Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૦૫ કર્યા હતાં. તેથી એના કપાળમાં સૂર્યના એક ટુકડા જેવું તિલક છે. કર્મ કરીને દમયંતી સર્વકલ્યાણનું ભાજન થશે. મુનિની અમૃત સમાન વાણીને સાંભળીને આનંદથી પૂર્ણ બનેલા તે બધા જલદી પિતાની રાજધાનીમાં આવ્યા. તે વખતે નગરજનોએ ઘણું મંગલ કર્યું. લજજારહિત બનીને દમયંતીની સાથે નવી નવી ક્રીડાઓથી ક્રીડાકરતા નળે દિવસેને દીન જેવા, અર્થાત્ અત્યંત નાના બનાવ્યા અને રાત્રિઓને ક્ષણ આપનાર જેવી, અર્થાત્ ક્ષણ જેવી અત્યંત નાની બનાવી. નલને રાજ્ય ઉપર બેસાડીને અને ફૂબરને યુવરાજપદે સ્થાપીને નિષધે ચારિત્ર લીધું. પછી નિષધમુનિ દેવલોકમાં ગયા. ધર્મ, અર્થ અને કામ એ વિવર્ગને સાધવામાં તત્પર અને સતી દમયંતીથી યુક્ત નલે લાંબા કાળ સુધી અખંડપણે રાજ્યનું પાલન કર્યું. બલવાન નલે ક્રમે કરીને અર્ધા ભારતક્ષેત્રને સાધ્યું=સ્વાધીન કર્યું. રાજાઓએ કૃષ્ણની જેમ તેને ફરી રાજયાભિષેક કર્યો.
નલના રાજ્યને મેળવવાની ઈચ્છાવાળે, કૂર અને વકચિત્તવાળે કૃબર જેમ શિયાળ સિંહના છિદ્રોને જુએ તેમ નલના છિદ્રોને નિત્ય જેવા લાગે. નિર્મલ અંત:કરણવાળા નલ તે જ બંધુની સાથે સજજનોને શરમાવનારી જુગારક્રીડા કરવા લાગ્યા. જેમ વિષયના રાગી ની ઇન્દ્રિયે વિરુદ્ધ પડે તેમ એકવાર બંધ-મક્ષ વગેરે તના જાણુ કાર પણ નલરાજાના પાસાઓ વિરુદ્ધ પડયા. ગામ, ખાણ અને નગર વગેરે હારી જતે હેવા છતાં નલ જેમ મંકડો ઈશ્નરસથી દૂર ન થાય તેમ જુગારથી નિવૃત્ત ન થયે. પતિને તેવા પ્રકારના કદાગ્રહમાં પડેલા જોઈને વિષાદવાળી દમયંતી જાતે ત્યાં આવી અને મધુર વાણીથી આ પ્રમાણે બેલી: મહાન ઇંદ્ર સમાન વૈભવવાળા છે સ્વામી ! આપને હજી જુગારનું વ્યસન કેમ છે? કયે પુરુષ દૂધ સ્વાધીન હોવા છતાં કાંજી પીવામાં આસક્ત થાય? નિંદા નહિ પામેલા હે સ્વામી આ પૃથ્વીને કૃબરને આધીન ન કરે. પાણીમાં બગલાને પ્રવેશ થતાં માછલાઓની કઈ ગતિ થાય તે આપ જાણે જ છે. આ પ્રમાણે આસપુરુષએ અને ભીમરાજાએ પણ નલને રોકવા છતાં નલ જુગારથી નિવૃત્ત ન થયે. ભાગ્ય જ્યારે રુષ્ટ બને ત્યારે શું અને સદ્દબુદ્ધિ થાય? પ્રતિકૂલ ભાગ્યના કારણે ક્રમે કરીને ધીમે ધીમે હારતે તે પોતાના શરીરના આભૂષણોને અને અંતઃપુર સહિત દમયંતીને પણ હારી ગયો. હર્ષ પામેલા કૂબરે કહ્યું કે બંધુ ! મારી પૃથ્વીને છોડી દે મારી પૃથ્વીને છોડીને ચાલ્યો જા. તેથી નલ શરીરે માત્ર વસ્ત્રો ધારણ કરીને નગરમાંથી નીકળી ગયો. પતિની પાછળ જતી દમયંતીને કૃબરે સ્વેચ્છા મુજબ કહ્યું હે ભદ્રા ! તું જિવાઈ ગઈ છે, તેથી નલની પાછળ ન જા, મારા અંતઃપુરમાં આવ. નગરજનોએ અને પ્રધાનોએ દમયંતીને ન રોકવા કૃબરને પ્રાર્થના કરી=સમજાવ્યું. આથી દમયંતીને રથ ઉપર બેસાડીને નલ પાસે મોકલી. નલે (દમયંતીને પોતાની સાથે રાખીને) રથને પાછો વાળ્યું. તે વખતે દાસી વગેરે વગની રજા લેતી દમયંતીએ જેમ વર્ષાદ વનશ્રેણિને ભીની કરે તેમ તેના મનને ભીનું ન કર્યું? તે વખતે નગરજને નગરમાં