Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
૨૩૯
ગુજરાતી ભાવાનુવાદ વિચાર્યું અહો ! પ્રતિકૂળ આચરણવાળી આ કુશિષ્યની જેમ ઉપેક્ષાને યોગ્ય છે. આમ શીલવતીની ઉપેક્ષા કરીને પોતે વડલાની છાયામાં સુખપૂર્વક બેઠે. પછી શેઠ ત્યાંથી ચાલ્યા. આગળ જતાં ક્યાંક નાના ગામડામાં જલદી તૂટી જાય એવી ત્રણ ચાર ઝુંપડીએ જોઈને શેઠે ગામડાને ખરાબ હાલતવાળું કહ્યું. તેથી બુદ્ધિમાન મનુષ્યમાં ઉત્તમ શીલવતી કંઈક વિચારીને મોટા અવાજે બેલીઃ આ સ્થાન જનસમૂહથી ભરેલું છે. ખિન્ન બનેલા શેઠે ચિત્તમાં વિચાર્યું: વિપરીત શિક્ષાવાળા અશ્વની જેમ આ વહુ બધી રીતે ઉલટી છે. શેઠે જેટલામાં આમ વિચાર્યું તેટલામાં શીલવતીને માને ત્યાં આવ્યું. તે શેઠને આદરપૂર્વક પોતાના ઘરે લઈ ગયે અને ભોજન વગેરેથી તેની ભક્તિ કરી. તેણે શેઠને રેકાવાને આગ્રહ કર્યો. પણ શેઠ તે જવાની જ ઉત્કંઠાવાળા હતા. શીલવતીના મામાએ તેને વસ્ત્ર વગેરેથી સત્કાર કર્યો. શેઠ વહુની સાથે આગળ ચાલ્યા.
જંગલમાં આવેલા શેઠે રથને વૃક્ષની છાયામાં રાખે. ભોજન કર્યા પછી થાકેલા શેઠ ક્ષણવાર રથ ઉપર સૂતા. ત્યાંથી પિતાનું ઘર નજીકમાં છે એમ જાણતી, શુભ આચારવાળી અને પોતાના કાર્યની પ્રાપ્તિથી (=પોતાનું કાર્ય હવે સિદ્ધ થશે એથી) હર્ષ પામેલી વહુ જમવા બેઠી. આ વખતે કેરડાના વૃક્ષના ગુચ્છ ઉપર બેઠેલે કાગડે બોલવા લાગ્યો. તેની ભાષાને જાણીને શીલવતીએ કહ્યું: અરે! કકળાટ કેમ કરે છે ? આ સાંભળીને શેઠે વિચાર્યું: વાચાળ અને દુરાચારવાળી આ અહીં મનુષ્ય કેઈન હોવાથી પક્ષીઓ સાથે પણ બોલે છે. 'કરંબાને જેવામાં ઉત્કંઠ કાગડો અતિશય બોલી રહ્યો હતું ત્યારે અવસરને વિચારીને શીલવતીએ નિઃશંકપણે મોટેથી કહ્યું હે કાગ ! એક દુર્તીતિથી હું પતિથી છૂટી પડી. હવે જે બીજી દુનતિ આચરવામાં આવે તે હું મારા માતા-પિતાને પણ ન મળી શકું. જાગતા શેઠે ગૂઢ અભિપ્રાયવાળા આ વચનને સાંભળીને શીલવતીને કહ્યુંઃ હે પુત્રી ! દુનતિથી એમ કેમ બોલે છે? શીલવતી બોલીઃ હે સસરાજી! હું તદ્દન સાચું જ કહું છું. કારણ કે ચંદનની જેમ મારા ગુણે જ દેષ માટે થયા છે. પુષ્પસમૂહ વૃક્ષની ડાળનો ભંગ કરે છે. પીછાંઓના ભપકાના કારણે મેરની ગતિ મંદ થાય છે. એથી પીછાંઓને ભપકો મેરના વધ માટે થાય છે. સુંદર ચાલવાળા ઉત્તમ અશ્વ બળદની જેમ ભાર વહન કરાવાય છે, ગુણવાન માણસમાં પ્રાયઃ કરીને આ ગુણે વૈરી થાય છે. મૂઢ મેં બાલ્યાવસ્થામાં બંધુના આગ્રહથી સર્વ શાસ્ત્રોમાં મુખ્ય પક્ષીત નામના શાસ્ત્રનો અભ્યાસ કર્યો. જેમ ગાડિકની વાણીથી સર્પથી ફંસાયેલ માણસ ક્ષણવારમાં ઊભે થાય તેમ શેઠ ક્ષણવારમાં રથમાંથી ઊભા થઈને જલદી શીલવતીની પાસે
૧. દહીં અને ભાતના મિશ્રણથી થતી એક ભોજનની વાનગી. તે સમયે શીલવતી કરંબો ખાઈ રહી હતી. માટે કાગડો કરંબાને મેળવવાની આશાથી કરબાને જોવામાં ઉકંઠ હતા.
૨. ચંદનમાં શીતલતા અને સુવાસ વગેરે ગુણે છે, આથી તે ઘસાય છે, કપાય છે. આથી તેના ગુણો દેષ માટે થાય છે.