Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૧૩ બન્યું. એકવાર ત્યાં શ્રીયશોભદ્રસૂરિ પધાર્યા. તે વખતે વિરાગવંત અને નિર્મલબુદ્ધિવાળા કુલપતિએ તેમની પાસે દીક્ષા લીધી. નવા પરણેલા કૃબરના પુત્ર સિંહ કેશરીએ તેજ ગુરુ પાસેથી જાણ્યું કે હવે પિતાનું આયુષ્ય પાંચ દિવસ જેટલું જ છે. આથી તેણે તત્કાલ દીક્ષા લીધી. પર્વતના શિખર ઉપર તે મુનિ કેવલજ્ઞાની બન્યા. તેને મહિમા કરવા માટે દેને આવેલા જોઈને દમયંતી, સાર્થવાહ અને તાપસે તે કેવલી ભગવંતને વંદન કરવાની ઈચ્છાથી પર્વતના શિખર ઉપર ગયા. ત્યાં બધાએ તેમની દેશના સાંભળી. તે વખતે કેવલી ભગવંતે તે બધાની સમક્ષ આ દમયંતી મહાસતી, સત્યવંતી, ધર્મને જાણનારી અને અરિહંતદેવની પરમ ભક્તા છે એમ કહ્યું. બાકી રહેલાં કર્મોનો ક્ષય થવાથી ત્યાં કેવલી ભગવંત મોક્ષને પામ્યા. દમયંતીએ પિતાને પૂર્વભવ પૂછો એટલે શ્રીયશોભદ્રસૂરિએ તેને પૂર્વભવ કહ્યો. તે આ પ્રમાણે – હે ભદ્રા! પૂર્વભવમાં નલ મમ્મણ નામને રાજા હતા. તેની પ્રિય કરનારી વીરમતી
મની પત્ની હતી. એકવાર તમે બે કયાંક જઈ રહ્યા હતા ત્યારે સામે મનિને જોયા. અપશુકન થયા એમ સમજીને તે મુનિને બાર ઘડી સુધી રોકી રાખ્યા. પછી ક્ષણવારમાં કૈધને મૂકીને તમે બંનેએ મુનિને ખમાવ્યા. તેના કારણે બાર વર્ષ સુધી તમારા બેને આ વિયોગ થયો છે. ત્યાં રહીને જિનેશ્વરને પૂજતી અને શાસનપ્રભાવનાને કરાવતી દમયંતીના સાત વર્ષો પસાર થયા.
એક દિવસ કેઈએ ગુફાના દ્વાર આગળ આવીને દમયંતીને કહ્યું: હે દમયંતી ! મેં હમણાં નજીકમાં તમારા પતિને જોયા. હું તે જલદી જઉં છું. કારણકે સાર્થ મારી રાહ જોતો નથી. આ પ્રમાણે સાંભળીને તેની પાછળ ચાલતી તે વનમાં આવી. એકવાર દમયંતીએ રાક્ષસીને સામે આવતી જોઈ, પણ શીલના પ્રભાવથી તેને રાક્ષસની જેમ જલદી ખંભાવી દીધી. તરસથી પીડિત થયેલી તેણે શીલના પ્રભાવથી પૃથ્વીને હાથથી ઠોકીને નદી પ્રગટ કરી. નિર્મલ પાણી પીને સ્નાન કર્યું. એકવાર તે ધનદેવ નામના સાર્થવાહની સાથે અચલપુર ગઈ. ત્યાં જાણે આકાશમાં રહી હોય તેમ નગરની બહાર રહી. ત્યાં ઋતુપર્ણ રાજાની ચંદ્રયશા નામની પત્ની દમયંતીની માસી થતી હતી. તે દમયંતીને પિતાના મહેલમાં લઈ ગઈ. સર્વથા સંબંધના જ્ઞાનથી રહિત દમયંતીએ માસીને ઓળખી નહિ. દમયંતીને માત્ર બાલ્યાવસ્થામાં જોઈ હોવાથી માસીએ પણ તેને જલદી ઓળખી નહિ. માસીએ તેને તેની વિગત પૂછી. પણ વિગત ગુપ્ત રાખવાની હોવાથી દમયંતીએ વિગત ન જણાવી તે પણ માસીએ તેને આદરથી પિતાની પુત્રી જેવી જોઈ, અર્થાત્ પિતાની પુત્રીની જેમ રાખી. હવે માસીની રજા મેળવીને દમયંતી દાનશાળામાં દાન દેવા લાગી. ત્યાં વધ કરવા માટે લઈ જવાતા ચરને દમયંતીએ છોડાવ્યા. તે ચાર વસંત નામના સાર્થવાહને નોકર હતું. તેણે
૧. અપમાન થવાના કારણે તે વસંત સાર્થવાહથી છૂટો થઈ ગયો હતો. અચલપુરમાં આવીને તેણે રાજમહેલમાં ચોરી કરી, ચેરી કરતાં તે પકડાઈ ગયે