Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
૨૩૨
શીલપદેશમાલા ગ્રંથને તે કહે. દર બેઃ અગ્નિમાં પ્રવેશ કરતા રાજાના પ્રાણની રક્ષા કરવા માટે અમારે એ સ્ત્રીનું કામ છે. રાજાની સહાયથી આશ્રમનું રક્ષણ થાય છે એમ માનીને દત્તને પુત્ર સહિત કલાવતી બતાવી. દૂરથી દત્તને જોઈને કલાવતીને શોક પ્રગટ થયે. આથી તે રડી પડી. એ રુદનના પર્વતેમાં પડઘા પડ્યા. પૃથ્વી અને આકાશના અવકાશે (=ખાલી જગ્યાઓ) એ પડઘાઓથી ભરાઈ ગયા. દત્તે કલાવતીને કહ્યું: હે બહેન ! ૨ડ નહિ, પૂર્વભવમાં ઉપજેલા આ કર્મફલને ભગવ્યા વિના જિનેશ્વરો પણ મુક્ત થતા નથી. તેથી તે વિવેકવતી ! ધીરતાને ધારણ કરીને રથ ઉપર આરૂઢ થા, અને તારા પોતાના દર્શનરૂપી અમૃતદષ્ટિથી રાજાને જલદી આશ્વાસન આપ. પશ્ચાત્તાપને પામેલે રાજા જલદી અગ્નિમાં પ્રવેશ કરી રહ્યો હતો. પણ તારા સમાગમની આશાથી આજનો દિવસ તેને કષ્ટથી રોકી રાખે છે. તેથી કુલીન કલાવતી પતિ પ્રત્યે કરુણાથી મન મૂકીને જવા તૈયાર થઈ. જલદી કુલપતિને નમીને કલાવતીએ કુલપતિ પાસેથી વિદાયની રજા માગી. તેથી હિતકાંક્ષી કુલપતિએ તેને આશીર્વાદ આપીને મકલી, પુત્ર સહિત કલાવતી દત્તની સાથે ચાલી. કલાવતી નગરની નજીક આવી ગઈ છે એમ સાંભળીને રાજા તેની સામે ગયો. કલાવતી મળી એટલે આંસુથી યુક્ત નેત્રવાળા રાજાએ મુખ નીચું કરીને કલાવતીને કહ્યું: હે ભદ્રા ! તે વખતે મેં નિર્દોષ પણ તમને વનમાં મોકલીને જે વિડંબના પમાડી તે મારા અપરાધની હે દેવી! તમે ક્ષમા કરો. અતિશય પ્રીતિવાળા રાજાએ આ પ્રમાણે કલાવતીનું સન્માન કરીને આદરપૂર્વક મહોત્સવથી તેને નગરપ્રવેશ કરાવ્યું. નગરની અને અંતઃપુરની સ્ત્રીઓથી પરિવરેલી કલાવતીએ 'જયંત સહિત ઈંદ્રાણની જેમ પોતાના પુત્ર સહિત અંતઃપુરમાં પ્રવેશ કર્યો. પછી રાજાએ બારમા દિવસે પોતાના પુત્રનું સ્વપ્નના અનુસારે “પૂર્ણકલશ એવું નામ રખાવ્યું.
' એકવાર કલાવતીએ એકાંતમાં રાજાને પૂછ્યું: હે સ્વામી! મારા ક્યા દેષ થી તમે મને તે દંડ કરાવે? રાજાએ લજજાપૂર્વક કહ્યું: હે ભદ્રા! એકમના ચંદ્રની
સ્નાની જેમ તારામાં સર્વથા અવશ્ય કઈ દેષ નથી. પણ તારા પૂર્વભવે ઉપર્જન કરેલા કર્મષના કારણે મેં તે કાર્ય કર્યું કે જે કાર્ય ચંડાળો પણ ન કરે ! હે પ્રિયા ! તેનું મૂળ કારણ તે તે જયસેનનું નામ લીધા વિના જ બે બાજુબંધની જે પ્રશંસા કરી તે છે. પૂર્વભવનું તારું જે કર્મ છે તે કર્મને પણ હમણાં નગરના ઉદ્યાનમાં રહેલા અમિતતેજ નામના મુનિને પૂછીને જાણી લઈશું. તેથી મુનિને વંદન કરવાની ઈચ્છાથી કલાવતીની સાથે પરિવારસહિત રાજા નંદન ઉદ્યાનમાં ગયે. ઉદ્યાનમાં જિનમૂર્તિ પ્રત્યે સદભક્તિપૂર્વક જિનેશ્વરની પૂજા કરી. પછી તે બંને મુનિને
૧. જયંત ઈદ્રાણીને પુત્રનું નામ છે. ૨. કલાવતીએ સ્વપ્નમાં અમૃતથી પૂર્ણ કળશ જોયો હતો.