Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
શીલાપદેશમાલા ગ્રંથને
સ
સર્વીસાવદ્યોની વિરતિ વિના દુર્લભ છે. આથી સાવદ્યોની વિરતિના સ્વીકાર કરીને સર્વ દુઃખાને જલાંજલિ આપે. આ પ્રમાણે દેશના સાંભળીને ભરત મહારાજાના પાંચસે પુત્રોએ અને સાતસા પૌત્રોએ દીક્ષા લીધી. ભરત મહારાજાની રજાથી બ્રાહ્મીએ પણ દીક્ષા લીધી. અમૃતના કુંડને મેળવીને તૃષાવાળા કાણુ અમૃત'ડને લેવામાં વિલ`ખ કરે ? ચારિત્ર લેવાની ઈચ્છાવાળી સુંદરીને બાહુબલિએ ચારિત્ર લેવાની રજા આપી, પણ ભરત મહારાજાએ નિષેધ કર્યાં. આથી તે પ્રભુની પહેલી શ્રાવિકા થઈ. સુંદર કાંતિવાળી અને લાવણ્યના અસાધારણ તરંગાવાળી સુંદરીને આ શ્રીરત્ન થશે એવી ઈચ્છાથી તે વખતે રાખી. ભરત મહારાજાએ સ્વામીના ચરણામાં શ્રાવકધમ સ્વીકાર્યાં. પછી ચક્રરત્નની પૂજા કરવાની ઈચ્છાવાળા ભરત મહારાજા જલદી શસ્ત્રશાળામાં આવ્યા. ચક્રને ચારે બાજુ પ્રદક્ષિણા આપીને નમસ્કાર કર્યાં. પછી અષ્ટાહ્નિકા મહાત્સવ કરીને દિગ્વિજય કરવા માટે પ્રયાણ કર્યું. સદા સાળહજાર યક્ષેાથી પરિવરેલા ચક્રવર્તીએ ભરતક્ષેત્રના છે. ખઢાને સાલ્યા. ચક્ર, છત્ર, ખડ્ગ અને ઈંડ એ એકે°દ્રિય ચાર રત્ના ચક્રવર્તીની શસ્રશાળામાં ઉત્પન્ન થયા. જાણે જ્ઞાન, દર્શીન અને ચારિત્ર હાય તેવા કાકિણી ચમ અને મણિ એ ત્રણ રત્ના ચક્રવર્તીના મહાન કોષમાં ઉત્પન્ન થયા. સેનાપતિ, ગૃહપતિ, પુરાહિત અને વકી એ ચાર નરરત્ના વિનીતાનગરીમાં ઉત્પન્ન થયા. હસ્તિરત્ન અને અશ્વરન એ એ વૈતાઢય પર્વતની તળેટીમાં ઉત્પન્ન થયાં. શ્રીરત્ન ઉત્તર વિદ્યાધર શ્રેણીમાં ઉત્પન્ન થયું. જેમ જ મૂઠ્ઠીપ ગંગા અને સિંધુ વગેરે ચાઢ નદીએથી શાલે છે તેમ મહારાજા ચાદરત્નાથી શાલતા હતા. ભરતના અધિપતિ ભરતચક્રવર્તી સાઠ હજાર વર્ષો પછી સર્વ સમૃદ્ધિની સાથે વિનીતા નગરીમાં આવ્યા. પછી બાર વર્ષ સુધી ભરત મહારાજાના ચક્રવર્તીપદના અભિષેક થયા. ત્યારબાદ વજનાના દર્શનની ઉત્કંઠાવાળા ભરત મહારાજા સ્વજનાને યાદ કરવા લાગ્યા. તેથી રાજસેવકોએ તેમને સુંદરી ખતાવી. તેમણે સુંદરીને જોઈ તે તેના રૂપ અને લાવણ્ય હિમ પડવાથી કરમાયેલી કમલિનીની જેમ, અત્યંત સૂકાયેલી ઇલીની જેમ, દિવસે ચંદ્રલાની જેમ, અત્યંત નિસ્તેજ બની ગયા હતા. શરીરરૂપી લતામાં માત્ર હાડકાં રહ્યાં હતાં. સુંદરીને જાણે ખીજા ભવમાં આવી હોય તેવી અને અન્યના જેવા શરીરવાળી કુશ જોઈને ભરત મહારાજાએ સેવકાને આ પ્રમાણે
શું: અરે! શુ` મારા ઘરમાં તેવી ધાન્યરૂપ સ`પત્તિ નથી ? જો એમ હાય તા ચાસ બીજ ઉત્પન્ન કરનારી પણ ભૂમિ ખીજ વિનાની હોય તેમ સંભવે છે. અથવા શું કૃપણતાના કારણે અહીં કાઇ પણ માણસ પેાતાની ઇચ્છા પ્રમાણે ખાઈ શકતા નથી ? જે એમ હાય તા સમજવું કે ખારા સમુદ્રમાં ઉત્પન્ન થયેલા પ્રાણીઓ પણ ખારા રસની
૧૬૦
૧. સાવદ્ય એટલે પાપવાળા મન-વચન અને કાયા એ ત્રણ યોગા. પાપવાળા મન, વચન અને કાયા એ ત્રણ યાગાના સવથા ત્યાગ કરવા એ સ સાદ્યોની વિરતિ છે. સ*સાવઘોની વિરતિ એટલે જ દીક્ષા.