Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
૨૫૪
શીલપદેશમાલા ગ્રંથને એક મેટે થાળ મૂક્યો. પછી તે થાળને જાણે પોતાના ગુણોથી ભરતી હોય તેમ મનહર ફલેથી ભર્યો. પહેલાંથી શિખવી રાખેલી દાસીઓએ નવાં નવાં વસ્ત્રોથી ઢાંકેલી નાની તપેલીએ રાજાની આગળ મૂકી. જાણે પિતાની મરજી મુજબ રહિણીના લાવણ્ય રસને જલદી પી પીને તૃષાથી પીડાયો હોય તેમ રાજાએ રહિણી પાસે સરબતની માગણી કરી. તેથી રહિણીએ નવી નવી તપેલીમાંથી તેને સ્વાદ ચખાડ્યો. તેણે બધી તપેલીઓમાં એક જ સ્વાદને અનુભવ થયે. આથી વિસ્મય પામેલા રાજાએ રોહિણને કહ્યુંઃ જેમ પકવાન્નોની સાથે શાકોના સ્વાદમાં ભેદ પડે છે તેમ છે મુગ્ધા! જુદા જુદા ઢાંકણુઓથી શું સ્વાદમાં ભેદ પડે? રોહિણી બેલી: હે રાજન! અહીં મૃગની જેમ તૃષ્ણા તરફ દેડતે કણ મુગ્ધ છે તે વિવેકપૂર્વક વિચારવાથી આપને ખબર પડશે. જે તપેલીના ઢાંકણાના ભેદથી સ્વાદમાં ભેદ ન થાય તે શું રૂપ અને વેષ વગેરેના ભેદથી સ્ત્રીઓમાં ભેદ થાય? જેમ કેઈ બ્રાંતિથી આકાશમાં અનેક ચંદ્રોને જુએ તેમ કામુક પુરુષ કામરૂપ ભ્રમની ભ્રાંતિથી સ્ત્રીઓમાં મેહ પામે છે. જેમ સૂર્યકાંત મણિ સૂર્યદર્શનથી અતિશય પ્રજવલિત બને છે તેમ મૂઢ પુરુષને કામરૂપી અગ્નિ પ્રદર્શનથી અતિશય પ્રજવલિત બને છે. વળી– હે દેવ! આપ જ પ્રજાના પિતાતુલ્ય છે. આપ જ બધા લેકેનું ભેદભાવ વિના રક્ષણ કરનાર છે. જે આપનાથી પણ અન્યાયની પ્રવૃત્તિઓ પ્રગટ થાય તે ચંદ્રમાંથી અંગારાની વૃષ્ટિ થઈ ગણાય. ન્યાયયુક્ત પણ વિષયનું સુખ નરકની ખાણ છે, સુગતિરૂપી સંપત્તિઓને ક્ષય કરનાર છે, પાપનું નગર છે, તે પછી જે આ અન્યાયયુક્ત વિષયસુખ છે તેના માટે શું કહેવું? તેથી આ૫ કુલાચારને યાદ કરે, સુવિચારરૂપી માર્ગને ત્યાગ ન કરે. આ પ્રમાણે રહિણીના વચનથી રાજાના જ્ઞાનરૂપી નેત્ર ઉઘડી ગયા. આથી રાજાએ અન્યાયરૂપ ચાંદાને રુઝવનારી રોહિણની પાસે પિતાના અપરાધની ક્ષમા માગી. તેણે હિણીને કહ્યુંઃ હે ભદ્રા! દુરાચારને ઉપદેશ આપનારા પગલે પગલે હોય છે, પણ હિતકર વસ્તુનું દાન કરનારા (=હિત માટે ઉપદેશ આપનારા) કેઈક વિરલા જ હોય છે. તે આ અપજશરૂપ અંધકારવાળા મહાન કૂવામાંથી મારો ઉદ્ધાર કર્યો છે. તેથી પરમાર્થથી તું મારી બહેન છે, અથવા ગુરુ છે. આ પ્રમાણે સતીને કહીને સત્કાર્ય કરનાર નંદરાજા સતીના ગુણોના ઉત્કર્ષને યાદ કરતે કરતે. પિતાના ઘરે ગયે.
- આ તરફ ધનાવહને લાંબા કાળના વિરહથી પત્નીને મળવાની ઉત્કંઠા થઈ. તે અન્ય દ્વીપમાંથી ધન મેળવીને ઘરે આવ્યા. રોહિણીએ પણ ધનાવહન મુખરૂપી ચંદ્રની
સ્નારૂપી અમૃતમાં તરીને પોતાના નેત્રોરૂપી નીલકમલને લાંબા કાળે કૃતાર્થ કર્યા. ક્યારેક વાચાળ દાસીના મુખથી રાજાના આગમનને વૃત્તાંત સાંભળીને ધનાવહે હૃદયમાં આ પ્રમાણે વિચાર્યું વાનર મધપુડાને, ભૂખે માણસ આહારને અને કાગડો નિર્જનસ્થાનમાં દહીંની ઘડીને પામીને શું મૂકી દે? તે પ્રમાણે લાવણ્યરૂપી અમૃતની