Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૪૯
કાળથી નિદ્રા નહિ આવવાના કારણે શસ્યામાંથી ઉઠીને ઉદ્યાનમાં ગઈ. ઉદ્યાનનું શિલાતલ ચંદ્રના પ્રકાશથી ઉજજવલ બન્યું હતું. પતિવિયેગની પીડાથી દુખી બનેલી પતિવ્રતા સતી તે શિલા ઉપર સૂતી. તેણે શિલાને બળતા અંગારાની ગાડી જેવી માની. હવે તે કેમળ સ્પર્શવાળા અશક–વૃક્ષના પાંદડાંઓને શિલાતલ ઉપર પાથરીને સૂતી. ફરી તેણે ચંદ્રનાં કિરણેને દંડ જેવા જાણ્યાં. વિલાપ કરતી તે બેલી હા ! જલદી જવાની ઈરછાવાળા પતિએ તે વખતે મને બોલાવી પણ નહિ. તેથી આ પ્રમાણે મારા નિરર્થક આ જીવનથી શું? પતિના વિયેગથી વિહલ બનેલી સતી નંદયંતી પતિના ગુણેને યાદ કરી કરીને ફાંસે ખાવાની ઈચ્છાવાળી થઈ અને એથી ઘરની પાસેના બગીચાના વૃક્ષની પાસે ગઈ ત્યાં ભવે ભવે ગુણોને ભંડાર તે જ મારો પતિ થાઓ એમ બોલી. પછી તે જેટલામાં પોતાના ઉપરના વસ્ત્રથી (=સાડીથી) વૃક્ષશાખામાં ફાંસે ખાવાના બંધનથી પિતાની કાયાને બાંધે છે તેટલામાં સમુદ્રદત્તે કુદીને ફાંસાને છેદી નાખે. પછી સમુદ્રદત્ત તે જ વખતે ઉછળતા અતિશય રાગથી તે દિવસે નાખેલ તેને, જેમ લેહચુંબક લેઢાની કેશને ભેટે તેમ, ભેટયો. અર્થાત્ સમુદ્રદત્ત તેની સાથે કામકીડા કરી. પછી પ્રસન્ન થયેલી પત્નીને પૂછીને (=કહીને) ફરી તે વહાણમાં આવ્યું. કર્મની અનુકૂલતાથી તે સમુદ્રના પારને પામ્યા. - ગર્ભવતી અને ગુપ્ત ઉદરવાળી નંદયંતીએ હર્ષ પામીને સુખપૂર્વક ત્રણ માસ પસાર કર્યા. જેમ વજીની ભૂમિમાં વજાની સળી અને ધનવાળી ભૂમિમાંથી નિધાન પ્રગટ થાય તેમ ક્રમે કરીને તેનો ગર્ભ કંઈક પ્રગટ થયે. સસરાએ કલ્પના કરી કે મારી પુત્રવધૂ ચક્કસ અસતી છે. કારણ કે પુત્રે પ્રયાણ કર્યું ત્યારે આ ઋતુવંતી હતી. કહ્યું છે કે– માત્ર ઉપરથી સદાચારવાળા વર્તનથી સ્ત્રીઓમાં વિશ્વાસ ન કરે. તેવી સ્ત્રીઓ કિંપાકફળના ભક્ષણની જેમ પરિણામે અશુભ ફલવાળી થાય છે તેથી ચક્કસ આને ચાંડાલણની જેમ અમારી પંક્તિમાંથી દૂર કરવી જોઈએ. જેથી નિષ્કલંક અમારા કુળમાં ગળીનો ચાંદલોકડાઘ ન થાય. આ પ્રમાણે વિચાર્યા પછી પુત્રવધૂને તત્કાલ ત્યાગ કરવાની ઈચ્છાવાળા શેઠે નિષ્કરુણ નામના માણસને કહ્યું કે, આ પુત્રવધૂનો વનમાં ત્યાગ કર. તે પણ કઈ પણ બહાનાથી સતીને જંગલમાં લઈ ગયો. જેમ સર્ષની કાંચળીના ભ્રમથી મતીની માળાને મૂકી દે તેમ તેણે સતીને જંગલમાં જલદી મૂકી દીધી. તેણે સતીને કહ્યું- હે શ્રેષ્ઠ શ્રી ! કેઈ કારણથી તને જંગલમાં છોડી દેવા મને કહ્યું છે. આથી હવે તું તારી મરજી મુજબ જ્યાં જવું હોય ત્યાં જા. આ પ્રમાણે કહીને તે જેટલામાં પાછો ફરે છે તેટલામાં ઓચિંતા આવી પડેલા સંકટના ભયથી ગભરાયેલી મહાસતી મૂછ ખાઈને મૂળથી છેદાયેલી વેલડીની જેમ ભૂમિ ઉપર પડી. વનના ઘણે ઠંડા પવનથી તેની મૂછ દૂર થતાં તે બેલી: હહા! કયા અપરાધથી મારે ત્યાગ કર્યો ? આ
૩ર