Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૪૭
ટીકા :- શ્રી સુભદ્રાએ સૂતરના તાંતણાએથી માંધેલી ચાલણીથી કૂવામાંથી પાણી લઈને ચંપાનગરીના દરવાજા ઉપર છાંટયું. આથી દરવાજા ઉઘડી ગયા. આવી રીતે દરવાજા ઉઘાડીને શ્રી સુભદ્રાએ જૈનશાસનની પ્રભાવના કરી. આવી સતી સુભદ્રા દીર્ઘાયુ બને. અહીં કવિએ તેવી પ્રભાવના કરવાના કારણે શ્રી સુભદ્રા જાણે જીવતી હાય તેમ તેને અભિનદન આપ્યા છે. આ પ્રમાણે ગાથાના સક્ષેપથી અર્થ છે. વિસ્તારથી અથ તા આ પ્રમાણે છેઃ
સુભદ્રાનું દૃષ્ટાંત
પૃથ્વીના આભૂષણુરૂપ વસંતપુર નામનું નગર હતું. તેમાં જાણે પુણ્યરૂપી અંકુરાએની શ્રેણિ હાય તેવી જિનમંદિરની શ્રેણિ શાભતી હતી. રૂપનું અભિમાન કરનાર જિતશત્રુ નામને રાજા તે નગરમાં શાસન કરતા હતા. જાણે આકાશ તેની તલવારની રેખારૂપ હતું અને તારાઓ તેમાં પુષ્પમાળારૂપ હતા. તે નગરમાં પ્રસિદ્ધવૈભવવાળા જિનદાસ નામના શ્રાવક હતા. તેના ગુણા બધાના હૃદયમાં હારની જેમ ક્રીડા કરતા હતા. તેની જિનમંતિ નામની પત્ની હતી. તે જૈનધર્મસંબધી પ્રેમના સાગર હતી, તત્ત્વની માલારૂપ હતી અને શીલથી શાભતી હતી. તે એની દ્રાક્ષા જેવી મધુરવાણી ખેાલતી સુભદ્રા નામની પુત્રી હતી. તેના લાવણ્યની સ્પર્ધાથી સમુદ્ર અપેય ( =ન પીવા લાયક ) થયેા. જેમ હસેા પદ્મિનીના (=કમળાની વેલડીના ) આશ્રય લે તેમ ગુણાએ તેના આશ્રય લીધા. ક્રમે કરીને તે યુવાનેાના મનને માહ પમાડનાર ચૌવનને પામી. યૌવનથી શાભતા અનેક મિથ્યાર્દષ્ટિએ સુભદ્રાની માગણી કરી, તા પણ જિનદાસ શેઠે જેમ કાગડાઓને ખીર ન અપાય તેમ મિથ્યાષ્ટિઓને સુભદ્રા ન આપી. એકવાર બૌદ્ધધમ માં કુશળ યુદ્ધદાસ નામના વિક ચંપાનગરીથી ત્યાં વેપાર કરવા માટે આવ્યા. કાઇવાર કાઈક કામ માટે બુદ્ધદાસ શેઠના ઘરે આવ્યા. સુંદર વસ્રોવાળી સુભદ્રાને તેણે જોઇ. તેની સાથે લગ્ન કરવાની ઈચ્છાવાળા તેણે લોકો પાસેથી ઉપાય જાણી લીધેા. પછી જેમ રત્નના અર્થી સમુદ્રના કિનારાને સેવેસમુદ્રના કિનારે જાય તેમ તે જૈનમુનિઓની સેવા કરવા લાગ્યા. શ્રદ્ધા વિના પણ સાધુઓની સેવા કરતા તે જેમ માલતી પુષ્પાના સંસર્ગથી તલ ગંધને પામે તેમ સાધુઓના સંસર્ગથી સમ્યગ્દર્શનને પામ્યા. પછી ધમ ના જાણકાર તે દરરાજ જિનપૂજા, ચૈત્યવંદન, આવશ્યક વગેરે કરવા લાગ્યા. રત્ન મળી જતાં કાણુ પ્રમાદ કરે? પછી જેમ ગુરુ વિનીત શિષ્યને શ્રુત આપે તેમ જિનદાસે સાધર્મિક એવા યુદ્ધદાસને હથી પુત્રી આપી. શુભમુહૂત માં સર્વ પ્રકારની સમૃદ્ધિથી રોહિણી
૧. આના ભાવ એ છે કે તે રાજાએ આકાશમાં સત્ર તલવાર ચલાવી હતી, અર્થાત્ તેણે ઘણાં યુદ્ધો કર્યાં હતાં અને તેમાં સત્ર વિજય મેળવ્યા હતા. પુષ્પમાળા વિજયની સૂચક છે.