરક્ત ચિત્તવાળા થાય છે.
ટીકાથ- “આદિ શબ્દથી શાલિભદ્ર, જંબુસ્વામી વગેરે છાત જાણવાં. આ પ્રમાણે ગાથાને સંક્ષેપથી અર્થ છે, વિસ્તારથી અર્થ દષ્ટાંતથી જાણ. તે આ પ્રમાણે છે –
૧. પાણી પોતાની મેળે ચક્કર ચક્કર ફરે તેને આવર્ત ઘુમરી કહેવામાં આવે છે.
૨. જેઓ દુ:ખની શંકા રાખ્યા વિના સ્ત્રીને વિશ્વાસ કરે છે તેમના માટે તો સ્ત્રી ભયનું ભવન છે જ, કિંતુ જેઓ દુઃખની શંકા રાખે છે અને એથી સ્ત્રીને વિશ્વાસ ન કરે તેમના માટે પણ સ્ત્રી ભયનું ભવન છે.
૩. 7મા વ એ પ્રમાણે ઉપમા લુપ્ત છે લેપ પામી છે.