Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૯૩ છોડીને ક્યાંક ખુણામાં સંતાઈ ગયે. અગડદત્તના દેખતાં જ તેણે યંત્રથી મુકેલી શિલાથી તુરત પલંગને ચૂરે કરી નાખ્યું. પછી કઈ જાતની શંકા વિના તે પાછી આવી. તે બોલીઃ મારા ભાઈને મારીને અત્યાર સુધી જીવનારે તું કેણુ? આ પ્રમાણે બેલતી તેને કેશોમાંથી પકડીને અગડદત્ત બહાર લઈ ગયો. તેના ઘરનું દ્વાર તે જ પ્રમાણે બંધ કરીને વીરમતીની સાથે અગડદત્ત સવારે રાજા પાસે ગયો. રાજાને વીરમતી ભેટ ધરીને નમસ્કાર કર્યો. રાજાએ આશ્ચર્ય પૂર્વક અગડદત્તના પરાક્રમની પ્રશંસા કરી. પછી ચેરે ચરેલું ધન નગરજનોને અપાવ્યું. ખુશ થયેલા રાજાએ અગડદત્તને હજાર હાથીઓ, દશ હજાર શ્રેષ્ઠ ઘોડાએ, રત્નનાં અલંકારે, વસ્ત્રો વગેરે, એક ક્રેડ સેનામહોર, લા ગામોથી યુક્ત દેશ, તથા ધનભંડાર, વાહનો અને આસનોથી સહિત કમલસેના નામની કન્યા આપી. અગડદત્ત પરિવાર સહિત જુદા મહેલમાં રહ્યો. ઉપાધ્યાયની સેવા કરતો તે રાજાને પિતાતુલ્ય માનવા લાગ્યા.
એકવાર કોઈ સ્ત્રીએ અગડદત્તને વધાવીને કહ્યું તમે જે શ્રેષ્ઠિપુત્રી મદનમંજરીને સંતેષ પમાડ્યો હતો તે આપે કરેલા હસ્તિદમન, રાજ પ્રસન્નતા, નિગ્રહ અને રાજપુત્રીવિવાહને સાંભળીને મનમાં આનંદ પામી છે. તે મદનમંજરીએ મને અહીં મોકલી છે એમ કહીને તે સ્ત્રીએ ઉઠીને અગડદત્તના કંઠમાં હાર પહેરાવ્યો. ફરી તે બેલી. પણ ભાગ્યરહિત એવી તેને તમે યાદ કરી નથી. અગડદર બેઃ તેણે કઈ પણ રીતે ખેદ ન કરે. હું સાથે લઈ જઈશ એમ જે કહ્યું છે તેમાં શું ફેરફાર થાય? તે આનો સત્કાર કરીને અને મદનમંજરી માટે રત્નની વીંટી આપીને તેને અગડદત્તે પાછી મોકલી.
એકવાર દ્વારપાલે આવીને અગડદત્તને કહ્યું: હે દેવ ! શંખપુરથી આવેલા રાજાના બે દ્વારપાલો આપના ચરણેનાં દર્શન કરવાની ઈચ્છા રાખે છે. અગડદત્ત તે બે દ્વારપાલને પ્રવેશ કરાવ્યો. પ્રણામ કરતા અનિલગ અને શુભવેગ નામના તે બે દ્વારપાલોને ઓળખીને અને ભેટીને પોતાની પાસે બેસાડ્યા. પછી તેણે માતા-પિતાની કુશળતાના સમાચાર પૂછયા. સુવેગ તુરત બોલ્યો. હે દેવ! આપના માતા-પિતા બધી રીતે કુશળ છે. પણ આપને વિયેગ દુસહ બની ગયું છે. તે વખતે આંખમાં આંસુને ધારણ કરતા અગડદત્તે કહ્યું: શત્રુસ્વરૂપ મારા જેવાને ધિક્કાર છે, કે જેના માતા-પિતાને પુત્રની ચિંતા કરવી પડે છે. કહ્યું છે કે– “કેટલાકો બાવળની જેમ વાવનારને પણ કાંટાઓથી પીડા પમાડે છે અને કેટલાકે ચંદનની જેમ ઘસવા છતાં ઉપકાર કરે છે. પ્રવાસ કરવામાં અને સાથે રહેવામાં પણ મેં માતા-પિતાને દુઃખી જ કર્યા છે. આ પ્રમાણે વિષાદ પામતા અગડદત્તને સુવેગે ફરી કહ્યું? ગુણું પુત્રનો પ્રવાસ પણ પિતાના દુખ માટે થતું નથી, અને એને જ સહવાસ થાય તે સેનામાં સુગંધ સમાન બને. તેથી આપ પોતાના ગુણેથી અને દર્શનથી માતા-પિતાને જલદી