Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
૧૫૮
શીલપદેશમાલા ગ્રથન. વચનના યુક્તિપૂર્વક પ્રત્યુત્તરો આપતા મહામુનિએ પિતાના નિર્મમત્વભાવથી બ્રાહ્મણને નિરુત્તર કરી દીધું. તેથી ઇ પિતાના સ્વાભાવિક રૂપમાં રહીને નમિરાજર્ષિને ભક્તિથી પ્રણામ કર્યા પછી તે પોતાના સ્થાને ગયે. મિરાજર્ષિએ પણ મોક્ષને મેળવ્યું. જેની બુદ્ધિ સમતામાં જોડાયેલી છે એવી મદનરેખા વિવિધ તપથી પોતાના કર્મરૂપી પ્રબલમલના ડાઘને જોઈને અને શીલ વિષે વપરનું હિત કરનારી પ્રતિષ્ઠાને પામીને મેક્ષ-- રૂપી લક્ષમીનું ભાજન થઈ [૫૩] શીલને જીવાડનારાં મહાસતીઓનાં દષ્ટાંતને કહે છે -
नंदउ सीलानंदिय-जणविंदा सुंदरी महाभागा ।
अंजणसुंदरिनम्मय-सुंदरिरइसुंदरीओ य ॥५४॥ ગાથાથ:- શીલથી કસમૂહને આનંદિત કરનારી અને મહાભાગા ( મહાન. ભાગ્યવતી) એવી સુંદરી, અંજનાસુંદરી, નર્મદા સુંદર અને રતિસુંદરી લાંબો કાળ જય પામે.
ટીકાથ-મહાભાગાનું લક્ષણ આ છે- જેને જન્મ દુષ્ટ અપવાદથી હણાયે નથી તે શ્રી મહાભાગા છે. કહ્યું છે કે-“જેને જન્મથી પ્રારંભી મરણ સુધી. અત્યંત સૂક્ષ્મ પણ દૂષણ ન લાગે તે સ્ત્રી પૃથ્વી મંડલમાં મહાભાગા, જાણવી.' આ પ્રમાણે ગાથાને શબ્દાર્થ છે. ભાવાર્થ તે થાઓથી જાણ. તેમાં પહેલું સુંદરીનું દષ્ટાંત છે. તે આ પ્રમાણે -
સુંદરીનું દષ્ટાંત આ જ અવસર્પિણીમાં પ્રારંભમાં વિનીતાનગરીમાં શ્રીનાભિરાજાના પુત્ર શ્રી ઋષભપ્રભુ રાજ્યનું પાલન કરતા હતા. તેમની સુમંગલા અને સુનંદા નામની બે પત્નીએ હતી. એકવાર સુમંગલાએ ચદ મહાસ્વપ્ન જોયા. તેણે તે સ્વપ્નો જ્ઞાનથી શોભતા ઋષભરવામીને કહ્યા. ઋષભપ્રભુએ પણ કહ્યું: તને ચક્કસ ચક્રવર્તી પુત્ર થશે. પ્રભુના જન્મથી છ લાખ પૂર્વ એટલે કાળ ગયા પછી સુમંગલાએ પહેલાં ભારત અને બ્રાહ્મીરૂપ યુગલને જન્મ આપ્યો. જેમ સુગુરુ પાસેથી લીધેલી વિદ્યા જ્ઞાન અને વાસનાને (=સંસ્કારને). જન્મ આપે તેમ સુનંદાએ પણ સુંદર આકૃતિવાળા બાહુબલિ અને સુંદરી એ બેને જન્મ આ. જેમ રત્નની ખાણ રત્નની પરંપરાને (=એક પછી એક) જન્મ આપે તેમ સુમંગલાએ ફરી એગણપચાસ પુત્ર-પુત્રીરૂપ યુગલને જન્મ આપ્યો. જેમ વિંધ્ય પર્વતમાં. હાથીના બચાઓ મોટા થાય તેમ તે બધા ક્રમે કરીને મોટા થયા. જેમ હાથીઓના ટેળાનો નાયક હાથી શેભે તેમ પુત્ર-પુત્રીઓથી પરિવરેલા ઋષભપ્રભુ શોભતા હતા. પ્રભુએ લેકવ્યવહારની પ્રવૃત્તિ માટે સે શિલ્પાને કહીને ભારતને બહેતર કળાએ શીખવી. ભરતે પણ અન્ય બંધુઓને તે કળાઓનો અભ્યાસ કરાવ્યું. સારા ક્ષેત્રમાં વાવેલા ડાંગરના બીજની જેમ સારા પાત્રમાં પડેલી વિદ્યા સો પ્રકારે ભેદાય છે, અર્થાત્