Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
૨૧૯
ગુજરાતી ભાવાનુવાદ
અગણિતપુણ્ય એકઠું' થયુ છે એવા નલે જુગારમાં પૃથ્વીને જીતી લીધી. બંધુ કૂબરને યુવરાજપદે સ્થાપિત કર્યાં. અ ભરતક્ષેત્રના સર્વ રાજાઓએ ભેટણાંએ ધરીને નક્ષ રાજાની સેવા કરી. નલ રાજાએ પણ જયાં સુધી પેાતાની આજ્ઞા પ્રવ્રુતી હતી ત્યાં સુધી વિધ્ના દૂર કર્યાં, અર્થાત્ બધાનું સારી રીતે રક્ષણ કર્યું.. ગયેલી લક્ષ્મી ક્રી જેમને પ્રાપ્ત થઈ છે એવા નલ અને દમયતીએ મહેાસવા કરીને કૈાશલાનગરીના જિનમંદિરાને વંદન કર્યુ=અરિહંત પરમાત્માની ભક્તિ કરી. જૈનશાસનની પ્રભાવના કરતા અને પૃથ્વીનું પાલન કરતા નલ રાજાનાં હજારા વર્ષો સુખપૂર્વક પસાર થઈ ગયાં. નિષદેવે (=દેવ થયેલા નલના પિતાએ)૧ અવસરે પેાતાના પુત્રને કહ્યું હે પુત્ર! સાર–અસારના વિવેકવાળાને રાજ્યની આશા શી હાય સંપત્તિ વટાળિયાથી ઘુમતા રૂના મોટા ઢગલાની જેવી ચંચળ છે. આવી સપત્તિઓમાં નિલ ચિત્તવાળા કયા પુરુષ રાગ કરે? આથી શ્રુતથી સદ્દબુદ્ધિવાળા બનેલા તે પતિ-પત્નીએ પછી પુષ્કલ નામના પુત્રને રાજ્ય ઉપર બેસાડીને જૈનદીક્ષા લીધી. વિવિધ તપાથી સંયમનુ' પાલન કરતા નલરાજષ ગુરુની સાથે પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. સ્વભાવથી સુકેામળ હાવાથી નલરાજષ (થોડા વખત પછી) સયમમાં શિથિલ થઇ ગયા. નિષધદેવે (=નલના પિતાદેવે) સ્વર્ગમાંથી આવીને નલરાજર્ષને ફરી સયમમાં દૃઢ કર્યા. નલરાજર્ષિનું કામને આધીન બનેલુ મન કોઈપણ રીતે દમયંતીમાં આસક્ત બનતું હતું. આથી દીક્ષા પાળવા માટે અસમર્થ નલમુનિએ અનશનના સ્વીકાર કર્યાં. નલમુનિ મૃત્યુ પામીને ઉત્તરદિશાના કૂબેર નામના દિક્પાલ દેવ થયા. દમયંતી પણુ અનશનપૂર્વક મૃત્યુ પામીને કૂબેરની પત્ની થઈ. આ પ્રમાણે પાપરૂપી કાદવને દૂર કરતી, નિર્મલશીલને ધારણ કરતી અને કાંય પણ હીલનાને નહિ પામેલી આ ઇમયંતી મનુષ્ય. ભવમાં સર્વ કર્મોના ક્ષય કરીને દુઃખથી રહિત અને અન`ત એવા મેાક્ષસુખને પામશે. કમલાનું દ્રષ્ટાંત
હવે કમલાસતીની કથા કહેવામાં આવે છે. તે આ પ્રમાણે – લાટ નામના ક્રેશ હતા. અનેક રત્નાકરાથી (=રત્નની ખાણેાથી) યુક્ત તે દેશ જાણે એક રત્નાકરવાળા (સમુદ્રવાળા) જ ખૂદ્વીપને શરમાવતા હતા. તે નગરમાં ભૃગુકચ્છ (ભરુચ) નામવું નગર હતું. તે નગરના ઉદ્યાનને અરિહતાએ પવિત્ર કર્યુ હતું. જાણે પેાતાને પવિત્ર કરવા માટે ડાય તેમ નર્મદા નદી ખાઇની જેમ એ નગરને વીંટળાઇને રહેલી હતી. તેમાં મેઘરથ નામના રાજા હતા. તેના પ્રતાપરૂપી સૂર્ય દિશાએાને પ્રકાશિત કરતા હતા. પણ આશ્ચર્ય એ હતું કે તે કમળાને વિકસિત કરતા ન હતા. તેની ધના કાર્યોમાં નિમલ ચિત્તવાળી વિમલા
૧. શબ્દાર્થં આ પ્રમાણે છેઃ-નિષધદેવરૂપી ચંદ્રે અવસરે પુત્રને કહ્યું.
૨. અહીં બીજો અર્થ પણ થઈ શકે. તે આ પ્રમાણે :- આશ્ચર્ય થાય તે રીતે લક્ષ્મીને વિકાસ
કરતા હતા.