Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
૨૧૪
શપદેશમાલા ગ્રંથને તે વખતે દમયંતીને કહ્યું હે દેવી! તમે જ્યારથી નીકળી ગયા ત્યારથી સાર્થવાહ દુઃખી થઈ ગયું. તેણે ખાવાનું છોડી દીધું. શ્રીયશોભદ્રસૂરિએ અને લેકેએ તેને સમજાવ્યું એટલે અશ્રુથી ભરેલાં નેત્રવાળા તેણે સાત દિવસ પછી ભેજન કર્યું. એકવાર રત્ન અને સુવર્ણ વગેરેના ભટણાએથી કૂબર રાજાને સંતેષ પમાડીને વસંત સાર્થવાહ તાપસપુરને સ્વામી બનીને રાજા થશે. કૃબર રાજાએ વસંત સાર્થવાહને વસંતશેખર નામને રાજા બનાવીને તાપસપુર મેક. તમારી કૃપાથી વસંતશેખર રાજા તાપસપુર આવ્યું. દમયંતીએ ચારને કહ્યું: હે વત્સ! મારા વચનથી તું દીક્ષા લે. લઘુકર્મી હોવાથી ચતુર તેણે હર્ષથી દીક્ષા લીધી.
હવે પૂર્વ પરિચિત હરિમિત્ર નામનો બ્રાહ્મણ કુંડનનગરથી અચલપુર આવ્યું. તે રાજાના દર્શન કરીને ચંદ્રયશા રાણીની પાસે ગયા. રાણીએ તેને કુશળતા પૂછી. તેણે કહ્યું બહેન ! સર્વત્ર કુશળ છે. પણ નલ અને દમયંતીની ચિંતા મને પીડા ઉપજાવે છે. કૃબરની સાથે પાશાએથી જુગાર રમતા નલ બધી પૃથ્વી હારી ગયે. આથી ત્યાંથી નીકળીને દમયંતીની સાથે જંગલમાં ગયે. જંગલમાં દમયંતીને એકલી મૂકીને પિતે ક્યાંક જ રહ્યો. આ સાંભળીને ભીમરાજા અને પુષ્પદંતી રાણુ એ બે ખૂબ દુઃખી થયા. તે બેને શેધવા માટે તેમણે મને વિનવણું કરીને મેક. દરેક ગામ, દરેક નગર અને દરેક જંગલમાં ભમતે હું અત્યારે અહીં આવ્યો છું. મેં એમને ક્યાંય જોયા નહિ. આ પ્રમાણે સાંભળીને ચંદ્રયશા આકંદન કરવા લાગી. આથી આખું રાજકુલ શેકથી વ્યાકુલ થઈ ગયું. કારણ કે આશ્રિત સ્વામીને અનુસરનારા હોય છે. ભૂખથી કૃશ બનેલા ઉદરવાળે બ્રાહ્મણ ભોજન કરવાની ઇચ્છાથી જલદી દાનશાળામાં ગયા. ત્યાં દમયંતીને જોઈને તે આશ્ચર્ય પામ્યું. તેણે દમયંતીને નમીને કહ્યું હે ભીમપુત્રી ! આખું જગત ભમીને મેં આજે તને જોઈ. હાહા ! રત્ન ઘરમાં હોય, પણ મૂઢ માણસ એને શોધવા પૃથ્વી ઉપર ભમે છે. બ્રાહ્મણે ઋતુપર્ણ રાજાને અને દમયંતીની માસી ચંદ્રયશા રાણીને દમયંતીની પ્રાપ્તિની વધામણી આપી. તે વખતે તેમની આંખમાં રહેલાં શેકનાં આંસુઓ હર્ષનાં આંસુએ બની ગયા. ચંદ્રયશા જલદી દાનશાળામાં આવી. તેણે દમયંતીને ગાઢ ભેટીને કહ્યું: હે વત્સ ! હું તારા માટે બલિરૂપ થાઉં છું, અર્થાત્ હું તારા માટે ભેગ આપવા તૈયાર છું. તું ભાણેજી હોવા છતાં તને નહિ ઓળખી શકનાર મૂઢ મને ધિક્કાર થાઓ ! હે વત્સા ! તે પોતાને ગુપ્ત રાખીને મને શા માટે છેતરી ? પછી ચંદ્રયશાએ તેને પિતાના ઘરે લઈ જઈને સુગંધિ પાણીથી સ્નાન કરાવ્યું અને ચાંદની જેવા (સફેદ) વસ્ત્રો પહેરાવ્યાં. પછી રાણી તેને હાથ ઝાલીને રાજાની પાસે બેઠી. રાજાએ દમયંતીને વિગત પૂછી એટલે તેણે રાજ્ય હારી જવું વગેરે વાત કહી. દમયંતીના આંસુસમૂહથી
ગ્લાનિ પામેલા મુખને લુછતા રાજાએ તેને કહ્યું: હે વત્સ! આમાં ખેદ શું કરવું? કર્મની ગતિ આવી જ છે.