Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૩૭ ખેંચીને બહાર લઈ ગયા. કહ્યું છે કે-યૌવનમાં અવશ્ય વિડંબનાઓ થાય છે. સુદર્શન શેઠના મસ્તકે કણેરની માળા અને કંઠમાં લીમડાની માળા પહેરાવી. શાહીથી મુખ કાળું કર્યું. લાલ ચંદનના રસથી શરીરે વિલેપન કર્યું. વષ્ય પુરુષને પહેરાવવામાં આવતા પોષાક પહેરાવ્યા. પછી ગધેડાની ઉપર બેસાડીને મસ્તક ઉપર સૂપડાનું છત્ર ધારણ કર્યું. પછી નગારાના અવાજ પૂર્વક અને આ સુદર્શન શેઠે અંતઃપુરમાં અપરાધ કર્યો છે માટે એને વધ કરવામાં આવે છે એવી ઘેાષણપૂર્વક એમને સુભટએ નગરમાં ફેરવવાનું શરૂ કર્યું. લોકો આ પ્રમાણે બોલવા લાગ્યા :- રાજાએ આ સારું ન કર્યું. આવા માણસમાં આ અપરાધ ન સંભવે. આ કુશીલ નથી. જે એ અપરાધી હોય તે એનું મે આવું ન હોય. અથવા એ શૂન્યઘરમાં (સુવે છે= ) કાત્સર્ગમાં રહે છે, એથી આમાં એના ભાગ્યને જ અપરાધ છે. બધું ધન આપીને પણ આ કેઈપણ રીતે જીવતે મુક્ત કરાશે કે કેમ એ પ્રશ્ન છે. નગરજને આ પ્રમાણે બોલી રહ્યા હતા અને હાહાકાર મચાવી રહ્યા હતા, તથા સજજને રડી રહ્યા હતા, ત્યારે સુદર્શન શેઠ પોતાના ઘરની પાસે આવ્યા. આ જોઈને સ્ત્રીઓમાં શિરોમણિ અને મહાસતી મને રમાએ મનમાં વિચાર્યું કે, હા હા, મારા સ્વામીમાં આ ઘટી શકે તેમ નથી. કારણ કે જે ચંદ્રમાંથી અંગારાની વૃષ્ટિ થાય, અગ્નિમાંથી પાણી પ્રગટે, સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે, તે પણ મારા સ્વામીમાં દેષ ન થાય. આ પ્રમાણે વિચાર્યા પછી મંદિરના ગભારામાં જઈને જિનપૂજા કરીને મહાસતી મને રમાએ કાર્યોત્સર્ગ કર્યો. તેણે શાસનદેને મનમાં કહ્યું કે, હે શ્રી જિનશાસનદેવ ! તમે સાંભળો. કલંક રહિત શ્રાવકને આ ઉપદ્રવ આવ્યો છે, જે તમે સાંનિધ્ય કરશે તે હું આ કાર્યોત્સર્ગને પારીશ, અન્યથા કુલીની એવી મારે અનશન છે. કાત્સર્ગમાં રહેલી તેણે આ પ્રમાણે દિવ્યવાણી સાંભળી - હે વત્સ ! ખિન્ન ન થા, અમે સાંનિધ્ય કરીશું. આ તરફ રક્ષક પુરુષોએ સુદર્શન શેઠને નગરમાં ફેરવીને શૂળી ઉપર ચઢાવ્યા. શુળી સુવર્ણકમળનું આસન બની ગયું. ફરી સુદર્શન શેઠને મારવા માટે રક્ષકપુરુષોએ તલવાર અને લાકડીઓના પ્રહાર કર્યા. પણ એ પ્રહારો કંઠમાં માળારૂપ, મસ્તકમાં મુગુટરૂપ, બે કાનમાં કુંડલરૂપ, બે બાહુમાં બાજરૂપ, બે પગમાં કડલારૂપ અને બે હાથમાં કંકણરૂપ બની ગયા. રક્ષકોએ આ આશ્ચર્ય જલદી રાજાને જણાવ્યું. રાજા હાથણી ઉપર બેસીને શ્રીસુદર્શન શેઠની પાસે આવ્યું. રાજાએ પશ્ચાત્તાપૂર્વક સુદર્શનશેઠને ભેટીને કહ્યું હે શ્રેષ્ઠી સારા ભાગ્યથી આજે તમે જીવતા જેવાયા છે. તમે પોતાના પ્રભાવથી જીવતા રહ્યા છે. જેની ધર્મવાસના શરીરના અંગેની રક્ષા કરી રહી છે, પુરુષોમાં શ્રેષ્ઠ તે મનુષ્ય દિવ્યશસ્ત્રને પણ બુઠું કરે છે. જે વિવેકહીને પુરુષ સ્ત્રીઓના વચનમાં વિશ્વાસ કરે છે તે પૃથ્વીમાં દધિવાહનરાજાની જેમ સંતાપનું ભાજન થાય છે.
૧. ઘોઘ7 = પ્રકર્ષથી ઉદય પામતા પ્રગટ થતા એમ શબ્દાર્થ છે. ' ૧૮