Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૯૭ રહ્યો હતે. તે વિદ્યાધર નગરજનેના કોલાહલને સાંભળીને ત્યાં આવ્યો. અગડદત્તે તેને પત્નીનું ઝેર દૂર કરવાની પ્રાર્થના કરી. તેથી વિદ્યારે વિદ્યાનું સ્મરણ કરીને તેને પાણીથી છાંટીને વિષની અસર દૂર કરી. જેમ ભેગી શક્તિને પ્રગટ કરે તેમ આંખોને ઉઘાડતી પત્નીને પામીને અગડદત્ત જાણે કેવળ આનંદરૂપ અમૃતના સરેવરમાં ડૂબેલે હોય તે બન્યો. વિદ્યાધર વાદળની જેમ ઓચિંતો ઉપકાર કરીને જેમ આવ્યો હતો તેમ જ રહ્યો.
અગડદત્ત પત્નીને કામદેવના મંદિરના મંડપમાં લઈ ગયો. પત્નીએ ઠંડીની પીડા થાય છે એમ કહ્યું એટલે અગડદત્ત જાતે વનમાં જઈને અરણિકાનું મંથન કરીને અગ્નિ લઈ આવ્યું. મંદિરમાં એચિત દીપકનો પ્રકાશ થયો અને તુરત પ્રકાશ બંધ થઈ ગયો. દુરથી આ જોઈને અગડદત્ત વિસ્મય પામ્યો. પવિત્ર અગડદત્ત પત્નીને દીપકના પ્રકાશનું કારણ પૂછ્યું. પત્નીએ કહ્યું: તમારા હાથમાં રહેલા અગ્નિનું ભીંતમાં પ્રતિબિંબ પડયું, તેથી આ પ્રકાશ થયો. પછી પત્નીના હાથમાં તલવાર આપીને પવિત્ર મનવાળે અગડદત્ત પતનીની ઠંડી દૂર કરવા માટે અગ્નિ સળગાવવા લાગે. અગડદત્ત મેઢું નીચું કરીને અગ્નિને ફેંકી રહ્યો હતો ત્યારે જાણે ચમકતી વિજળી હોય તેવી તલવારરૂપી લતા અવાજ કરતી પૃથ્વી ઉપર પડી. શંકાવાળા અગડદત્ત ઊભા થઈને આ શું? એમ પૂછયું. પત્ની બેલી ઠંડીના કારણે મારા હાથ કંપતા હતા, એથી તલવાર મ્યાનમાંથી નીકળીને રણકાર કરતી નીચે પડી ગઈ પત્નીના આવા ઉત્તરથી શંકારહિત બનેલા અગડદત્ત અગ્નિથી પત્નીની ઠંડી દૂર કરી. પછી સવારે આવેલા પરિવારથી યુકત અગડદત્ત મદનમંજરીની સાથે પોતાના મહેલમાં ગયે. ઇદ્રિયને કાબૂમાં રાખનાર અગડદત્ત યથાયોગ્ય ત્રણ (=ધર્મ, અર્થ અને કામ) વર્ગની સાધના કરવા લાગ્યો તથા ક્રમે કરીને ન્યાય અને ધર્મનું વિશેષરૂપે પિષણ કર્યું.
એક દિવસ સભામાં બેઠેલા અગડદત્તને કઈ સોદાગરે ઘડાઓ બતાવ્યા. અગડદત્ત એક ઊંચા ઘોડા ઉપર જલદી આરૂઢ થયે. તે અશ્વની છાતી અને પીઠ અતિશય પહોળી હતી, મુખ માંસથી રહિત હતું, કાન નાનાં હતાં, કેડનો ભાગ પુષ્ટ હતું, દશ ધ્રુથી (રૂંવાટાના ગોળ કુંડાળાથી) યુક્ત હતો, મધ્યભાગમાં કુશ હતા, પીઠ પહોળી હતી, પગોને આગળનો ભાગ ચપળ હતો. કૂદતા ઘોડાને કાબૂમાં રાખવા માટે અગડદરે લગામ ખેંચી. આથી જાણે સ્પર્ધાથી હોય તેમ ઘેડાએ પાંચમી ગતિનો સ્વીકાર કર્યો, અર્થાત્ ખૂબ જ વેગથી દેડવા માંડયું. સંભ્રાંત બનેલા બીજા અશ્વસવારોથી ઉત્તજિત કરાયેલા કેટલાક ઘોડાઓ થાકીને પાછા વળી ગયા અને કેટલાક ઘોડાઓ તેની પાછળ ચાલ્યા. જેમ કેપથી પીડાતે કુશિષ્ય ગુરુને કષ્ટમાં નાખે તેમ તે તેફાની ઘોડે અગડદત્તને ક્ષણવારમાં નિર્જન જંગલમાં લઈ ગયે. અગડદ જેટલામાં લગામ મૂકી ૨. સાથ્થી નુકશ્તાનાં રદ: | ૨. ઘોડાની એક પ્રકારની ગતિને “ પંચમધારા' કહેવામાં આવે છે.
૩૮