Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
૧૯૫
ગુજરાતી ભાવાનુવાદ આલોકમાં અને પરલેકમાં સિદ્ધિ આપનારું છે. મારે તે શીલનું માળાની જેમ નિર્મલપણે પાલન કયા ઉપાયથી કરવું? હા જાણ્ય, પિતાએ બતાવેલી પરમ ઔષધિ વિદ્યમાન છે. તેના પ્રભાવથી શ્રી પુરુષનું રૂપ પામે છે. પવિત્રિકા નામની તે ઐાષધિને કાનમાં નાખીને તેનાથી તે પુરુષનું રૂપ પામી. મુનિ વેષને ધારણ કરીને જિનને પૂજતી તે સુખપૂર્વક રહી. કાબૂમાં રખાયેલ અને પ્રિયાના વિરહથી વ્યાકુલ થયેલ કુમાર પણ જાણે સારભૂત બધું ચેરાઈ ગયું હોય તેમ રાજ્યમાં પણ શૂનમૂન રહ્યો. કૃતકૃત્ય, નિર્દય અને વિજય મેળવનારી તે સુલસાએ જેમ બાકડાની હત્યા ચંડિકાદેવીને હર્ષ પમાડે તેમ કૃમિણને હર્ષ પમાડી.
હવે તે વખતે કોબેરી નગરીના અભિમાની રાજાએ વાચાલ મનુષ્યમાં મુખ્ય એવા દૂતને હેમરથરાજા પાસે મોકલ્યો. તે ત્યાં જઈને રથમઈન નગરીના રાજાને કહ્યું હે દેવ ! તમારો પુત્ર કૌબેરી નગરી ન આવ્યો તેમાં શું કારણ છે ? તેથી હે દેવ!
મિણીને પરણવા માટે પુત્રને જલદી મોકલે. કારણ કે તે સ્વામી! વિવેકી પુરુષે સજજનની અવજ્ઞા કરતા નથી. દૂતના તે વચનને સ્વીકારીને રાજાએ પુત્રને એકાંતમાં કહ્યું- હે પુત્ર! તું સદા કાંતિરહિત અને જડની જેમ શૂન્ય કેમ દેખાય છે? પૂર્વના અશુભ કર્મોથી નિર્માયેલું જે કષ્ટ અહીં આવી પડ્યું હોય તેને મૂકીને (=ભૂલીને) ધીર પુરુષો અવશ્ય સર્વકાર્યોના ભારને વહન કરે છે. તેથી હે વત્સ! તું મારા આગ્રહથી કોબેરીપુરના રાજાની પુત્રીને પરણવા પ્રયાણ કરીને મારા મનને ખુશ કર. પિતાની આજ્ઞાની અવજ્ઞા કરવા માટે કુશળતા નહિ હોવાથી સૈન્યસમૂહથી પૃથ્વીતલને કંપાવતે તે ચાલે. ક્રમે કરીને તે તપવનમાં આવીને કુમારોમાં મુખ્ય તેણે ઋષિદત્તાને યાદ કરીને ખેદ પામીને આ પ્રમાણે વિચાર્યું:- તે આ વન છે, તે આ મંદિર છે, તે આ સરેવર છે, તે આ વૃક્ષે છે કે જ્યાં સ્નેહપૂર્ણ હું સુંદર નેત્રવાળી ઋષિદરાને પર હતે. આજે તે આ બધું તેના વિના મને દુઃખ આપનારું થયું છે. તે વિધાતા! અવ્યવસ્થિત સ્વભાવવાળા તે આ શું કર્યું? આ પ્રમાણે શોક કરતે તે ઋષભપ્રભુના મંદિરમાં ગયા. તે વખતે પ્રિયનું સૂચન કરતી તેની જમણી આંખ ફરકી. તેણે વિચાર્યું ચકકસ આ (આંખ ફરકી એ) મારા માટે નિષ્ફલ છે. મારી તે પ્રિયા ક્યાં છે? અથવા પહેલાં પણ મને જેનું દર્શન પ્રિય હતું એવું આ શ્રેષ્ઠ મંદિર અહીં છે. પ્રફુલ્લ અને આશ્ચર્યવાળે તે જેટલામાં આ પ્રમાણે વિચારી રહ્યો છે તેટલામાં ઋષિદત્તાએ તેને પુપે આપ્યાં. આ પ્રિયા તે નથી ને? એમ પ્રિયાના ભ્રમને સ્પર્શતી આંખવડે ઋષિદત્તાને જોતા તેણે પણ જાણે પ્રિયાના ભ્રમને સત્ય કરતા હોય તેમ તેના હાથમાંથી હર્ષથી પુષ્પમાલાને લીધી. ગુપ્ત આકારવાળા મુનિએ ત્યારે ચિત્તથી વિચાર્યું કે ચોક્કસ મારા પતિ રુકમિણીને પરણવા માટે જઈ રહ્યા છે. કુમાર પણ જિનને નમીને તે મુનિને