Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
૧૬૨
શીલપદેશમાલા ગ્રંથને ફળ મેળવે છે. હવે હર્ષ પામેલા ભરત મહારાજાએ સુંદરીને દીક્ષાની અનુમતિ આપી. ત્યારે સુંદરી કૃશશરીરવાળી હોવા છતાં હર્ષથી પુષ્ટ શરીરવાળી સ્ત્રીની જેમ શોભી
આ તરફ ઉનાળાના તાપથી તપેલા છ માટે મેઘ સમાન શ્રી ઋષભપ્રભુ વિહાર કરીને અષ્ટાપદ પર્વત ઉપર પધાર્યા. અષ્ટાપદપર્વત ઉપર શ્રી ઋષભપ્રભુ પધાર્યા છે, અને દેશના આપી રહ્યા છે, એવા સમાચાર ઉદ્યાનપાલકેએ જલદી ચક્રવર્તીને આપ્યા. આ સમાચાર સાંભળીને (છ ખંડના) વિજયથી પણ અધિક હર્ષને ધારણ કરતા ભરત મહારાજાએ ઉદ્યાનપાલકને સાડા બાર ક્રોડ સુવર્ણ આપ્યું. ભરત મહારાજાએ સુંદરીને કહ્યું ખરેખર ! તારા મનોરથની સિદ્ધિ માટે ખેતરમાં સ્વાતિ નક્ષત્રના વર્ષોની જેમ જગદગુરુ પૂજ્ય પિતાજી અષ્ટાપદપર્વત ઉપર પધાર્યા છે. હવે ભરત મહારાજાની આજ્ઞાથી અંતઃપુરની સ્ત્રીઓએ સુંદરીને દીક્ષા સ્વીકારને અભિષેક કરાવ્ય, અર્થાત્ સ્નાન કરાવ્યું. પછી વિલેપન કરીને શીલથી સુંદર એવી સુંદરીએ જેમ શરદઋતુમાં આકાશ ઉજજવળ વાદળોને ધારણ કરે તેમ ઉજજવળ બે વચ્ચે ધારણ કર્યા. તે વખતે તેના શરીરમાં કિંમતી અને તેજવી રત્નના અનેક અલંકારો જાણે નિર્મલ શીલના અલંકારો હોય તેમ શોભવા લાગ્યા. તે વખતે સુંદરીના રૂપ સૌંદર્યની આગળ સુભદ્રા નામનું સ્ત્રીરત્ન તે જાણે દાસી હોય તેવું દેખાવા લાગ્યું. પછી ભાદરવા માસની મેઘશ્રેણિની જેમ ગરીબેને ઈચ્છા પ્રમાણે દાન આપતી તે શિબિકામાં આરૂઢ થઈ સફેદ છત્રથી તે શોભતી હતી. તેને ચામર વીંઝવામાં આવતા હતા. મંગલપાઠકે તેના અનેક ગુણોની ખૂબ પ્રશંસા કરી રહ્યા હતા. તે અંત પુરના પરિવાર, સૈન્ય અને અનેક રાજાએથી શેભતી હતી. હર્ષથી પુષ્ટચિત્તવાળા ભરત મહારાજા તેની પાછળ ચાલી રહ્યા હતા. તેની ભાભીઓ ભક્તિથી મંગલ ગીત ગાઈ રહી હતી. સુંદર સ્ત્રીઓ પગલે પગલે તેનું લૂણ ઉતારતી હતી. વાગી રહેલા વાજિંત્રોના ઊંચે જતા નાદોથી આકાશ બહેરું થઈ ગયું હતું. આ પ્રમાણે આવતી મહાસતી સુંદરી પૂજ્ય પિતાજીથી પવિત્ર થયેલ અષ્ટાપદ પર્વત ઉપર આવી. પછી વૈરાગ્યની વાત કરવામાં કુશળ ભરત અને સુંદરી ભવભયવાળા જીવનું શરણ એવા સમવસરણ પાસે આવ્યા. ધર્મચક્રવર્તી શ્રી ઋષભ પ્રભુને ભરત ચક્રવર્તીએ આદરથી વંદન કર્યું. સુંદરીએ વંદન કરીને અને અંજલિ જોડીને પ્રભુને ગદ્ગદ્ વાણીથી આ પ્રમાણે કહ્યું: હે ત્રિજગત્પતિ ! ઘણું કાળથી આપ મનથી પ્રત્યક્ષ જ હતા, પણ ઘણું પુણ્ય એકઠું થવાથી ભાગ્યોગે આજે આપ નજરથી પ્રત્યક્ષ જોવામાં આવ્યા છે. ભરત મહારાજાના દબાણથી આટલા કાળ સુધી મેં ચારિત્રન લીધું. તેનાથી હું જાતે જ છેતરાણી છું. મારી મોટી બહેન બ્રાહ્મી, ભત્રીજા અને તેમના પુત્રો તે બધા ધન્ય છે કે જેમણે આપના માર્ગને સ્વીકાર કર્યો છે. તે વિશ્વવત્સલ! મને દીક્ષા આપીને તારો તારો! આખા જગતને પ્રકાશિત કરનાર સૂર્ય શું ઘરને પ્રકાશિત ન કરે? હે મહાભાગ્યવંતી ! હે મહાસત્ત્વવંતી ! સારું સારું એમ બેલતા પ્રભુએ સુંદરીને ભવરૂપી સમુદ્રને તરવા માટે નૌકા સમાન