Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
૩૦૦
શીલપદેશમાલા ગ્રંથને ગાથાથ:- હે મૂઢ! જે તું મુખથી મીઠી (=સ્તત્કાળ મને હર લાગતી) અને હદયથી નિર્દય એવી સીઓનો વિશ્વાસ કરે છે તે પ્રદેશ રાજાની જેમ અવશ્ય વિષમદશાને પામીશ.
ટીકાથ-આ પ્રમાણે ગાથાને શબ્દાર્થ છે. ભાવાર્થ જણાવવા માટે દષ્ટાંત કહેવામાં આવે છે -
પ્રદેશી રાજાનું દષ્ટાંત આમલકલ્પ નામની નગરી હતી. તે નગરીમાં જાણે ધનના બહાને કલ્પવૃક્ષો અનેકતાને પામેલાં દેખાતાં હતાં, અર્થાત્ જાણે ધનના બહાને અનેક કલ્પવૃક્ષે હતાં. શ્રી સૂર્યાભ નામના દેવે સ્વર્ગમાંથી આવીને તે નગરીમાં સમવસરણમાં બિરાજમાન શ્રી વીરજિનેશ્વરને વિનંતી કરી કે, હે સ્વામી ! આજે મને ભક્તિને પ્રગટ કરવાને રસ (=ભાવના) થયું છે. આથી આપ ગૌતમ વગેરે મહર્ષિએને નવીન નાટકવિધિ બતાવવા માટે મને અનુજ્ઞા આપો. આ પ્રમાણે તેણે ત્રણ વખત વિનંતિ કરી. પણ ભગવાન ૌન રહ્યા. તેથી તેણે જાણ્યું કે ભગવાન નિષેધ કરતા નથી માટે અનુમતિ આપી છે. પછી તેણે ઈશાન દિશામાં જઈને પોતાના બે હાથમાંથી એકસો આઠ દેવે અને એક આઠ દેવીઓને વિક્ર્વીને નાટક કર્યું. મહર્થિક તે સૂર્યાભદેવ બત્રીસ પ્રકારના નાટકને બતાવ્યા પછી વિજળીની જેમ કૂદીને સ્વર્ગમાં પાછો ગયો. હવે અન્ય લોકેને બંધ પમાડવાની ઈચ્છાવાળા શ્રી ગૌતમસ્વામીએ શ્રી વિરપ્રભુને પૂછયું કે, આ દેવ કેવું છે? આને કેનાથી બેધિની પ્રાપ્તિ થઈ? આની આવી સમૃદ્ધિ કેમ છે? શ્રી મહાવીર પ્રભુએ કહ્યું : હે વત્સ ગૌતમ! સાંભળ.
આ જ ભરતક્ષેત્રમાં ઝવેતાંબી નામની સમૃદ્ધ નગરી હતી. તેમાં પ્રદેશી નામને નાસ્તિક રાજા ઈચ્છા પ્રમાણે રાજ્ય કરતું હતું. તેના કપરૂપી અગ્નિ આગળ સૂર્ય અગ્નિના તણખા જેવું જણાતું હતું. તેને સૂર્યકાંતા નામની પત્ની, સૂર્યકાલ નામને પુત્ર અને ચિત્ર નામને જિનધર્મમાં રક્ત ઉત્તમ મંત્રી હતા. તે એકવાર રાજ્ય કાર્ય માટે શ્રાવસ્તી નગરીમાં જિતશત્રુ રાજા પાસે ગયા. ત્યાં તેણે ચાર જ્ઞાનના ધારક શ્રી કેશી ગણધરને વંદન કર્યું, તેમની પાસે શ્રાવકના બાર ત્રતાને સ્વીકાર કર્યો અને વિહાર કરીને વેતાંબી નગરીમાં પધારવા તેમને વિનંતિ કરી. પછી તે પિતાના ઘરે ગયે. પૃથ્વી પીઠ ઉપર વિહાર કરતા શ્રીકેશીગણધર ક્રમે કરીને વેતાંબી નગરીના ઉદ્યાનમાં જઈને રહ્યા. ઉદ્યાનપાલક પાસેથી શ્રીકેશી ગણધરના આગમનના સમાચાર જાણીને હર્ષ પામેલા ચિત્ર મંત્રીએ ત્યાં જ રહીને મનથી શ્રીકેશી ગણધરને નમીને વિચાર્યું હું મંત્રી હેવા છતાં જો આ સ્વામી (=પ્રદેશી રાજા) નરકમાં જાય તે હું કુપુત્રની જેમ તેના ત્રણથી મુક્ત કેવી રીતે બનું? તેથી હું કઈ પણ ઉપાયથી સ્વામીને ગુરુની વાણું સંભળાવું.