Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
૨૩૪
શીલપદેશમાલા ગ્રંથો તરવને જાણનારી મારી બુદ્ધિ આનંદિત થતી હતી. જ્ઞાન દ્વારા પરોપકાર કરવા છતાં હું જ્ઞાનને નિરર્થક હારી ગયે. વ્રતને વિરાધીને અંતસમયે નિરર્થક વ્રતની શુદ્ધિ ન કરી. મરણ પામીને આ જંગલમાં હું ઉત્તમ પોપટ થયે. નજીકના કાળમાં જ (=પૂર્વ ભવમાં) ભણેલા શાસ્ત્રજ્ઞાનના બળથી હું તિર્યંચના ભાવમાં પણ ભણનારે અને વાણીમાં કુશળ થયે. તેથી હાથમાં જ્ઞાનરૂપી દીપક પ્રાપ્ત થવા છતાં પુણ્યરહિત હું ચારિત્રમાર્ગની વિરાધના કરીને તિર્યંચગતિમાં જન્મરૂપ સમુદ્રમાં શા માટે ડૂબી ગયો ? હવે પછી હું સદા આ નાથને વંદન કરીને જ ભેજન લઈશ એ આ નિયમ મારે આ ભવમાં પણ હો. સુચના પણ તીર્થકરને ભક્તિથી નમીને અને પૂજીને પાંજરાસહિત પોપટને લઈને પોતાના મહેલમાં આવી. એકવાર (= જન સમયે) રાજકન્યા સુલોચના પોપટને હાથમાં લઈને જેટલામાં જમવા બેઠી તેટલામાં પોપટ પોતાના નિયમને યાદ કરીને “નમો અરિહંતાણું” એમ બેલીને આકાશમાર્ગો ઉડી ગયો અને તીર્થકરને વંદન કરવા મંદિરમાં ગયે. મનવચન-કાયાની શુદ્ધિથી પોતાની ઈચ્છા પ્રમાણે શ્રી સીમંધર ભગવાનને વંદન કર્યું. પછી ખુશ થયેલ તે ફળોને આહાર કરીને ઉદ્યાનમાં ફરવા લાગ્યા. આ તરફ રાજપુત્રી પોપટના વિગથી આકંદન કરવા લાગી. આથી સુભટે પોપટને પકડવા માટે ગરુડ પક્ષીની જેમ દેડડ્યા. વૃક્ષની ડાળી ઉપર ગુસપણે બેઠેલા તેને જલદી પાશથી બાંધીને સુભટો કન્યાની પાસે લઈ ગયા. રાજપુત્રીએ તેને હાથમાં લઈને પ્રેમવાળા અવ્યક્તવચનથી કહ્યુંઃ માતાતુલ્ય મને છોડીને તું જ રહ્યો એથી હું તારા ઉપર વિશ્વાસ કરતી નથી. આ પ્રમાણે કહીને રાજપુત્રીએ તે ઉડી ન શકે એ માટે ધથી તેની પાંખો જલદી કાપી નાખી. જેમ દુષ્ટ આચરણથી ઉપાર્જન કરેલાં કર્મો જીવને અપાર સંસારરૂપી સાગરમાં રાખે છે તેમ રાજપુત્રીએ તેને પાંજરામાં પૂરી દીધો. પોપટ પણ વિચારવા લાગ્યો કે, પરાધીનતાના દુઃખને ધિક્કાર થાઓ ! હા ! તે વખતે મૂખે મેં સ્વાધીન પણ સંયમની ક્રિયા ન કરી. તેથી હે જીવ! હમણું ગાઢ વેદનાને સહન કર. પાપકર્મના ઉદયવાળા તને જિનમુખને જોવાનો અવસર ક્યાં મળવાનું છે? આ પ્રમાણે ચિંતાના સંતાપમાં ડૂબેલે, હારી ગયેલાઓમાં અગ્રેસર અને વિરાગી તેણે જાણે કર્મના અણુઓને મૂકતે હોય તેમ આંસુઓને મૂક્યા. પછી તે અનશનથી કેટલાક દિવસે મરીને સૌધર્મદેવલોકમાં અતિશય અને અનુપમ વિલાસવાળા દેવ થયે. સુચના પણ પોપટના (વિયેગના) દુઃખથી અનશનપૂર્વક મૃત્યુ પામીને સૌધર્મદેવલોકમાં તેની પ્રિયા થઈ. તે બંને સુખ ભોગવવા લાગ્યા. હે નૃપ ત્યાંથી ચેવેલે પોપટને જીવ તું શંખ નામનો રાજા થયેલ છે, અને સુલોચનાને જીવ આ કલાવતી થયે છે. પૂર્વભવમાં કલાવતીએ પોપટ બનેલા તારી જે પાંખો છેદી તે કર્મના વિપાકથી તે એના બે હાથ કપાવ્યા. સર્વ પ્રકારના શુભ કે અશુભ કર્મનું ફલ અવશ્ય દશ પ્રકારે કે ઘણા પ્રકારે (=દશગણું કે અનેકગણું). થાય છે. આ સાંભળવાથી જાતિસ્મરણને પામીને તે બંને સંયમને સ્વીકાર કરવા તૈયાર