Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૨૧
કમલાને સ્વીકાર કર્યો. પછી દૂતનો સત્કાર કરીને પાછો મોકલ્યા. રતિવલ્લભ રાજા મહાન વૈભવથી આવીને સારા મુહર્ત જેમ કૃષ્ણ લક્ષ્મીને પરણે તેમ કમલાને પર કરમોચનના અવસરે રાજાએ જમાઈને રત્નો, અલંકાર, મંગળવાળા હાથીઓ અને ઘોડાઓ વગેરે ઘણું આપ્યું. એક દિવસ રતિવલ્લભે પોતાના ઘરે જવા પ્રયાણ કર્યું. મેઘરથ રાજા આદરથી જમાઈની પાછળ સીમા સુધી જઈને પાછો ફર્યો. રતિવલ્લભ રાજાએ આડંબરથી પોતાના નગરમાં પ્રવેશ કર્યો. તે આ પ્રમાણે – સ્થાને સ્થાને સ્ત્રીઓએ પ્રવેશનિમિત્ત ઉત્સવ કર્યો, ભાટચારણેએ ઉચ્ચારેલા જ્ય જ્ય એવા શબ્દો ચારે બાજુ ફેલાઈ રહ્યા હતા, ઘણું દાન અપાઈ રહ્યું હતું, ઘણી પ્રજા ભેગી થઈ હતી, વાગી રહેલાં ઘણાં વાજિંત્રોએ દિશાના અવકાશને બહેરા કરી દીધા હતા. મૂર્તિમંત રાજ્યલક્ષમી જેવી પત્નીથી શોભતા રતિવલ્લભ રાજાએ આ પ્રમાણે પોતાના નગરમાં પ્રવેશ કર્યો. ચાલવાની પદ્ધતિથી રાજહંસીનો તિરસ્કાર કરનાર, અર્થાત્ રાજહંસીની ગતિથી પણ અધિક સુંદર ગતિવાળી, ગુણોથી ઉજજવલ, સર્વ અંગોમાં સુંદર એવી પ્રિયામાં રાજા રાજ્યલક્ષમીની જેમ આસક્ત બન્યો.
આ તરફ સમુદ્રની અંદર આવેલા ગિરિવર્ધન નગરમાં કીર્તિવર્ધન નામને રાજા હતું. તે સ્ત્રીઓમાં લેલુપ હતો. એકવાર તેણે કમલાનું અતિશય રૂપ કાનેથી સાંભળ્યું. આથી જેમ માણસ ધતૂરાનો રસ પીને બેહોશ બની જાય તેમ તે કામની મૂછથી બેહોશ બની ગયો. આથી તેણે યુગેધર નામના શ્રેષ્ઠ માંત્રિક મિત્રને એકાંતમાં કહ્યુંઃ હે મિત્ર! તારી પાસે રહેલી વશ કરવાની કળાનું ફળ શું? જેથી તું કાર્ય કરી શકે તેમ હોવા છતાં, ઘરમાં અનંત નિધાન રહેલું હોવા છતાં ભાગ્યહીન પુરુષ જેમ દુઃખ સહન કરે તેમ હું આટલું દુઃખ સહન કરું છું. રાજાના ઈષ્ટ કાર્યને જાણીને વિવેકમાં નિપુણ મિત્રે રાજાને કહ્યું: જીઓ પતિવ્રતા (=સતી) અને અસતી એમ બે પ્રકારની હોય છે. જે તે મહાસતી હશે તે તેને લાવવાની મહેનત બર્થ થશે. જે તે અસતી હશે તે તમારા મને રથરૂપી સમુદ્રમાં નાવ સમાન બનશે, અર્થાત્ તમારે મને રથ પૂર્ણ થશે. રાજાએ કહ્યુંઃ હે મિત્ર! કામથી હણાયેલા મને તું પણ કેમ હણે છે? તું એકવાર તેને અહીં લઈ આવ. બાકીની મહેનત સફલ બનશે કે નિષ્ફળ બનશે એ મારા આધીન છે. ભેંયરામાં મંત્રજાપ અને હમ વગેરે ક્રિયાઓ કરીને, જેમ પવનનો વંટોળિો પત્રશ્રેણિને ખેંચી જાય તેમ, મિત્ર ક્ષણવારમાં સૂતેલી કમલાને ખેંચી લાવ્યા. જાગેલી આ મહાસતી મને ભસ્મસાત ન કરે એમ વિચારીને, જેમ પનામની નાગણથી માણસ દૂર ભાગે તેમ તે ભોંયરામાંથી બહાર નીકળી ગયે. કીર્તિવર્ધને રાજાએ માત્ર મંગલસૂચક આભૂષણવાળી પણ કમલાને જઈને વિચાર્યું: આવી પણ (ત્રશણગારથી રહિત હોવા છતાં) આ વિશ્વને મોહ પમાડે તેવી છે. જેમ સુગંધથી શોભતી કમલિની રાજહંસના મનોરથને પૂર્ણ કરે તેમ સવારે જાગેલી આ મારા મનોરથને પૂર્ણ કરશે. અતિશય ઉત્કંઠાથી રાજા બેલ્યોઃ હે ભદ્રા!