Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૪૫ એ પ્રમાણે થાઓ” એમ બેલવું. આ પ્રમાણે તેમને શિખવાડીને સર્વાધિક બુદ્ધિમતી શીલવતીએ પતિને કહ્યુંઃ એકવાર પરિવાર સહિત રાજાને આપણા ઘરે આમંત્રણ આપ. પતિએ રાજાને તે પ્રમાણે આમંત્રણ આપ્યું. રાજ તેના ઘરે આવ્યો. રાજાના આગમન નિમિત્તે શીલવતીએ ઘરને મેંતીની ધજાઓ અને ચંદરવા વગેરે દ્વારા વિસ્તારથી શણગાયું હતું. આથી આકાશ પ્રકાશવાળું બની ગયું હતું. શીલવતીએ બધી રસોઈ ગુપ્ત રાખી હતી. પરિવાર સહિત ભજન કરવા માટે બેઠેલા રાજાએ વિચાર્યું ભેજનને કઈ પ્રયત્ન દેખાતું નથી અને અમને ભોજન માટે આમંત્રણ આપ્યું છે. તેથી અહીં આ શું આશ્ચર્ય છે? પછી શીલવતીએ ખાડાના દ્વાર પાસે આવીને પુષ્પો વગેરેથી આદરપૂર્વક પૂજા કરી. પછી તે ઊંચા અવાજે આ પ્રમાણે બેલીઃ હે યક્ષો ! સર્વ પ્રકારની રસોઈ જલદી તૈયાર કરે. ખાડામાં રહેલા પુરુએ “એ પ્રમાણે થાઓ” એમ કહ્યું એટલે શીલવતીએ રઈ પ્રગટ કરી. કૌતુકથી આક
યેલ મનવાળા રાજાએ ભજન કર્યું. ખાડામાં રહેલા યક્ષેના વચનથી બીજી પણ સામગ્રી પ્રાપ્ત કરવામાં આવી. શીલવતીએ ચાર લાખ દ્રવ્યને વ્યય કરીને તાંબૂલ, વસ્ત્ર અને અલંકારો લાવીને ગુપ્ત રાખ્યા. પછી તેણે યક્ષોને તાંબૂલ, વસ્ત્ર અને અલંકાર તૈયાર કરવા કહ્યું: યક્ષેએ “એ પ્રમાણે થાઓ” એમ કહ્યું એટલે શીલવતી એ તાંબૂલ, વ અને અલંકારે પ્રગટ કર્યા અને એ તાંબૂલ, વસ્ત્રો અને અલંકારથી રાજાને સત્કાર કર્યો. રાજાએ વિચાર્યુંઆ કેઈ અપૂર્વ સિદ્ધિ છે, જેથી ખાડામાં બેલાયેલા વચનથી બધું થઈ ગયું. પછી રાજાએ શીલવતીને પૂછ્યું: હે ભદ્રા ! આ શું આશ્ચર્ય છે? શીલવતીએ કહ્યું- હે દેવ! મારા ઘરમાં સિદ્ધ થયેલા ચાર યક્ષે છે. તેમનાથી બધું મેળવવામાં આવે છે. પછી રાજાએ વસ્ત્ર વગેરેથી શીલવતીને સત્કાર કરીને તેને પોતાની બહેન કરી. પછી તેની પાસે રાજાએ બહુમાનથી યક્ષેની માગણી કરી. શીલવતીએ કહ્યું: હે સ્વામી! અમારું આ જીવન પણ આ૫નું છે તે પછી યક્ષોની શી વાત કરવી? તેથી સ્વામીની આગળ યક્ષે હાજર કરવામાં આવશે. (પછી રાજા પરિવાર સહિત રાજમહેલમાં જતો રહ્યો.) શીલવતીએ આ પ્રમાણે સ્વીકારીને કામાંકુર વગેરે ચારેને ખાડામાંથી બહાર કાઢ્યા. પછી તેમને સ્નાન કરાવ્યું. પછી તેમના શરીરે સફેદ ચંદનથી વિલેપન કર્યું અને ચોતરફ પુછપથી અલંકૃત કર્યા. પછી તે ચારેને વાંસના કરંડિયાઓમાં નાખ્યા. તે કરંડિયાઓને ધૂપ કરવાપૂર્વક રથમાં મૂક્યા. મુખ્યમંત્રી તેમને લઈને ચાલ્યો. રસ્તામાં વાજિંત્રો વગડાવવામાં આવતા હતા. તેમને અવાજ દિશાઓના અંત સુધી ફેલાતો હતો. રસ્તામાં નાટક કરાવવામાં આવતું હતું. રાજા બહુમાનપૂર્વક સામે આવ્યો. પછી જાણે હવે જગત મારા હાથમાં રહેલું છે એમ માનતો રાજા તેમને પોતાના રાજમહેલમાં લઈ ગયા. તે વખતે રાજાએ રઈયાઓને આજે તમને યક્ષો દિવ્યભેજન આપશે એમ કહીને રસેઈ બનાવવાની ના પાડી.