Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
૧૯૦
શીલપદેશમાલા ગ્રંથને રાજ્ય કરે છે. જેમ મેઘની વિદ્યુત પત્ની છે તેમ તેની વિદ્યુત્મભા પત્ની છે. તેની કુક્ષિમાં ઉત્પન્ન થયેલી ગુણેથી પવિત્ર બનેલી પ્રીતિમતી નામની પુત્રી છે. તેને આજે દુષ્ટ સર્પ કરડો છે. તેથી તમને જણાવવા માટે પ્રિયદર્શન રાજાએ મને જલદી મોકલ્યો છે. ઉપકારની બુદ્ધિવાળા તેણે વેગવાળા હાથીઓથી મંગલાવતી નગરીમાં જઈને રાજપુત્રીને ગરુડની જેમ વિષરહિત કરી. કન્યાના પિતાએ તે કન્યા તેને આપી. તેને પરણીને તે રાજા પોતાની નગરીમાં આવ્યું. રાજાના પ્રવેશ નિમિત્તે નગરજને દરવાજાઓને શણગારેલી કમાન બાંધી હતી. કેટલાક કાળ ગયા પછી પોતાના યુવાન પુત્રને રાજ્ય ઉપર બેસાડીને તે દંપતીએ તાપસવ્રતને સ્વીકાર કર્યો. તે બંને વિશ્વભૂતિ નામના તપસ્વીના ચરણમાં રાધાવેધ સાધવાની જેમ વ્રતની આરાધના કરવા લાગ્યા. પાંચમા મહિને
સ્ત્રીમંત્રની જેમ પ્રીતિમતીને ગર્ભ તત્કાલ જરાક પ્રગટ થયે. નમેલા મસ્તકવાળા રાજાએ સહચરી પ્રીતિમતીને પૂછ્યું હે ભદ્રા! કુલ અને શીલને અનુચિત તારે આ ગર્ભ કેમ દેખાય છે? પ્રીતિમતીએ જવાબ આપ્યો વ્રતના સ્વીકાર પહેલાં જ આ ગર્ભ હતા, પણ જેમ વાદળની મધ્યમાં રહેલી ચંદ્રકળા ક્ષણવાર ન દેખાય તેમ આ ગર્ભને મેં ન જાયે. તેમણે વિચાર્યુંઅહીં રહેલા આપણે તપસ્વીઓમાં ધિક્કારને પાત્ર બનીશું. આથી સવારે બીજા સ્થળે ચાલ્યા જવું. આમ વિચારીને વ્યાકુલ અને ચિતારૂપી આચમન જલથી યુક્ત મનવાળા તેમણે ગાલ ઉપર ડાબે હાથ મૂકીને સૂઈને તે રાત્રિ પસાર કરી. સવારે તેમણે દુષ્ટ વ્યંતરથી તદ્દન ખાલી કરાયેલા ગૃહસ્થના ઘરની જેમ તે આશ્રમને તપસ્વીઓથી ખાલી છે. તેથી વિલખા બનેલા તેમણે પિતાની ચપળ અને વિક્રત અવશેષની જેમ આમતેમ ફેરવી. જેમ પક્ષી સુકા પાંદડાવાળા વૃક્ષને છોડીને જાય તેમ આશ્રમને છેડીને જતા ધીમા પગલાવાળા એક વૃદ્ધમુનિને જોયા. હરિણમુનિએ તે વૃદ્ધ મુનિ પાસે જઈને અંજલિ જોડીને કહ્યું: મને કહો કે કયા કારણથી આ તપોવન શૂન્ય છે? વૃદ્ધમુનિએ કહ્યું: વત્સ! તમારું આ નિવ કાર્ય જોઈને કેરેગવાળા પુરુષની જેમ આ આશ્રમને છોડીને બધા અન્ય વનમાં ગયા છે. આ પ્રમાણે કહીને મુનિ જલદી ઈઝેલા સ્થળે ગયા. ખેદ પામેલા હરિષણ મુનિ પિતાની ઝુંપડીમાં પાછા આવ્યા. જેમ સાધુ લક્ષમીની નિંદા કરે તેમ પોતાના કર્મની નિંદા કરતા તેમણે ચાર મહિના સે વર્ષ જેટલા પસાર કર્યા. ગર્ભને કાળ પૂર્ણ થતાં પ્રીતિમતીએ જેમ કલ્પવેલડી ઈષ્ટ ફલ આપનાર સંપત્તિને જન્મ આપે તેમ પુત્રીને
૧. ગરુડ કશ્યપઋષિને પુત્ર છે. તે ગાડિક મંત્રથી ઝેરને દૂર કરે છે. ૨, સ્ત્રીની ગુપ્ત વાતની જેમ, ૩. પારિ એટલે પાળ. ગાલની પાળ ઉપર એમ શબ્દાર્થ છે.
૪. જેમ કોઈ વેપારી અમક માલ વેચાઈ ગયા પછી હવે માલ કેટલે બાકી રહ્યો છે એમ માલ ઉપર નજર ફેરવે તેમ..