Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૦૭ દુખની દૂતી હોય તેમ દમયંતીએ આંખ બંધ કરી તેટલામાં તેની આંખે જલદી નિદ્રાથી મીંચાઈ ગઈ પછી ધીમે ધીમે આલિંગન મુદ્રાને ત્યાગ કરતા નલે દમયંતીની ભુજારૂપી લતાને વળગેલી પિતાની ભુજાને ખેંચી લીધી. નલે મનથી દમયંતીને કહ્યું છે મુગ્ધા! તું ચાંડાલ જેવી ચેષ્ટા કરનાર આ નલને વિચાર, કે જે સૂતેલી અને વિશ્વાસવાળી એવી તને એકલી છોડી દેવા ઈચ્છા કરે છે. પછી નલે મનથી ભાગ્યને કહ્યું: હે ભાગ્ય! મારી પાસે આ અનુચિત કાર્ય કેમ કરાવે છે? કેતકીને અશુભ દેહલે કરતે તું લઇજા પામ્યો નથી. હવે દમયંતીના શરીરની નીચે દબાયેલા વસ્ત્રના છેડાને ફાડવાની ઈચ્છાવાળા અને આંસુઓથી ઘેરાયેલા મુખવાળા નલ હાથમાં છરી લઈને (હાથને ઠપકો આપતાં) આ પ્રમાણે વિચાર્યું :- હા હા ! હે મહાભાગ્યશાલી હાથ ! આને હાથ પકડવામાં તું પ્રવૃત્ત થયા હતા, અને તે જ એના સર્વાગે આલિંગન કરવામાં નક્કી કરાયેલ અતિથિ બન્યો હતો. તેથી હે જમણે હાથ! શું તારામાં દાક્ષિણ્યતા પણ નથી? અથવા ક્રૂરજાતિવાળા (પશુઓ)ના સંગથી તારામાં કરુણા ક્યાંથી હોય? આ પ્રમાણે ટ૫ક્તા આંસુવાળા નલે પોતાના વસ્ત્રના છેડાને છેદી નાખ્યું. પછી પોતાના લેહીથી વસ્ત્રના છેડે આ પ્રમાણે શબ્દો લખ્યા - હે સુંદર નેત્રવાળી! વડલાઓથી ડાબી તરફનો માર્ગ કુંડિનપુર તરફ જાય છે, કેશુડાના વૃક્ષેથી જમણી તરફનો માર્ગ કેશલાનગરી તરફ જાય છે. હે ગજગામિની! જ્યાં તને રુચે ત્યાં તારે જવું. હું પિતાનું મુખ ક્યાંય બતાવવા સમર્થ નથી જ. આ પ્રમાણે લખીને ન ચાલ્યો. અંતરમાં દુખ હોવાથી રડતા તેણે વારંવાર દમયંતીના મુખરૂપ કમલને જોયું. પછી તેણે વિધાતાને ઠપકો આપતાં વિચાર્યું : હા વિધાતા જે તે દમયંતીને સર્વથી ચડિયાતી સજી તે દુઃખી કેમ કરી? પિતે વાવેલી બેરડીને પણ ન જ છેઠવી જોઈએ. પછી તેણે વનદેવતાઓને ઉદ્દેશીને કહ્યું હે સર્વ વનદેવ! મારા ઉપર પ્રસન્ન થઈને સાંભળો. તમારે તે રીતે કરવું કે જેથી તે માગને જાણે અને ઉપદ્રવથી રહિત બને. આ પ્રમાણે જણાવીને અને ડોકને વાળીને ફરી પત્નીને જાતે નલ વૃક્ષેથી (=વાના કારણે) અદેશય બન્યા ત્યાં સુધી ગયે. આને જંગલના હિંસક પશુઓથી કઈ ઉપદ્રવ ન થાઓ એમ વિચારીને તે પાછો વળ્યો. લતાના આંતરામાં એને જેતે ઊભો રહ્યો. પિતાને ઠપકો આપતાં તેણે વિચાર્યું છે દુરાત્મા અને અસમર્થ નલ! જેની પ્રિયા વનમાં આ પ્રમાણે એકલી સૂઈ રહી છે તે તું ભસ્મીભૂત કેમ થઈ જતું નથી ? નલ આ પ્રમાણે વિચારી રહ્યો હતો તેવામાં રાત્રિ પૂર્ણ થઈ. તે બધા વિચારે અંધકારની જેમ નાના મનમાં વિલીન થઈ ગયા.
હવે સૂર્ય ઉદય પામી રહ્યો છે એમ જાણીને નવા ત્યાંથી ચાલ્યા. આગળ જતાં તેણે જવાલારૂપી જટાઓથી યુક્ત અગ્નિને જે. બળી રહેલા જંગલના પશુઓનું આકંદન સાંભળતે નલ અગ્નિની નજીક ગયે. ત્યાં તેણે મનુષ્યની વાણી સાંભળી. તે