Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
२६४
શીલપદેશમાલા ગ્રંથને બંધુ વર્ગને ભેગો લઈને મહાન ગૌરવથી સાગરદત્તના ઘરે ગયે. ત્યાં તેણે સુકુમારિકાની માગણી કરી. સાગરદને કહ્યું: સારું, વરને કન્યા આપવાની જ હોય છે. પણ આ સુકુમારિકા મને સદભાગ્યની રેખાની જેમ પ્રાણથી પણ અધિક પ્રિય છે. એના વિના હું એક મુહૂર્ત પણ રહી શકતું નથી. તેથી તમારો પુત્ર સાગર મા ઘરજમાઈ થાઓ. પુત્રની સાથે વિચારણા કરું છું એમ કહીને જિનદત્ત ઘરે ગયે. જિનદત્ત તે વાત સાગરને કહી. સાગર મૌન રહ્યો. જેને નિષેધ ન કરાય તે સંમત છે એમ માનતા જિનદત્તે સાગરદત્તને કહ્યું કે મારો પુત્ર તમારા ઘરજમાઈ બનશે.
મહાન ઋદ્ધિથી તે બેન લગ્નમહોત્સવ થયે. તે વખતે હસ્તમોચન સમયે સસરાએ સાગરને ઘણું ધન આપ્યું. ત્યાં સૌભાગ્યવંતી સ્ત્રીઓનું યથાયેગ્ય સન્માન કરવામાં આવ્યું. સાગર અને સુકુમારિકા એ બંનેએ શયનગૃહમાં પલંગને આશ્રય લીધે. સર્વપ્રકારના ભોગોની સાધન-સામગ્રી હોવા છતાં કર્મના કારણે સાગરને સુકુમારિકાને સ્પર્શ અંગારા જે લાગ્યું. જાણે ભયંકર ઉનાળામાં બળતી અગ્નિની ભઠ્ઠીમાં રહ્યો હોય તેમ સાગરે એક ક્ષણ ભયંકર એક વર્ષની જેમ પસાર કરી. સુકુમારિકા ઊંઘી ગઈ એટલે તે નાશીને પિતાના ઘરે જ રહ્યો. પતિ વિનાની અને જાણે હારની પંક્તિ હોય તેવી સુકુમારિકા શય્યામાં જ રહી. પતિની જેમ નિદ્રાથી તાજાએલી, અર્થાત્ જાગેલી, સુકુમારિકા આમ-તેમ જઈને ચૂથથી ભ્રષ્ટ થયેલી હરણીની જેમ રડવા લાગી. સુકુમારિકાને પતિથી તજાએલી અને રડતી જોઈને દાસીએ સુભદ્રાને આ વિગત જણાવી. સુભદ્રાએ પતિને જણાવ્યું. સાગરદત્ત પણ જમાઈની વિગત જિનદત્તને જણાવી. તેથી જિનદત્તે આક્ષેપપૂર્વક પુત્રને તિરસ્કાર કર્યો. તે આ પ્રમાણે- વૈર્યના સાગર હૈ સાગર! કુલન તે આ સારું ન કર્યું. કારણ કે સ્વજનનું અપમાન ન કરવું જોઈએ. જેને આપણે સ્વીકાર કર્યો હોય તે ગુણવાન હોય કે ગુણરહિત હોય તે પણ તેને ત્યાગ ન કરે જોઈએ. શંકર કલંકવાળા અને વક્ર ચંદ્રને ત્યાગ કરતા નથી. તેથી હે વત્સલ! હમણાં પણ સુકુમારિકા પાસે જઈને તેને આદર કર, કુળમાં સ્વજનની અવજ્ઞાથી થનારા નવા દેષને ન કર. સાગરે સ્પષ્ટ કહ્યું અગ્નિમાં પ્રવેશ કરું એ સારું છે પણ ઘરે નહિ જાઉં. હવેથી તે મારી બહેન છે. જિનદત્તના ઘરની ભીંતના આંતરે રહેલા સાગરદત્તે આ બધું સાંભળ્યું. જેની આંખમાંથી આંસુઓ ખરી રહેલા છે એવા જિનદત્તે ઘરે આવીને પુત્રીને કહ્યું: હે પુત્રી ! સાગર તારા ઉપર કઈ પણ રીતે તે રીતે વિરક્ત થયો છે કે જેથી અંગારાની ગાડીની જેમ તને સ્વપનમાં પણ ઈચ્છતું નથી. તેથી તારા માટે અન્ય પતિને વિચારીશ. ગામડિયા માણસે રત્નને દેશવાળ કહે તેથી રત્ન અલ્પમૂલ્યવાળું બની જતું નથી.
૧. અહીં “સંભ્રમ' અર્થ માં માતા પ્રગ બે વાર થયેલ છે.