Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૪૯ મારા હૃદયમાં વિષાદ કરે છે. જ્યાં સુધી આ શાસનમાલિન્ય દૂર નહિ થાય ત્યાં સુધી હું ચોક્કસ કાર્યોત્સર્ગ નહિ પારું એમ સંધ્યા સમયે વિચારીને, જિનેશ્વરની પૂજા કરીને, શાસનદેવીનું ધ્યાન કરીને, તે એકાંતમાં કાયોત્સર્ગમાં રહી. એકાગ્ર ચિત્તવાળી તે કાર્યોત્સર્ગમાં રહી તે જ ક્ષણે શાસનદેવીએ પ્રગટ થઈને તેને અત્યંત સ્પષ્ટ કહ્યું કે, હે પુત્રી ! જેમ તપથી પ્રેરાઈને દેવે આવે તેમ હું તારા સરવથી પ્રેરાઈને આવી છું. જલદી કહે, જેથી હું તારું વાંછિત કરું. આનંદ પામેલી સુભદ્રાએ કાર્યોત્સર્ગ પારીને શાસનદેવીને નમીને કહ્યું: શાસનને લાગેલાં આ કલંકને દૂર કરે શાસનદેવીએ સુભદ્રાને ફરી કહ્યું કે હે વત્સ! ખેદ ન કર. સવારે તારી શુદ્ધિ કરવા સાથે ધર્મ પ્રભાવના કરીશ. સુભદ્રાને આ પ્રમાણે કહીને શાસનદેવી અદશ્ય થઈ ગઈ. સુભદ્રાએ શેષ રાત ધર્મમાં જ ચિત્ત રાખીને પસાર કરી.
સવાર થતાં દ્વારપાલે નગરના દરવાજાઓને જોરથી ખેંચીને ઉઘાડવા લાગ્યા તે પણ કઈ પણ રીતે દરવાજા ઉઘડ્યા નહિ. આથી આકંદન કરતા પશુઓ અને સઘળા ય નગરજને વ્યગ્ર બની ગયા. વ્યાકુલ ચિત્તવાળા રાજાએ આ કામ દેવે કરેલું છે એમ માન્યું. પવિત્ર થઈને, હૈયેલાં વસ્ત્રો પહેરીને, બીજા પાસે ધૂપ ધારણ કરાવીને અને અંજલિ જોડીને રાજા બોલ્ય: હે દેવો અને દાનવો ! અહીં જે કઈ કુપિત થયા હોય તે જલદી મારા ઉપર પ્રસન્ન થાઓ. રાજાએ આ પ્રમાણે કહ્યું એટલે આકાશમાં સ્પષ્ટ વાણી પ્રગટ થઈ તે આ પ્રમાણે – જે તમારે જલદી દરવાજા ઉઘાડવા હોય તે કઈ મહાસતી (કાચા) સૂતરના તાંતણાથી બાંધેલી ચાલણીથી કૂવામાંથી પાણી કાઢે, અને તે પાણી નગરના દરવાજાઓને ત્રણ અંજલિઓથી છાંટે. આ સાંભળીને નગરની સ્ત્રીઓ તે જ વખતે તૈયાર થઈ ગઈ બ્રાહ્મણ, ક્ષત્રિયાણી, વણિક સ્ત્રી અને શુદ્રી એવી કેઈ ન હતી કે જે ચાલણીથી પાણી કાઢતી વિલખી ન બની હોય. કેઈ સ્ત્રી સૂતરથી બાંધતી વખતે, કઈ સ્ત્રી ચાલીમાંથી પાણી નીકળી ગયું ત્યારે, કેઈ સ્ત્રી ચાલીને કૂવામાં નાખતી હતી ત્યારે ફજેત થઈ. હવે વિનયવતી સુભદ્રાએ સાસુને મધુરતાથી કહ્યું : હે માતા! જે આપ કહો તે હમણું હું પણ પિતાને જોઉં. સાસુએ ઉપહાસપૂર્વક કહ્યું : તારું સતીપણું પહેલાં અમેએ જાણેલું જ છે, હમણું નગરજનોમાં ફજેત ન થા. આ સ્ત્રીઓ સતી હોવા છતાં નગરના દરવાજા ઉઘાડવા સમર્થ ન બની જૈનમુનિની સદા સેવા કરનારી તું સાચે જ સમર્થ છે. સુભદ્રાએ કહ્યું: હે માતા ! આપે આ યોગ્ય કહ્યું છે. જો કે હમણાં (શલપાલનનું) સર્વ હોવું એ દુઃશક્ય છે, તે પણ હું પાંચ
આચારોથી પોતાની પરીક્ષા કરીશ. સુભદ્રાએ આ પ્રમાણે કહ્યું એટલે નણંદે તેના ઉપર હિસવા લાગી. સુભદ્રાએ સ્નાન કર્યા પછી ઘેાયેલાં વસ્ત્રો પહેરીને, પંચનમસ્કારમંત્રનું
૧ સાસુએ સતીત્વની તે ઠેકડી ઉડાવી. આથી સુભદ્રાએ સતીત્વથી પિતાની પરીક્ષા કરવાનું ન કહેતાં પાંચ આયારોથી પોતાની પરીક્ષા કરીશ એમ કહ્યું,