Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
२४४
શીલપદેશમાલા ગ્રંથને આકર્ષાયેલું હોય તેમ રાજમાન્ય અને અનુરાગી આ પુરુષ તારા સંગને ઈરછે છે. શીલવતીએ કહ્યું: યૌવનલકમીનું ફળ લેવું એ ઉચિત છે. પણ કુલીન નારીઓને અન્ય પુરુષને સંગ કરો એગ્ય નથી. આમ છતાં જે મનવાંછિત મળે તો આ પણ કરાય. કારણ કે પરિણામે અભય પણ વસ્તુ સ્નેહ અને લોભથી ફલને ગ્રહણ કરનારી થાય છે=ભય થાય છે, અર્થાત્ માણસ સ્નેહ અને લેભથી અભય પણ વસ્તુનું ભક્ષણ કરે છે. તેથી દૂતીએ પૂછ્યું તું કેટલું ધન માગે છે? અર્થાત્ તારે કેટલું ધન જોઈએ છે? હમણાં તૈયારી માટે તે અર્ધો લાખ ઘન મને આપે. ફરી બીજું અર્થે લાખ ધન લઈને પાંચમા દિવસે પિતે આવે. જેથી ત્યાં સુધીમાં હું એ સુખે બેસી શકે તેવું આસન તૈયાર કરી રાખું. હર્ષ પામેલી દૂતીએ તે વાત અશોકને જણાવી. અશોકે આપેલું અર્ધો લાખ ધન દૂતીએ શીલવતીને આપ્યું. પછી સુંદર બુદ્ધિવાળી શીલવતીએ ગુપ્ત રીતે પિતાના માણસે દ્વારા એરડાની અંદર મજબૂત (ઊંડો) ખાડે દાવે. ખાડાની ઉપર વણાટ વિનાને (પ) પલંગ મૂક્યો. તેની ઉપર વસ્ત્ર પાથરી દીધું. સૌભાગ્યથી જગતને તૃણસમાન માનતે અને (કામના કારણે) પાગલ બનેલ અશોક પાંચમા દિવસે હાથમાં તાંબૂલ લઈને અને અર્ધો લાખ લઈને આવ્યો અને પલંગ ઉપર બેઠે. બેસતાં જ એકદમ ખાડામાં પડી ગયે. જેમ જીવને નરકભૂમિમાં રાખે તેમ તેને ખાડામાં રાખ્યું. દોરડાથી બાંધેલા શકેરા દ્વારા તેને ભજન અને પાણી આપતી હતી.
એક મહિને થયે એટલે રાજાએ હાંસી–મશ્કરી કરનારા મંત્રીઓને કહ્યુંઃ અશોક હજી સુધી આવ્યો નથી. તેનું કાર્ય થયું કે નહિ? પછી રાજાએ રતિકેલિને ધન આપીને જવાને આદેશ કર્યો. શીલવતી સાથે કામક્રીડા કરવાની ઈચ્છાવાળો રતિ કેલિ નંદનનગર આવ્યું. શીલવતીએ તેની પાસેથી પણ એક લાખ ધન લઈને તેને પણ ખાડામાં પાડો. ખરેખર! સારી રીતે જેલી બુદ્ધિથી ક્યાંય પણ અસાધ્ય શું છે? એ પ્રમાણે કર્મ કરીને કામાંકુર અને લલિતાંગને પણ એક એક લાખ લઈને ખાડામાં નાખ્યા. અહીં કવિ કલ્પના કરે છે કે, મહાસતી શીલવતીએ જાણે ચાર પુરુષના બહાને ચારગતિના સંસાર દુકાને પાતાલમાં નાખી દીધા. સિંહરથ રાજાએ શત્રુને જીતીને નગરમાં પ્રવેશ કર્યો. નગરજનેએ રાજાના નગરપ્રવેશ સમયે મંગલ નિમિત્તે પુષ્પમાળાએની રચના કરી. હવે દીન મુખવાળા અને ભૂખથી પીડાતા ખાડામાં પડેલા તે પુરુ
એ શીલવતીને કહ્યું કે આત્માને નહિ જાણનારા મનુષ્ય અમારી જેમ દુઃખનું ભાજન થાય છે. અમે તારું માહાસ્ય જાણ્યું નહિ. તારા આદેશને કરનારા અમને એકવાર આ નરક જેવા ખાડામાંથી બહાર કાઢ. શીલવતીએ કહ્યું: હું જે પ્રમાણે કહે તેમ કરે તે હું તમને છૂટા કરું. તેમણે કહ્યું અમારે જે કરવા એગ્ય હોય તે કહે શીલવતી બેલી. હું જ્યારે “એ પ્રમાણે થાઓ” એમ કહું ત્યારે તમારે પણ