Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
૩૦૪
શીલેાપદેશમાલા ગ્રંથના
શ્રીએ વિશ્વાસ કરવા ચેાગ્ય નથી એમ જણાવે છે:अणुकूलसपिम्माणवि, रमणीणं मा करिज्ज वीसा । जह रामलक्खणेहिं सुप्पणहाए महारणे ||८८ || ગાથાથ = જેવી રીતે શ્રીરામ અને લક્ષ્મણજીએ દડકારણ્યમાં રાવણની બહેન શૂપણખા ઉપર વિશ્વાસ ન કર્યું તેમ હે જીવ! તું અનુકૂલ અને પ્રેમવાળી પણુ સ્ત્રીઓના વિશ્વાસ ન કર.
ટીકાથ:-અનુકૂલ=હિતકર આચરણવાળી. પ્રેમવાળી=સ્વાભાવિક સ્નેહવાળી. આવી પણ શ્રીઓ ઉપર વિશ્વાસ ન કરવા જોઈએ. આ વિષે કહ્યું છે કે “ બુદ્ધિશાળી પુરુષા સ્ત્રીઓ, મૂર્ખાઓ, ધિક્કારાયેલા શત્રુએ અને જેમના આચારાનું જ્ઞાન નથી તેવા મનુષ્યા ઉપર વિશ્વાસ કરતા નથી.”
શૂપણુખાના પ્રસંગ સંક્ષેપથી આ પ્રમાણે છેઃ- શ્રીલક્ષ્મણુજીએ શૂપણખાના શબૂક નામના પુત્રના વધ કર્યાં. પુત્ર શાકથી દુઃખી બનેલી તે ભમતી ભમતી પંચવટી વનમાં આવી. ત્યાં રહેલા શ્રીરામ અને લક્ષ્મણને જોઇને રૂપ અને સૌભાગ્યથી તેમના ઉપર માહિત બની. કામાસક્ત બનેલી તેણે પુત્રવધના દુઃખને ભૂલીને તે એની જ ઈચ્છા કરી. શ્રીરામે “મારે પત્ની છે” એમ કહીને તેના સ્વીકાર ન કર્યો. આથી તે લક્ષ્મણ પાસે આવી. તું પહેલાં શ્રીરામ પાસે ગઈ હાવાથી મારી ભાભી થઈ એમ લક્ષ્મણે કહ્યું. વિવેકી લક્ષ્મણે પણ આ ઉપાયથી તેના ત્યાગ કર્યાં. આ પ્રમાણે સંક્ષેપથી શૂપ ણખાના પ્રસંગ કહ્યો. વિસ્તારથી તા આગળ કહેવાશે તે સીતાના ચિરત્રથી જાણવા. [૮૮ ] પૂર્વે જે કહ્યું તેને જ વિશેષથી કહે છે :
पररमणिपत्थणाओ, दक्खिन्नाओ वि मुज्झ मा मूढ ।
पडसि अत्थे किं किल, दक्खिनं रक्खसीहिं समं ॥ ८९ ॥
-
ગાથા: હે મૂઢ જીવ! તું દાક્ષિણ્યતાથી પણ પરસ્ત્રીની પ્રાર્થનામાં મુંઝા મા, અર્થાત્ દાક્ષિણ્યતાથી પણ પરસ્ત્રીમાં પ્રેમ ન કર. જે પ્રેમ કરીશ તે અનમાં પડીશ. રાક્ષસીઓ આગળ દાક્ષિણ્યતા શી ?
ટીકા :– રાક્ષસીએ આગળ દાક્ષિણ્યતા ન કરવામાં પુરુષના ગુણુની હાનિ થતી નથી. સ્ત્રીઓનુ` રાક્ષસીપણું પ્રસિદ્ધ જ છે. કહ્યું છે કે-“ સ્ત્રી દર્શનમાત્રથી પ્રાણાને હરે છે, સ્પર્શથી ખલને હરે છે, મૈથુનથી કાયાને હરે છે. સ્ત્રી નિશ્ચિત પ્રત્યક્ષ રાક્ષસી છે.” [૮૯]
હવે પરસ્ત્રીના પ્રેમથી પાતાને ભાગ્યશાળી માનનારાઓને ઠપકા આપે છેઃપરમળીગાબો, સોર્બ્સ મા ગોત્રુ નિમ્મા ! |
जड़ सिद्धिवहूरंगं, कारइ ता मुणसु सोहग्गं ॥९०॥