Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૩૯ સંસારરૂપી સાગરથી ઉદ્ધાર કરીને અને શીલના અનુપમ પ્રભાવને ભુવનમાં સ્થાપન કરીને મેક્ષરૂપી લહમીના મસ્તકની માળા બન્યા. [૪૫] ચર પણ શીલગુણના પાલનથી સુગતિનું ભાજન બને છે એમ જણાવે છે – એ
जो अनायरओवि हु, निवभजापत्थिओवि नवि खुद्धो ।
सीलनियमाणुकूलो, स वंकचुलो गिही जयउ ॥४६॥ ગાથાથ – શીલ અને અભિગ્રહના પાલનમાં તત્પર બનેલ જે ચારથી જ આજીવિકા ચલાવતા હોવા છતાં અને રાજપત્નીથી પ્રાર્થના કરાયેલું હોવા છતાં ચલિત ન બન્યું તે ગૃહસ્થ વંકચૂલ જય પામે.
ટીકાથી – જય પામ એટલે સુગતિરૂપ ફલથી ઉત્કર્ષવાળો થાઓ. ચેરી માટે (રાજમહેલમાં) પ્રવેશ કર્યો હોવા છતાં અને રાજા સાથે વિરોધવાળી બનેલી પટ્ટરાણી (ભાગ માટે) પ્રાર્થના કરતી હોવા છતાં વંકચૂલે નિયમને અનુસરીને પટ્ટરાણીને તૃણની જેમ ત્યાગ કર્યો. આ પ્રમાણે સંક્ષેપથી અર્થ છે. વિસ્તારથી અર્થ તે આ પ્રમાણે છે
વંકચૂલનું દૃષ્ટાંત જાણે પુણ્યરૂપી બીજેના અંકુર હોય તેવા ઘણી ઋદ્ધિવાળા લોકોથી સેવવા (=રહેવા) લાયક રથનુપૂરચક્રવાલ નામનું નગર હતું. તેમાં શત્રુઓને તપાવનાર વિમલયશ નામનો રાજા હતા. તેના પ્રતાપરૂપી સૂર્યની આગળ (આકાશમાં રહેલે) સૂર્ય કણ જેવો દેખાતે હતે. ઈંદ્રને ઈંદ્રાણીની જેમ અને શંકરને પાર્વતીની જેમ તેને મંગલકારી અસાધારણ કલાઓના આયરૂપ સુમંગલા નામની રાણી હતી તેની કુક્ષિમાં થયેલી વંકચૂલા નામની પુત્રી હતી, અને જાણે અગ્નિની જવાલા હોય તેવો દુર્નતિમાન વંકચૂલ નામનો પુત્ર હતો. જેમ ચંદ્રને રોહિણી પરણાવી તેમ યૌવનવયને પામેલા તેને પિતાએ મહાન રાજાની રૂપ અને ગુણોથી યુક્ત કન્યા પરણાવી. જેમ દુર્ગણે યશને બહાર કાઢે તેમ પિતાએ સંતાપ કરનાર, અસદ્દવર્તનવાળા અને ન્યાય માર્ગને નહિ જાણનારા તેને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો. જેમ પાપબુદ્ધિ દુતિની જ સાથે જાય તેમ બાલરડાપાથી દાઝેલી પુત્રી પણ બંધુમેહથી તેની જ સાથે ઘરમાંથી નિકળી ગઈ. કેટલાક અંગરક્ષક અને પત્નીથી યુક્ત રીજ પુત્ર વંકચૂલ રાજાની જેમ ચાલ્યું. જેમ અજ્ઞાની વિડંબનાને પામે તેમ તે કઈ મેટા જંગલમાં ગયે. ત્યાં તેણે જાણે ભાલા અને ધનુષવાળા યમદૂત હોય તેવા ભિલેને જોયા. ભિલોએ કુમારને આકૃતિથી રાજા જાણીને આદરપૂર્વક નમસ્કાર કર્યો અને ત્યાં આવવાનું કારણ પૂછ્યું. તેના વૃત્તાંતને જાણીને હર્ષ પૂર્વક ભિલેએ કહ્યું: “અમારી પલ્લિનો સ્વામી મૃત્યુ પામે છે તેથી તમે