Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
૨૧૨
શીલપદેશમાલા ગ્રંથને ઘણે વિલંબ થશે એવી શંકા કરીને તે સતી સાર્થવાહને પણ પૂછ્યા વિના ત્યાંથી એકલી નીકળી ગઈ. પિતાની આગળ અમાસની રાત જે શ્યામ અને દાઢેથી ભયંકર રાક્ષસને જલદી આવતે જોઈને દમયંતીએ આ પ્રમાણે સુંદર કહ્યું – હે ભદ્ર! સાંભળ, ધર્મબુદ્ધિવાળી મને મૃત્યુથી ભય ક્યાંથી હોય? પણ પરી એવી મને તું જે સ્પર્શીશ તે ભસ્મસાત્ થઈ જઈશ. આવા તેના સવથી તુષ્ટ થયેલા રાક્ષસે તેને કહ્યું હું તારું શું ઈષ્ટ કરું? દમયંતીએ કહ્યું તે કહે કે મારા પતિને મને મેળાપ ક્યારે થશે? રાક્ષસે કહ્યું. બાર વર્ષ પછી ચેકસ તારા પતિને તને મેળાપ થશે. દમયંતી બોલીઃ આ જ મારું ઈષ્ટ છે અને તે તે કહી દીધું છે. તારું કલ્યાણ થાઓ. તારે જ્યાં જવું હોય ત્યાં જા. લાંબા કાળ સુધી ધર્મને આધીન બન. પછી રાક્ષસ દિવ્યરૂપને ધારણ કરીને અદશ્ય થઈ ગયે.
તે વખતે દમયંતીએ અભિગ્રહો લીધા. તે આ પ્રમાણે- પ્રિયને મેળાપ નહિ થાય ત્યાં સુધી તાંબૂલ, રંગવાળાં વસ્ત્ર, પુષ્પ, આભૂષણે અને વિગઈએ નહિ લઉં. કમે કરીને તે પર્વતની એક ગુફા પાસે આવી. ત્યાં લીલા ઘાસવાળા પ્રદેશમાં વૃક્ષ હતાં. ત્યાં દમયંતીએ શાંતિનાથ ભગવાનની માટીની મૂર્તિ બનાવીને ગુફાના ખૂણામાં પધરાવી. પુષ્પસમૂહથી તેની પૂજા કરવા લાગી. તપશ્ચર્યા કરતી તે સ્વાભાવિક રીતે નીચે પડેલા વૃક્ષફથી તપનું પારણું કરતી હતી. તે પાપનો નાશ કરનાર પરમેષ્ટિ નમસ્કાર મંત્રનું સ્મરણ કરતી હતી. એકલી હોવા છતાં નિર્ભયપણે ત્યાં કેટલેક કાળ પસાર કર્યો. પૂછયા વિના દમયંતી ચાલી જવાથી સાર્થવાહને “કંઈક અનિષ્ટ થશે” એવી શંકા થઈ. આથી તે દમયંતીના પગલે પગલે ચાલ્યું. ગુફામાં જિનપૂજા કરતી દમયંતીને તેણે જોઈ. સાર્થવાહે તેને પૂછવું તું આ પૂજા કયા દેવની કરે છે? દમયંતીએ જવાબ આ સેલમાં શાંતિનાથ ભગવાનની પૂજા કરું છું. તે બેની વાતચીત સાંભળીને ત્યાં તાપસે આવ્યા. તેથી દમયંતીએ વિસ્તારથી જૈનધર્મ કહ્યો. આ સાંભળતા વસંત નામના આ સાર્થવાહને કર્મસમૂહ તૂટવા લાગ્યો. આથી તે જૈન ધર્મને સ્વીકાર કરીને સાર્થની સાથે ત્યાં જ રહ્યો. એક દિવસ નજીકના આશ્રમમાં રહેલા તાપસે વર્ષાદની ધારાથી હેરાન થઈ જવાથી અત્યંત વ્યાકુલ બની ગયા. તેથી દમયંતીએ તાપસની ચારે બાજુ વિસ્તૃત કુંડાળું કર્યું. પછી તે બેલી: જે હું જિનેશ્વરદેવની ઉપાસના કરનારી મહાસતી હોઉં તે વાદળાઓ વરસે નહિ. વાદળાઓ પણ જાણે સંકેત કરી રાખ્યું હોય તેમ વરસતા બંધ થઈ ગયા. તે તાપસે સ્વસ્થ થયા. વિસ્મય પામેલા તેમણે વિચાર્યું ચેસ રીનું રૂપ ધારણ કરનારી આ કઈ દેવી છે. પછી પ્રતિબંધ પામેલા તેમણે જેનધર્મને સ્વીકાર કર્યો. સાર્થવાહે ત્યાં જ મોટું મનેહર નગર વસાવીને શ્રી શાંતિનાથ ભગવાનનું ઊચા તેરણવાળું મંદિર કરાવ્યું. ત્યાં દમયંતીએ પાંચસે તાપને પ્રતિબંધ પમાડ હતું તે ઉપરથી તે નગર તાપસપુર એવા નામથી પ્રસિદ્ધ