Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૯૯ એની સાથે પોતાનું મૃત્યુ થાય એવું દાસપણું સ્વીકાર્યું તે પુરુષની જે ન થઈ તે મારા વિષે સ્થિર કેવી રીતે થાય? હા સત્વ અને શૌર્યના સમુદ્ર એવા આ નરરત્નને વિનાશ કરાવીને હું નિરર્થક કઈ દુર્ગતિમાં જઈશ? આમ વિચારીને તે પુરુષે જલદી આવીને તેના હાથમાંથી જેમ સ્નેહી બંધુ આપત્તિને દૂર કરે તેમ તલવારને પાડી નાખી. આ પ્રમાણે સાંભળીને રાજપુત્રે ચિત્તમાં વિચાર્યું સ્ત્રીઓને ધિક્કાર થાઓ અને મારા સાહસને ધિક્કાર થાઓ, કે જેથી મેં તેને જ આગળ કરી. ખરેખર! મેં ઉતાવળથી ચમેલીના પુષ્પોની માલાનો તિરસ્કાર કરીને ધંતરાનો સ્વીકાર કર્યો. કારણ કે મોહથી મેં ધર્મ પ્રત્યે પ્રેમવાળી પત્નીને છોડીને વ્યભિચારિણી પત્નીને આદર કર્યો. (હવે મુનિ અગડદત્તને આગળને વૃત્તાંત કહે છે:-) મુનિએ કહ્યું તેથી રાજપુત્રે તલવારને ઝસ્કાર અવાજ સાંભળીને પત્નીને પૂછ્યું: આ શું? તેણે કહ્યું : ઠંડીના કારણે મારા હાથ કંપતા હતા, એથી તલવાર મ્યાનમાંથી નીકળીને નીચે પડી ગઈ
પશ્વિપતિના તે પાંચે બંધુઓએ વૈરાગ્ય થવાથી આત્મહિત કરવાની ઈચ્છાથી ભાઈના વેરને બદલો લેવાની ઈચ્છાને છેડી દીધી. તેમણે વિચાર્યું મનુષ્ય જે સ્ત્રીઓ માટે પ્રાણોને તૃણસમાન ગણીને પણ સુખ ભોગવવાની ઈચ્છા રાખે છે તે સ્ત્રીઓની ચેષ્ટા આવી છે. ઈત્યાદિ વિચારણાથી સંસાર ઉપર વૈરાગ્ય થવાથી આત્મઘાત કરવાની ઈચ્છાથી જઈ રહ્યા હતા. પણ હવે મારી દેશના સાંભળીને ધન્ય બનેલા તેઓ ચારિત્રને ઈચ્છે છે. આ સાંભળીને કુમારે પણ કહ્યું: હે પ્રભુ! આપે આ બધેય મારે વૃત્તાંત કહ્યો છે. કારણ કે તે રાજપુત્ર હું છું, અને તે સ્ત્રી મારી પત્ની છે. પદ્વિપતિના આ બંધુએ વિરોધીના બહાનાથી ચેકસ મારા બંધુઓ થયા છે. તેમણે આ લેકમાં મારા બાદા પ્રાણેનું રક્ષણ કર્યું છે અને પરલોકમાં મારા અંતરંગ પ્રાણનું રક્ષણ કર્યું છે. તે આ વન ધન્ય છે કે જ્યાં મેં જિનેશ્વર દેવ, તત્ત્વજ્ઞાન અને સુગુરુ એ ત્રણ રત્નોને પ્રાપ્ત કર્યા. તેથી બધી રીતે અનર્થના સાગર એવા આ સંસારને અત્યંત ધિક્કાર થાઓ. હે ચારણમુનિ ! મારે ચારિત્રના સ્વીકારથી આપના ચરણનું શરણ છે. પછી અગડદત્ત બધાની સાથે ઘરે ગયે. માતા-પિતાની રજાથી તેણે કમલસેનાની સાથે દીક્ષા લીધી. પત્નીના કારણે થયેલા વૈરાગ્યથી વધતી આત્મશુદ્ધિવાળા તેણે ઘણા કાળ સુધી ચારિત્રની સુંદર આરાધના કરી. અગડદત્ત મુનિએ કર્મોને મૂળથી નાશ કરીને મોક્ષસુખને મેળવ્યું. [૬]
નારી ઉપર વિશ્વાસ કરનારને દુર્દશાની પ્રાપ્તિ થાય છે એમ કહે છે - . मुहमहुरासु निग्धिण-मणासु नारीसु मुद्ध ! वीसासं ।
जइ तं लहसि अवस्सं, पएसिराओव्व विसमदसं ॥८७॥