Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
૨૩૩
ગુજરાતી ભાવાનુવાદ વંદન કરીને મુનિની આગળ બેઠા. દેશના પૂર્ણ થયા પછી રાજાએ અંજલિ જોડીને મુનિને પૂછયું: હે ભગવંત! કલાવતીએ પૂર્વભવે એવું કહ્યું કર્મ કર્યું કે જેથી તે નિર્દોષ હોવા છતાં મેં તેના બે હાથ કપાવ્યા. જ્ઞાનરૂપી ચક્ષુથી જાણીને મુનિએ કહેવાનું શરૂ કર્યું. તે આ પ્રમાણે –
મહાવિદેહક્ષેત્રમાં મહેન્દ્ર નામનું નગર હતું. તેમાં સુંદર પરાક્રમવાળે નરવિક્રમ નામનો રાજા હતા. લીલાવતી નામની તેની પત્નીએ સુચના નામની પુત્રીને જન્મ આપ્યો. તે કન્યા બાલ્યકાળથી જ ધર્મરસિક અને કૌતુકપ્રિય હતી. તે માતા-પિતાના અતિશય પ્રેમનું પાત્ર હતી અને કલાસમૂહનું મંદિર હતી. ક્રમે કરીને તે બાલ્યાવસ્થા અને યુવાવસ્થા એ બે અવસ્થાની સંધિરૂપ ઉત્તમ વયને પામી. એકવાર તે પિતાના ખોળામાં બેઠી હતી ત્યારે કેઈએ મનહર ઉત્તમ પોપટ ભેટ આપ્યો. પછી કુતૂહલી રાજાએ પોપટને હાથમાં લઈને બોલાવ્યો. પોપટ જમણે હાથ ઊંચા કરીને આશીષવચને બેભે. તે આ પ્રમાણે - હે નૃપ કુરાયમાન થતા શત્રુરૂપી અંધકાર પક્ષને નાશ કરનાર, રાજારૂપી ચંદ્રના તેજની વૃદ્ધિ કરનાર અને વિશ્વને પ્રકાશિત કરનાર આપનો પ્રતાપરૂપી સૂર્ય શોભા પામો. ખુશ થયેલા રાજાએ ઉત્તમ પોપટ લાવનારને પોતાના શરીરના અલંકારો આપી દીધા. પછી તેણે ઉત્તમ તે પોપટ પોતાની પુત્રીને પ્રેમથી આપે. જેમ દરિદ્રી માણસની પુત્રી મોદકને મેળવે તેમ ખંજન પક્ષીના જેવા નેત્રવાળી સુચનાએ તે ઉત્તમ પોપટને મેળવીને ઘરે જઈને તે પોપટને સેનાના પાંજરામાં પૂર્યો. સાકરના ટુકડા, ચોખા અને દાડમનાં ફલોના ભોજનથી અને દ્રાક્ષ વગેરેના પાણીથી હર્ષપૂર્વક તેનું પોષણ કરતી હતી. સુલોચના તેને ક્યારેક હાથમાં રાખીને, ક્યારેક છાતીએ રાખીને, ક્યારેક ખોળામાં રાખીને અને ક્યારેક પાંજરામાં રાખીને તેની પાસે બોલાવતી હતી અને એ રીતે તેને ગમ્મત કરાવતી હતી. જેમ ભેગી માનસિક એકાગ્રતાને ન મૂકે તેમ સુચના તેને ભોજનમાં, શયનમાં, રાજસભામાં, વાહનમાં, વનમાં કે ઘરમાં મૂકતી ન હતી, અર્થાત્ તેને બધા જ સ્થળે પોતાની સાથે રાખતી હતી. વસંતઋતુમાં એકવાર સુચના અનેક સખીઓની સાથે પાંજરામાં રહેલા પોપટને લઈને પોપટના જેવા રંગવાળા ઉદ્યાનમાં ગઈ. ત્યાં શ્રી સીમંધરસ્વામીને વંદન કરવા માટે તેણે જિનમંદિ૨માં પ્રવેશ કર્યો. પોપટે પણ શ્રીવીતરાગને જોઈને મનમાં વિચાર્યુંમેં આ પૂર્વે ક્યાંક જેયું છે, આવું બિંબ મેં પૂર્વે ક્યાંક જોયું છે. આ પ્રમાણે ઘણા કાળ સુધી અનેક તર્ક-વિતર્ક કરતા તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પછી તેણે વિચાર્યું કે, પૂર્વભવમાં હું સુગતિની પ્રાપ્તિનું જામીન (સાક્ષી) એવું ચારિત્ર પામ્યું હતું. ચારિત્ર પામ્યા પછી ક્ષપશમથી સર્વશા ભર્યો, પણ ભણવામાં જ બુદ્ધિવાળા મેં ચારિત્રની ક્રિયાઓ સર્વથા ન કરી. વસ્ત્ર, પુસ્તક અને પાત્ર વગેરેમાં હું મૂછ કરતે હતો અને એથી ૩૦.