Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
૨૭૦
શીલપદેશમાલા ગ્રંથને
થઈ ગયા. ક્રીડાથી થાકી ગયેલા તે બે હાથને એશીકું બનાવીને સૂઈ ગયા અને જાણે પિતાના કાર્યથી ત્રાસી ગયા હોય તેમ તેમનાં ને તત્કાલ મીંચાઈ ગયાં. તે વખતે વડીનીતિ માટે અશોકવનમાં ગયેલા દેવદત્ત સેનીએ પુત્રવધુની સાથે સૂતેલા જરપુરુષને જે. પુત્રવધુની સાથે સુતેલે આ પુરુષ જાર જ છે એ નિર્ણય કરવા માટે તે વૃદ્ધ જલદી ઘરે સુતેલા છોકરાને જે. ઘરમાં સુતેલા પુત્રને જોઈને તેણે હૃદયમાં આ પ્રમાણે વિચાર્યું- પુત્રવધૂના અસતીપણાની વાત ઉપર મારે પુત્ર વિશ્વાસ નહિ કરે. આમ વિચારીને તેના પગમાંથી ઝાંઝર લઈને સસરે જ રહ્યો. સસરાએ ઝાંઝર આસતેથી લીધું હોવા છતાં તેને જાણીને દુર્ગિલા જાગી ગઈ. (અહીં કવિ વાચકને પૂછે છે કે-) કામી છાને જાણે ભય પામી હોય તેમ ગાઢનિદ્રા ક્યાંથી હોય તે તું કહે અસતી તેણે જારને કહ્યુંમારા સસરા આપણને જોઈ ગયા છે. એથી તું મને જલદી સહાય કર. જાર પુરુષ તેને સ્વીકાર કરીને ઉપરનું વસ્ત્ર પહેરીને ઘરે ગયે. દુર્ગિલા પણ પતિનું ગાઢ આલિંગન કરીને પતિની પાસે સૂઈ ગઈ. જાણે સંતાપ પામતી હોય તેમ તે અસતીએ પતિને જગાડીને કહ્યું હે સ્વામી! હું અહીં ઘામથી પીડાયેલી છું. આજે મને અહીં ઊંઘ આવતી નથી. તેથી વાયુના સંચારથી શીતલ બનેલા અશોકવનમાં આવે. સરલ આશયવાળે દેવદિન્ન ઉઠીને અશોકવનમાં ગયા. ત્યાં પણ તે તત્કાલ ઊંઘી ગયે. સરળ જીવને પુણ્યરૂપી લમીની જેમ નિદ્રા સુલભ હોય છે. દુળિલા પણ પતિને સંપૂર્ણ શરીરે આલિંગન કરીને નટડીની જેમ સૂઈ ગઈ. જેમ દરિદ્રી મનુષ્યને લક્ષમી ન મળે તેમ સુદ્ર છને નિદ્રા ક્યાંથી હોય? ધૂતારી દલિાએ પતિને કહ્યું. આપના કુળમાં
આ રિવાજ કેવો છે કે સૂતેલી પુત્રવધૂનું ઝાંઝર સસરે લઈ જાય. આવા રિવાજને ધિક્કાર થાઓ. મારું શરીર પૂર્ણ ઢાંકેલું ન હતું. આવી સ્થિતિમાં નિર્લજજ તમારા પિતા મારા ડાબા પગમાંથી ઝાંઝર લઈને એકદમ કેમ જતા રહ્યા? દેવદિને કહ્યું છે ભદ્રા ! તું દુઃખી ન થા, ક્ષણવાર સૂઈ રહે, સવારે પિતાને ઠપકો આપીને તને ઝાંઝર અપાવીશ. દુર્ગિલા બેલીઃ હે મૂર્ખ ! તમે જાણતા નથી કે સવારે તમારા પિતા છેટું બેલશે કે મેં આ પુત્રવધૂને જાપુરુષની સાથે જોઈ છે. તમારી આ આળસથી મારા પ્રાણને નાશ થશે. તેથી હે પ્રિય ! હમણાં જ જઈને વૃદ્ધા પાસેથી ઝાંઝર લઈ આવે. પતિએ કહ્યું- હે પ્રિયા ! શંકા ન કર. મને (તારા ચારિત્ર વિષે) સંશય નથી. ઘટતી બુદ્ધિવાળા મારા પિતાને સવારે હું જે પ્રમાણે કહીશ તે તું જે જે, દુર્ગિલા બેલી તમે પિતાનું મોટું જોઈને મને બીજી રીતે (=અસતી) માનશે. તેથી મારા જીવનને ધિકાર હે ! પ્રિયાને આંસુયુક્ત મુખવાળી અને કલંકભીરુ જાણીને દેવદિને પિતાનામાં વિશ્વાસ પમાડનારા સેંકડે સેગન લીધા. ચીને આધીન બનેલા પુરુષે શું નથી કરતા?
૧. અહીં ૩vપત્યા વિના એ પદમાં રહેલ આદિ શબ્દનો અર્થ રવયં સમજી લેવો. વાક્યની ફિલષ્ટતાના કારણે અનુવાદમાં તેને અથ લખ્યો નથી.