Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૫૯
ઘણી વૃદ્ધિ પામે છે, પછી પ્રભુએ બાહુબલિને પુરુષ, સ્ત્રી, હાથી અને અશ્વના સલક્ષણા અનેક ભેદથી શિખવાડ્યા. બ્રાહ્મીને જમણા હાથથી અઢાર લિપિએ શિખવાડી. સુંદરીને ડાબા હાથથી ગણિત શિખવાડયું. હવે જેમનાં ભાગવાળાં કર્મો ક્ષીણ થઈ ગયા છે અને જેમના માહબ ધન છૂટી ગયા છે એવા ઋષભપ્રભુ સંસારર્સમ`ધી વૈરાગ્યભાવના ભાવવા લાગ્યા. તેવામાં લોકાંતિક દેવાએ આવીને પ્રભુને વિનંતિ કરી કે, હે સ્વામી! આપ લાવ્યવસ્થાની જેમ ધમતી પ્રવર્તાવા. પછી પ્રભુએ ભરતને સામ્રાજ્યરૂપી સ`પત્તિ આપી. દેશાના વિભાગ કરીને ખીજા પુત્રાને યથાયેાગ્ય દેશેા આપ્યા. પછી દીક્ષા લઈને આર્ય અને અનાર્ય દેશેામાં માનપણે વિચરતા અને હાથરૂપી પાત્રને ધારણ કરતા પ્રભુએ એક વર્ષે ઈન્નુરસથી પારણુ· કર્યું.. જેમ ઋષભપ્રભુએ સ નીતિઓની (=ઉચિત વ્યવહારોની ) મર્યાદા પ્રવર્તાવી તેમ આ દાનધર્મ શ્રેયાંસકુમારે જ પ્રવર્તાવેલા છે. ત્યારથી જ પ્રજામાં દાનધર્મની શરૂઆત થઈ છે. છદ્મસ્થમુદ્રાથી સદેશામાં વિચરતા પ્રભુએ એક હજાર વર્ષ સહેલાઈથી પસાર કર્યાં. ઋષભપ્રભુએ અયેાધ્યાની પાસે આવેલા પુરિમતાલ નામના નગરમાં જઈને તે નગરના શકટમુખ-ઉદ્યાનમાં પ્રવેશ કર્યા. ત્યાં અટ્ઠમતપના પચ્ચક્ખાણવાળા અને ન્યત્રાધવૃક્ષની નીચે બેઠેલા ત્રણ જગતના ગુરુ શ્રી ઋષભદેવને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. તેથી ઇંદ્રોએ સમવસરણુની રચના કરી. આ તરફ રાજ્યનું પાલન કરતા ભરત રાજાની સભામાં જાણે આ લાકની અને પરલાકની લક્ષ્મીના દૂતા હાય તેવા ચમક અને શમક નામના બે પુરુષો એકી સાથે ગયા. તેમાં એકે ઋષભપ્રભુને કેવલજ્ઞાન પ્રગટ થયું છે એ સમાચાર આપ્યા. ખીજાએ શસ્રશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું છે એવા સમાચાર આપ્યા. જીવઘાતનું કારણુ એવા ચક્રની પૂજાવિધિની ઉપેક્ષા કરીને ભરત મહારાજા ત્રણલાકને અભય આપનારા નાથને નમવા માટે ત્યાંથી જલદી ચાલ્યા.
પરિવાર સહિત ભરત મહારાજા ઉત્તર દિશાના દ્વારથી સમવસરણમાં પ્રવેશ કરીને તીનાથને હ પૂર્વક વંદન કર્યું. પછી ભરત મહારાજા ઈંદ્રના અર્ધા આસન ઉપર બેઠા અને અંજિલ જોડી એટલે પ્રભુએ સર્વ જીવાને પાતપેાતાની ભાષામાં સમજાય તેવી વાણીથી દેશના આપી. તે આ પ્રમાણેઃ- વૃદ્ધાવસ્થા, માનસિક પીડા, શારીરિક પીડા અને દુર્દશારૂપી મગરમચ્છના સમૂહની (વિવિધ) જાતિએથી ભરેલા આ સંસારરૂપી ખારા સાગરમાં જીવાને સુખ શું છે? જેમાં સુખા દૂર કરાયાં છે અને જે કરાડા દુઃખેાથી ભરેલા છે એવા આ સંસારમાં મરુભૂમિની જેમ રાગ કોણ કરે ? વિષયે દુર્જનના વચનની જેમ અવશ્ય ભયંકર પરિણામવાળા છે. જીવાના પ્રેમ પાકેલા ફળની જેમ પડવાના (=નાશ પામવાના) સ્વભાવવાળા છે. હે બુદ્ધિમાન જીવા ! ચારગતિવાળા સ'સાર દુઃખરૂપ છે એમ વિચારીને સર્વથા મેાક્ષ માટે જ પ્રયત્ન કરો. પણ તે મેક્ષ