Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૮૫ તેમ મારું હૃદય તારામાં ઉત્કંઠિત બન્યું. હે ભદ્રા! તારા માટે જ મારે આ પ્રયત્ન હતું. તેથી હવે પ્રસન્ન બનીને કુરુદેશની અધિપતિ બનીને મારા એ પ્રયત્નને સફળ કર. હવે રતિસુંદરીએ વિચાર્યું. મારા આ શ્રેષરૂપને ધિક્કાર થાઓ ! જેમ ફલથી યુક્ત વૃક્ષ દુર્દશાને પામે તેમ મારા પતિ આવી દુર્દશાને પામ્યા. કામી, દુરાચારી અને જુગારીની જેમ ઉત્સુક્તાવાળા એણે મારા ચિત્તને વિચાર કર્યા વિના આવી ચેષ્ટા કરી. તેને ધિક્કાર થાઓ ! જેમ કસાઈની દુકાનમાં બંધાયેલા બેકડાને પોતાનું જીવન બચાવવું મુશ્કેલ છે તેમ હવે પછી મારે આનાથી શીલની રક્ષા કેવી રીતે કરવી ? અથવા પ્રાણુ સંકટમાં હોય ત્યારે કાલક્ષેપ કરવો એ જ કલ્યાણ માટે છે એવું નીતિવાક્ય છે. આ નીતિવાક્યને યાદ કરીને રતિસુંદરીએ સામેથી જ તેને કહ્યું હે શ્રેષ્ઠતૃપ! તમારે ગાઢ અનુરાગ જા. એથી જે નિષ્ફલ ન કરે તે તમને કાંઈક પ્રાર્થના કરું. રાજાએ કહ્યું- હે "રંભેરુ ! આ પ્રાર્થના વચન તો શું? તારા માટે ઉપયોગમાં લેવાયેલા આ પ્રાણે પણ મારા માટે તૃણસમાન છે. હે સુંદર ભમ્મરવાળી! જે મસ્તક આપે તેની પાસે શું ચક્ષુની માગણી કરાય? એથી તું મારી પાસે અતિદુર્લભ પણ માગ. હું તારી માગણીને પૂરી કરું છું. રતિસુંદરીએ કહ્યુંઃ ચાર માસ સુધી મારા બ્રહ્મચર્યને ભંગ ન કરે. આ સિવાય બીજું કાંઈ મારે જોઈતું નથી. રાજા બોલ્યા હે સુંદર મુખવાળી ! આ વચન વાપાતથી પણ અધિક ભયંકર છે. તે પણ હું તારી આજ્ઞા અન્યથા નહિ કરું. દુખરૂપી સમુદ્રમાં ડુબેલી તે તેના દ્વીપસમાન આ વચનને પામીને સૂર્યથી સંતપ્ત બનેલા પુરુષ વૃક્ષની છાયા પામીને ખુશ થાય તેમ ખુશ થઈ પછી પણ આ મને આધીન જ છે એમ વિચારીને રાજા ધનને ભૂમિમાં દાટીને રંક જેમ ખુશ થાય તેમ મનમાં ખુશ થયો.
રતિસુંદરી સતત આયંબિલ અને ઉપવાસ વગેરે તપશ્ચર્યાઓથી શરીરનું શેષણ કરવા લાગી. સ્નાન, વિલેપન અને આભૂષણોનો ત્યાગ કર્યો. બે સ્તન વચ્ચેનું અંતર વધી ગયું. મુખરૂપી કમળ કરમાઈ ગયું. લેહી, માંસ, નાસિકાને અગ્રભાગ અને કમ્મર સૂકાઈ ગયા. વાળ કઠોર થઈ ગયા. આખું શરીર મેલથી શ્યામ થઈ ગયું. હિમથી બળેલી કમલિનીની જેમ તે આકૃતિથી જ ભયંકર બની ગઈ આવી રતિસુંદરીને રાજાએ એકવાર જોઈ તેણે રતિસુંદરીને પૂછયુઃ હે મૃગના જેવી આંખવાળી! તારી આવી અવસ્થા કેમ થઈ? શું તને કઈ રોગ છે? અથવા ચિત્તમાં દરરોજ કઈ દુ:ખ ઉત્પન્ન થાય છે? તેણે કહ્યું હે દેવ! વૈરાગ્યથી મેં આ વ્રત ધારણ કર્યું છે, તેથી ફાગણ માસમાં વન જેમ મારી કાયા કાંતિરહિત થઈ ગઈ છે. હે મહારાજ ! આ વ્રત મારે ગમે તેમ કરીને પણ પૂરું કરવું જોઈએ. કારણ કે વ્રતભંગ નરકનું કારણ છે. રાજાએ પૂછ્યું: તારા વૈરાગ્યનું કારણ શું છે? જેથી તે ભાગને વેગ્ય આવા શરીરને પુ૫- ૧. કેળ જેવી જાધવાળી.