Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
२९६
શીલપદેશમાલા ગ્રંથને રાવી રહ્યો હતો, અને પાંચમે પુરુષ તેના મસ્તકે છત્ર ધારણ કરી રહ્યો હતો. તેના અસાધારણ ભાગ્યથી સૌભાગ્યના વૈભવને જોઈને જેની ભેગલાલસા પૂર્ણ નથી થઈ એવી સુકુમારિકા સાધવીએ નિયાણું કર્યું. તે આ પ્રમાણે જે મારા આચરેલા આ તપનું ફળ હોય તે ભવાંતરમાં દેવદત્તાની જેમ પાંચ પતિવાળી થાઉં. તે જ પ્રમાણે તપ કરતી અને આ પ્રમાણે નિદાન કરતી તેને સાધ્વીઓ નિદાન ન કરવા માટે રોકવા લાગી ત્યારે તેણે મનમાં વિચાર્યું કે, સાધવીઓ પહેલાં મારે સ્વજનની જેમ આદર કરતી હતી અને હમણાં જેમ નિષ્કારણ વૈરિણીને તિરસ્કાર કરે તેમ મારો તિરસ્કાર કરે છે. આ પ્રમાણે વિચારીને જુદા ઉપાશ્રયમાં રહેલી તે ચારિત્રનું પાલન કરતી હતી. ઈચ્છા મુજબ કરતી હોવાથી જૈનશાસનની મલિનતાને વધારતી હતી. પછી વિધિપૂર્વક આઠ મહિના સુધી સંલેખન કરીને તે સૌધર્મદેવલોકમાં નવ પલ્યોપમ આયુષ્યવાળી દેવી થઈ.
ત્યાંથી ચ્યવેલી તે કાંપિયનગરના દ્રપદનામના રાજાની દ્રૌપદી નામની કન્યા થઈ રૂપથી તેણે અપ્સરાને પણ જીતી લીધી હતી. તે યુવાન ન બનવા છતાં સદા યુવાન હતી. ઉત્તમ વર મેળવવાની ઈચ્છાથી તેણે પિતાની આગળ રાધાવેધની (=જે રાધાવેધ સાધે તેને હું પરણીશ એવી) પ્રતિજ્ઞા લીધી. દ્રુપદ રાજાએ પ્રત્યેક રાજાને જલદી દૂત મોકલીને સ્વયંવરમાં રાજાઓને ભેગા કર્યા. તે વખતે યુધિષ્ઠિર વગેરે પાંચ પાંડે ત્યાં આવ્યા. જેમ હંસલી સરેવરમાં આવે તેમ દ્રૌપદી સ્વયંવરમાં આવી. પાંચે પાંડવોને વરવાની ઈરછા હોવા છતાં પાતળા શરીરવાળી તેણે લજજાથી દાસીના હાથથી અર્જુનના કંઠમાં માળા આરોપી. દિવ્ય પ્રભાવથી એક પુષ્પમાળા પણ તે પાંચ પાંડવોના કંઠમાં જુદી જુદી જોવામાં આવી. જેણે પુણ્ય કર્યું છે તેવી આ રાજકન્યા સારું વરી, સારું વરી, એ પ્રમાણે આકાશમાં સહસા દેવવાણી થઈ. દ્રુપદરાજા વિચારવા લાગ્યું કે, હું એક કન્યા પાંચને આપવા માટે કેવી રીતે ઉત્સાહિત થાઉં? કદાચ હું પાંચને આપું તે પણ બધાને ઉપહાસ્ય બનીશ. વરમાળા પાંચેના કંઠેમાં આરેપિત થઈ છે. દિવ્યવાણીએ તેને આદર કર્યો છે. તેથી અહીં શું થશે? કુપદરાજા આ પ્રમાણે ચિંતારૂપી મહાસમુદ્રમાં ડૂબી ગયે. સત્ય કર્તવ્યમાં મૂઢ બને તે ઘણા કાળ સુધી વિચારવા લાગ્યું. તેટલામાં આકાશમાર્ગથી ત્યાં ચારણશ્રમણ જલદી આવ્યા. તેમણે પૂર્વભવના નિદાનની વિગત કહીને દ્રુપદના સંદેહને દૂર કર્યો. તેથી હર્ષ પામેલા પાંડુરાજા અને કુપદરાજાએ પાંડ અને દ્રૌપદીની વિવાહક્રિયા મહત્સવપૂર્વક કરી. આ પ્રમાણે શિવલમીના પરિણામવાળું તીવ્ર તપ કરીને પણ નિદાનના કારણે દ્રૌપદી પાંચ પાંડવેની પત્ની થઈ. ખરેખર ! વિષયોની ઈચ્છા બલવાન છે. [૬૪] પરીગમન કરનાર પુરુષ માટે હોય તે પણ તેની લઘુતા થાય છે એમ કહે છે -
अमरनरासुरविसरिस-पोरसचरिओ वि पररमणिरसिओ । विसमदसं संपत्तो, लंकाहिवईवि रंकुव्व ॥६५॥