Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
२४०
શીલોપદેશમાલા ગ્રંથને,
ગ. શીલવતી બેલીઃ હે સસરાજી! તે વખતે રાતે આપ જાગતા હતા ત્યારે ભાગ્યહીન હું શિયાળવીને અવાજ સાંભળીને ઊભી થઈ. ઘડો લઈને હું નદીએ ગઈ ઘડાથી હું નદી તરીને સામે કિનારે ગઈ. પછી જલમાંથી મડદું ખેચ્યું. એ મડદું મેં શિયાળવીને આપ્યું. તે મડદાની કેડમાં બાંધેલા અમૂલ્ય આભૂષણોને લઈને ઘડામાં નાખીને હું જલદી પિતાના ઘરે આવી. એ આભૂષણને મેં પૃથ્વીમાં દાટી દીધા. તે આભૂષણે તે પ્રમાણે જ રહેલા છે. આ દુર્નતિથી હું આટલી પૃથ્વી સુધી આવી. હમણું કરંબની માગણી કરતો આ કાગડે કહે છે કે, કરીર વૃક્ષના મૂળની નીચે દશ લાખ સોનામહોર છે. તેથી હું કહું છું કે હે કાગ ! ક્ષત ઉપર ક્ષાર નાખવાની જેમ અહીં અશુભ ફલવાળું આ વચન ફરી ફરી મને ન કહે. તેથી સંભ્રમપૂર્વક કાનને હલાવતા (=મસ્તકને ડોલાવતા) વૃદ્ધે પૂછયું: હે પુત્રી ! શું આ સાચું છે? શીલવતીએ જવાબ આખે આમાં શે સંશય છે? અર્થાત્ આ સાચું છે. તેથી વૃદ્ધે યુવાનની જેમ કેડ બાંધીને હાથમાં જેમ કમલ ગ્રહણ કરે તેમ લોખંડની કોદાળી લીધી. કાગડાને સ્વજનની જેમ કરો અપાવીને પોતે આદરથી કેરડાના વૃક્ષના મૂળને દવાનું શરૂ કર્યું. જાણે શીલવતીના ગુણ હોય તેવા સોનામહોરના કલશે પ્રગટ થયા. જાણે શીલવતીના દેને દૂર કરતો હોય તેમ (કળશની ઉપર રહેલી ધૂળને દૂર કરી. વૃદ્ધ વિચાર્યું અહો ! મારા ઘરમાં આ વહુ મૂર્તિમંત લક્ષમી જ છે. જેમ કેઈ કાચની ભ્રાંતિથી મરકતમણિની અવગણના કરે તેમ મેં (વેષભ્રાંતિથી) તેની અવગણના કરી. આ પ્રમાણે વિચારતા તેણે સેનામહોરોના કલશને જલદી રથમાં મૂક્યા, અને પોતાને અપરાધ જણાવીને શીલવતી પાસે ક્ષમા માગી. જેમ યુદ્ધમાં વિજયી બનેલ રાજા વગેરે યુદ્ધમાંથી રથને પાછે વાળે તેમ, વહુની પ્રશંસા કરતા અને ઘરમાં રહેલા ધનને જોવામાં ઉત્સુક બનેલા તેણે રથને પાછો વાળે. વહુએ કહ્યુંઃ હે પિતાજી અહીંથી મારા પિતાનું ઘર નજીકમાં જ છે. તેથી મારા માતા-પિતાને મળવા માટે આ ઉચિત અવસર છે. શેઠે કહ્યું: હે પુત્રી ! તારા પિતાના ઘરે જવાના આગ્રહને છોડી દે. હમણુ કુલને ઉજજવલ કર, રથ ઉપર બેસ અને જલદી મારા મને રથને પૂર્ણ કર. કુશળચિત્તવાળી તેણે સસરાની દાક્ષિણ્યતાથી તે પ્રમાણે કર્યું. હર્ષિત ચિત્તવાળા શેઠે રથને પાછો વાળે..
શીલવતીએ પૂર્વે જે જે કહ્યું હતું તે તે બધુંય હેતુપૂર્વક કહ્યું હતું એમ માનતો શેઠ પર્વતની તળેટીમાં વસેલા ઉજજડ ગામ પાસે આવ્યા. શેઠે મધુર વાણીથી કહ્યું છે પુત્રી ! તારું વચન હેતુથી રહિત નથી, અર્થાત્ તે પૂર્વે જે જે કહ્યું હતું તે તે બધુંય હેતુપૂર્વક કહ્યું હતું. તેથી (હું તને પૂછું છું કે) ઉજજડ આ ગામને તે આ ગામ લોકથી ભરેલું છે એમ કયા કારણથી કહ્યું હતું? શીલવતીએ કહ્યું: હે પિતાજી! આ કારણ પ્રસિદ્ધ છે. લકે હેય તેટલા માત્રથી આપણું કામ થતું નથી. જ્યાં કઈ પણ સ્વજન હોય તે સ્થાન લેકેથી શૂન્ય હોય તે પણ સુંદર છે. આપને આવેલા