Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૬૩ દીક્ષા આપી. પછી પ્રભુએ સુંદરીને ધર્મરૂપી ઉદ્યાન માટે પાણીની નીક સમાન અને અમૃતતુલ્ય હિતશિક્ષા સંબંધી ઉપદેશ આપ્યો. પછી પિતાને કૃતકૃત્ય જેવા અને તારૂપ ધનવાળા સાદવજી સુંદરી સાધ્વીસમુદાયમાં ક્રમ પ્રમાણે બેઠા. પ્રમોદથી પૂર્ણ બનેલા ભરત મહારાજા દેશના પૂર્ણ થયા પછી પ્રભુજીને, સાધુઓને અને સાધ્વીજીઓને વંદન કરીને અયોધ્યામાં ગયા. બુદ્ધિમાનમાં શ્રેષ્ઠ એવા સાધ્વીજી શ્રી સુંદરીએ પણ બે પ્રકારની શિક્ષા ગ્રહણ કરીને નિરતિચાર અને વિધિપૂર્વક ચારિત્ર પાળ્યું. જેમ સ્વાતિ નક્ષત્રમાં છીપ મોતીને પ્રાપ્ત કરે તેમ સુંદરીએ નિર્દોષ તપશ્ચર્યાઓથી ઘાતી કર્મોનો નાશ કરીને કેવલજ્ઞાન મેળવ્યું. શ્રી સુંદરી અનુપમ શીલની નિર્મલતાથી ઉત્પન્ન થયેલા કેવલજ્ઞાનને ઘણા કાળ સુધી પાળીને, અર્થાત્ ઘણુ કાળ સુધી કેવલી અવસ્થામાં રહીને, પર્વતેમાં ઉત્તમ અષ્ટાપદ પર્વત ઉપર અનંત સુખવાળા મેક્ષને પામ્યા.
અંજનાસુંદરીનું દષ્ટાંત હવે અંજનાસુંદરીનું દષ્ટાંત કહે છે -
આ જ જંબુદ્વીપમાં શાશ્વત કલ્યાણનું મંદિર અને વિદ્યાધરની બે શ્રેણિએથી યુક્ત વૈતાઢય પર્વત છે. તેમાં વિદ્યાસિદ્ધોના સ્થાનવાળું અને જાણે સ્વર્ગને જીતવા માટે હોય તેમ ઉપર ઉપર મજલાઓવાળું પ્રસિદ્ધ પ્રહૂલાદનગર છે. તે નગરમાં શત્રુસમૂહને નાશ કરનાર પ્રલાદ નામને રાજા હતા. આકાશમાં રહેલે સૂર્ય જાણે તે રાજાને શરીરધારી પ્રતાપ હતો. તેની ગુણરૂપી માણેક રત્નોની ખાણ એવી પદ્યાવતી નામની રાણી હતી. તેને ગુણેથી જાણે ઇંદ્રને પુત્ર જયંત હોય તે પવનંજય નામને પુત્ર હતે. કૌતકવાળે તે ઋષભદત્ત વગેરે મિત્રોની સાથે ક્રીડા કરવાના ઉદ્યાનોમાં અને વાવડીઓમાં વિનોદ કર, ધનુર્વિદ્યાને અભ્યાસ કરે અને લશ્કરી તાલીમ લેવી વગેરે ક્રીડા કરતે હતે.
આ તરફ તે જ શ્રેણિમાં અંજન નામનું નગર હતું. અંજનકેતુ રાજા ઇદ્રની જેમ તેનું પાલન કરતું હતું. તેની બુદ્ધિમાનને માનનીય એવી અંજનવતી નામની રાણી હતી. તે બેની નેત્રોમાં અમૃતના અંજન સમાન અંજનાસુંદરી કન્યા હતી. જાણે રૂપ અને સૌંદર્યની સીમા હોય તેવી અને સર્વ પ્રકારના ગુણવાળી તે પિતાના મનોરથની સાથે યુવાવસ્થાને પામી. જેમ વર્ષાઋતુમાં નદીનું પૂર ચારે બાજુ ફેલાય તેમ અંજનાસુંદરીના રૂપ, સૌંદર્ય અને ગુણેની વાત “પહેલાં હું ખબર આપું-પહેલાં હું ખબર આપું” એમ અહંપૂર્વક અનેક રાજાઓના સ્થાનોમાં ફેલાણી. રાજાઓએ પોતાના અને પિતાના કુમારોના કામદેવના જેવા રૂપને પટમાં આલેખી આલેખીને મંત્રીઓના હાથે મોકલ્યા તેથી આ જનાસુંદરીના માતા-પિતા વમણિના ગુણોની જેમ તે રાજાઓના અને રાજપુત્રોના રૂપ, કુલ, ઐશ્વર્ય, વિદ્યા, શીલ અને પરાક્રમ એ ગુણોને વિચારવા લાગ્યા. આ દરમિયાન એકવાર જાણે કામદેવના આજ્ઞા પટ હેય તેવા ભવિષ્યવ્રત અને પવનંજય એ એના પટે એકી સાથે મંત્રીના