Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
શીલપદેશમાલા ગ્રથને હાથમાં આવ્યા. પરીક્ષામાં કુશલ રાજાએ સર્વ કુમારોના પટને તરાની જેમ છોડીને એ બે પટની ધારણ કરી, અર્થાત્ એ બેના ગુણેની ધારણા કરી. અંજનકેતુ રાજાએ એ બેમાં સમાન ઉત્તમ ગુણેને જાણીને ફરી મંત્રીને એ બેમાં રૂપ અને ગુણમાં કેણ અધિક છે? એમ પૂછયું. મંત્રીએ કહ્યું- હે દેવ! આ ભવિષ્યદત્ત ગુણમાં વિશેષ છે. પણ તે જન્મથી અઢારમા વર્ષે મેક્ષમાં જશે એમ જિનેશ્વરે કહ્યું છે. ગુણેથી અધિક હેવાના કારણે ભવિષ્યદત્તને કન્યા આપવાની ઈચ્છાવાળા પણ રાજાએ ભવિષ્યદત્ત અલ્પ આયુષ્યવાળ છે એવી શંકા કરીને ન આપી. તે વખતે શાશ્વતક્ષેત્ર નંદીશ્વરદ્વીપમાં યાત્રામાં હજારો વિવારે મહાન સમૃદ્ધિથી ભેગા થયા. ત્યાં અંજનકેતુ રાજાએ પ્રહૂલાદન રાજાના પુત્ર પવનંજયને એગ્ય જોઈને હર્ષથી કન્યા આપી. નૈમિત્તિકોએ જલદી અલ્પ દિવસમાં આવે તેવું મુહૂર્ત આપ્યું. યેગ્ય સંબંધ થવાથી ખુશ થયેલા તે બંને પોતપોતાના ઘરે ગયા. અંજનકેતુ રાજાએ પોતાની સમૃદ્ધિ પ્રમાણે મહાન ઉત્સવ કરવા માટે આડંબરવાળી વિવાહની સામગ્રી એકઠી કરી. પછી તે મહાન આડંબરથી સર્વ પરિવાર સહિત ગળ માનસ સરોવરમાં આવીને રહ્યો. માટે વિસ્તાર કરવાની ઈચ્છાથી અધિક સંખ્યામાં આવવા માટે પ્રહૂલાદન રાજાને લગ્નપત્રિકા મેકલી. પ્રહૂલાદન રાજાએ પણ જનમાં જવા માટે સ્વજનેને આદરથી લાવ્યા. સમૃદ્ધિ હેય ત્યારે પુત્ર વગેરેના કાર્યોમાં કણ કણ ઉદ્યમવાળા થતા નથી?
આ તરફ ઋષભદત્તે પવનંજયને કહ્યું- હે મિત્ર ! મૈત્રીથી થયેલો પ્રેમ પત્ની પ્રેમથી અદશ્ય થઈ જશે. પવનંજયે સ્મિત કરીને કહ્યુંઃ હે મિત્ર ! મને પત્નીને જોવાનું કુતૂહલ થયું છે. આથી કેઈને ખબર ન પડે તેમ રાતે જઈને તેને જોઈએ. બંને આકાશમાગે વિમાનથી જલદી માનસ સરોવરની હદ પાસે ગયા. કાળાં વસ્ત્રો પહેરીને સસરાના ઘરમાં પ્રવેશ કર્યો. સખીઓથી પરિવરેલી અને પરસ્પર વાત કરવામાં રસવાળી અંજનાસુંદરી
જ્યાં હતી ત્યાં તે બંને ગયા. તે વખતે કેઈક સખીએ અંજનાસુંદરીને કહ્યું: હે સખી! પૂર્વે તારા માટે જે પતિ વિચારાયો હતે તે નજીકમાં મોક્ષમાં જનારો છે. આથી સારા પણ અલ્પ આયુષ્યવાળા પતિથી શું? તૃપ્તિ વિના પતિના વિયેગનું દુઃખ ખરેખર અત્યંત દુસહ્ય હોય છે. અંજનાસુંદરીએ કહ્યુંઃ હે સખી! આ ચર્ચાથી શું ? અમૃતને છાંટે પણ મુશ્કેલીથી મેળવી શકાય છે એમ તે શું સાંભળ્યું નથી? આ પ્રમાણે સાંભળીને તિરસ્કાર કરાયેલા સિંહની જેમ કેપથી લાલ આંખવાળે પવનંજય તલવાર
૧. અહીં પકો : એ પ્રયોગ છે. વેષને અર્થ ગુણ ન થાય. પણ આજુ બાજુને સંબંધ જોતાં વેષ અથ બંધ બેસતા નથી થતો, ગુણ અર્થ બંધ બેસતા છે. આથી અનુવાદમાં ગુણ શબ્દને પ્રયોગ કર્યો છે. ૨, smયાત્રા=જાન.