Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
૨૦૪
શીલપદેશમાલા ગ્રંથનો રાજાએ નલ અને દમયંતીના વિવાહનો મહત્સવ કરાવ્યો. હસ્તમેળાપના અવસરે એકબીજાને હસ્તમેળાપ થયો ત્યારે જાણે પરસેવાના બહાનાથી તે બંને ચિત્તમાં એક્તાને પામ્યા. અગ્નિને પ્રદક્ષિણા આપ્યા પછી કરમચનના અવસરે ભીમરથ રાજાએ નલને રત્નો, અશ્વો અને હાથીઓ વગેરે આપ્યા. પછી નિષધરાજા પુત્ર અને પુત્રવધૂની સાથે કેશલદેશ તરફ ચાલ્યો એટલે જેમ મંગલગ્રહ સૂર્યની પાછળ જાય તેમ ભીમરાજા નિષધરાજાની પાછળ ગયે. પતિ સંકટમાં આવી પડે તે પણ તે પતિને અનુસરનારી થજે એવી શિખામણ પુત્રીને આપીને ભીમરાજા પાછો ફર્યો. દમયંતીએ પિતાની શિખામણને મોરપક્ષીની કલગીની જેમ મસ્તકે ધારણ કરી. પછી શરમથી નમેલી એવી નવોઢા દમયંતી નળના રથ ઉપર ચઢી.
નવેઢાના વિલાસને જોવાના કુતૂહલવાળા નળે તે વખતે સારથિ દ્વારા રથને અવળા માર્ગો ચલાવ્યું. રસ્તામાં પ્રસિદ્ધ વૃક્ષ આદિના પ્રશ્નોના બહાને જુગારી પતિ નલે દમયંતીની લજજાને ઓછી કરી. તે વખતે નલ રાગવાળે થયો છે એવી આશંકા કરીને જાણે સ્પર્ધાથી હેય તેમ અનુરાગવાળા સૂર્ય અનુરાગવાળી સંધ્યાનું આલિંગન કર્યું. જાણે ધૂતારી સખી હોય તેવી સંધ્યાએ દમયંતીની લજજાને ઓછી કરી. તે વખતે નલનું મુખરૂપી કમળ અદ્દભુત વિકાસને પામ્યું. જેમ વસંત ઋતુ મેગરાની વેલડીને રમાડે તેમ નલે વાત્સ્યાયને કહેલી યુક્તિઓથી નવા પ્રગટેલા યૌવનવાળી દમયંતીને રમાડી. ઘણે અંધકાર થતાં સૈન્યને વારંવાર પડતું જોઈને નલે સુતેલી પ્રિયાને કહ્યુઃ હે દેવી! ઊંઘ નહિ, જાગ. હે પ્રિયા અંધકારને દૂર કરવા તારા તિલકને પ્રગટ કર. દમયંતીએ કપાલને લુછીને તિલકને વધારે તેજસ્વી કર્યું. જેમ સૂર્યના પ્રકાશથી જુએ તેમ કપાળે રહેલા તિલકથી દંપતીએ આગળ કાર્યોત્સર્ગમાં રહેલા એક મુનિને જોયા. મુનિની આસપાસ ભમરાઓ ફરી રહ્યા હતા એથી અને મુનિના શરીર ઉપર મદ જોઈને નલરાજાએ જાણ્યું કે, જંગલના હાથીએ ગંડસ્થળમાં ઉત્પન્ન થયેલી ખણુજને દૂર કરવા મુનિના શરીરે ઘસ્યું છે. આવા મુનિને નલરાજાએ વંદન કર્યું. તે વખતે આ વૃત્તાંતને જાણીને નિષધ વગેરે સર્વ મનુષ્ય તે મુનિને વંદન કરવા આવ્યા. બધાએ મુનિએ કહેલી ધર્મદેશના સાંભળી. દેશના પૂર્ણ થયા પછી નલે મુનિને વંદન કરીને અંજલિ જોડીને દમયંતાને કપાળમાં સૂર્ય જેવું તેજસ્વી તિલક કેમ છે? એમ પૂછ્યું. જ્ઞાની મુનિએ તેને કહ્યું. તેણે પૂર્વભવમાં તીર્થકરોની આરાધના માટે તપ કર્યો હતો. તેના ઉજમણામાં તીર્થંકર પ્રતિમાના કપાલે રત્નનાં તિલક
૧. દમયંતીએ પૂર્વભવે ૫૭૬વાર લાગ2 તીર્થ કરતપ આયંબિલથી કર્યો. પહેલા ભગવાનની આરાધના એક આયંબિલથી કરવાની. “બીજા ભગવાનની આરાધના બે આયંબિલથી કરવાની. એમ એક એક આયંબિલ વધતાં ચોવીસમા ભગવાનની આરાધના ૨૪ આયંબિલથી કરવાની. આમ એકવાર વીસ તીર્થકરોની આરાધનામાં કુલ ત્રણસો આયંબિલ થાય. દમયંતીએ પ૭૬ વખત ૩૦૦ આયંબિલ લાગટ કર્યા. આમ ૪૮૦ વર્ષ સુધી લાવટ આયંબિલ કર્યા. આ તપના ઉજમણુમાં તેણે ચોવીસેય તીર્થકરોની પ્રતિમાના કપાલે રત્નનાં તિલક કર્યા હતાં.