Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
૨૬૨
શીલેાપદેશમાલા ગ્રંથના
બુદ્ધિ ડૂબેલી છે એવા ફૂલવાલક સાધુ શીલખ‘ડનથી થયેલા પાપના કારણે અનેક ભવ સુધી ઘણું ભમશે. [૬૩]
અંતરમાં વિષયરસની તૃષ્ણાથી ચ ચળતા હોય ત્યારે તપશ્ચર્યા પણ નિરક બને છે એમ જણાવે છે –
समणी विहु विसयरसा, पुव्वभवे दोवई कयनियाणा । सिवदायगं वि हु तवं, मुहाइ हारिंसु ही मोहो ||६४ ||
ગાથા:- પૂર્વ ભવમાં દ્રૌપદી સાધ્વી બની હોવા છતાં સક્તિના ) કારણે નિયાણું કરીને માક્ષદાયક પણ તપને વ્ય
માહ ખેદારી છે.
વિષયરસના (ભેાગાહારી ગઈ. ખરેખર!
ટીકા- આ પ્રમાણે ગાથાના સક્ષેપથી અથ છે. વિસ્તારથી અર્થ તે આ પ્રમાણે છેઃ—
દ્રૌપદીનુ દૃષ્ટાંત
સર્વ ગર્વિષ્ઠ શત્રુને કપાવનારી ચ'પા નામની મહાનગરી હતી. તે નગરીને મણિમય કિલ્લે દેવીએ માટે આરિસાસમાન હતા. તે નગરીમાં જાણે ત્રણ ગુણ્ણા હોય તેવા ત્રણ બ્રાહ્મણુ ખંધુએ હતા. સ્થિર ચિત્તવાળા તેમનાં સામદેવ, સામભૂતિ અને સામદત્ત એવાં નામેા હતા. તેમની ગાઢ પ્રેમવાળી અનુક્રમે નાગશ્રી, ભૂતશ્રી અને યજ્ઞશ્રી એવા નામથી પ્રસિદ્ધ ત્રણ પત્નીઓ હતી. બધાએ વારાફરતી એક ઘરમાં ભાજન કરવુ' એવી ત્રણે મ એની વ્યવસ્થા હતી. એક દિવસ પોતાના વારાના દિવસે હૃદયમાં આનંદ પામેલી નાગશ્રીએ વિવિધ સ્વાદવાળા શાકેાથી મનેાહર રસોઈ તૈયાર કરી. તેણે અજાણતાં પાકેલું કડવી તુંબડીનુ ફૂલ અનેક દ્રવ્યાના સસ્કાર કરીને પકાવ્યું, અર્થાત્ પાડેલી કડવી તુંખડીનું શાક ખનાવ્યું. રંધાઈ ગયા પછી આ તુંબડીનું ફળ કડવું છે એમ જાણવા છતાં કર્માંના દુવિપાકના કારણે કૃપણ તેણે તેટલી વસ્તુ નકામી જશે એમ વિચારીને સર્પથી 'સાયેલી આંગળીની જેમ તેના ત્યાગ ન કર્યા. અતિશય લાભી બ્રાહ્મણીએ કડવી તુંબડીનું ફુલ પકાવીને=રાંધીને વાસણમાં રાખી મૂકયુ'. કડવી તુંબડીના ફલ સિવાય બીજી ભાજનવાનગીઓથી કુટુંબને ભેાજન કરાવ્યું. પતિ અને દિયર વગેરે ભાજન કરીને ક્ષણવારમાં બહાર ગયા.
આ તરફ સાનવડે સૂર્યસમાન અને નિષ્પાપ ચારિત્રનું સ્થાન એવા ધમ ઘાષ નામના આચાય તે નગરીના ઉદ્યાનમાં પધાર્યા. તેમના ધમ રુચિ નામના શિષ્ય માસખમણના પારણે જેમ એકડા કતલખાનામાં જાય તેમ નાગશ્રીના ઘરે ગયા. બ્રાહ્મણીએ વિચાર્યું : આમાં (=કડવી તુ ખડીના શાકમાં) કરેલા અનેક વસ્તુએના વ્યગ્ર નકામા ન