Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
२००
શીલપદેશમાલા ગ્રંથને જાણીને વિશેષથી વિરાગવાળા થયેલા રાજાએ પણ અંજલિ જેડીને દીક્ષા માટે ગુરુને પ્રાર્થના કરી. ગુરુએ પણ કહ્યું: શુભકાર્યમાં વિલંબ કર એગ્ય નથી. ખરેખર ! આ અસાર સંસારમાં તપશ્ચર્યા ફલ છે. પછી સિંહરથ પુત્રને પિતાના પદે રાજ્યાભિષેક કરીને શુભમતિવાળા તે બંનેએ તે આચાર્યની પાસે દીક્ષા લીધી. તલવારની ધાર ઉપર ચાલવા સમાન અતિશય ઉગ્ર ચારિત્રનું આચરણ કરવામાં આદરવાળા તેઓ માયાથી રહિત શુદ્ધ તપનું આચરણ કરવા લાગ્યા. પછી એકવાર તે બંને ગુરુની સાથે શીતલનાથ તીર્થકરના જન્મથી પવિત્ર કરાયેલ શ્રીભદિલપુર નગરમાં આવ્યા. ત્યાં વિશુદ્ધ દયાનની પરંપરાથી હાથીની જેમ કર્મરૂપી કુંજને (કલતાસમૂહને) મૂળથી ઉખેડીને તે બંને કેવલજ્ઞાનને પામ્યા. પ્રશંસનીય આચરણવાળા તે બંને કેવળીઓ જેમ ચંદ્રકલા ચંદ્રના કલંકને નાશ કરે તેમ સમસ્ત કર્મરૂપી કલંકના લેશને નાશ કરીને મુક્તિના મસ્તકે વિશિષ્ટ સ્થાનને પામ્યા.
દમયંતીનું દષ્ટાંત હવે દમયંતીની કથાને પ્રારંભ કરવામાં આવે છે –
જેમાં સુધર્મરૂપ કલ્યાણને સ્વીકાર કરવામાં આવ્યું છે એવી કેશલાપુરી નગરી હતી. તે નગરીને કેટ પ્રયત્ન વિના દેવાંગનાઓ માટે આરીસે બનતે હતો, અર્થાત્ કેટ એટલો બધે ઊંચે અને અરિસા જે નિર્મલ હતો કે જેથી આકાશમાં જતી દેવીઓનું પ્રતિબિંબ તેમાં વિના પ્રયત્ન પડતું હતું. તેમાં શત્રુઓની આીઓના શંગારનો નિષેધ કરનાર નિષધ રાજ હતું, અર્થાત્ નિષધ રાજાએ શત્રુઓને નાશ કર્યો હતે, એથી વિધવા બનેલી તેની પત્નીએ શૃંગાર કરતી ન હતી. તેની તલવાર રૂપી લાકડી શ્યામ હોવા છતાં ઉજજવલ યશને ઉત્પન્ન કરતી હતી. તેની લાવણ્યથી સુંદર એવી લાવણ્યસુંદરી નામની પ્રિયા હતી. તેની (મધુરી વાણીથી જિતાયેલી વીણા કાપણાને પામી, અર્થાત્ કારૂપ બની ગઈ તે બેને શત્રુઓને સંતાપ પમાડવા માટે અગ્નિસમાન નલ નામને માટે પુત્ર હતું, કૂબર નામનો ના પુત્ર તે અતિશય દુરાચારી અને ગર્વિષ્ઠ ચિત્તવાળો હતે.
આ તરફ વૈદર્ભદેશની લમીને શોભાવનાર કંડિન નગર હતું. તેમાં અસીમ પરાક્રમવાળા ભીમ નામનો રાજા પૃથ્વીનું શાસન કરતે હતો. તેની પુષ્પદંતા નામની પત્ની હતી. જેમ લક્ષમી ચતુરાઈને જન્મ આપે તેમ પુષ્પદંતાએ સફેદ હાથીના સ્વપ્નથી સૂચિત પુત્રીને અવસરે જન્મ આપે. પૂર્વ કર્મના પ્રભાવથી ઉદયાચલ પર્વત ઉપર રહેલા સૂર્યના જેવું તેને કપાલલને શેભાવનાર તિલક જન્મથી હતું. જન્મથી છઠ્ઠા દિવસે પછીજાગરણ અને સૂર્ય-ચંદ્રના દર્શન વગેરે કર્યા પછી રવપ્નના અનુસારે તેનું