Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૪૧ તેઓ કેઈક વૃક્ષની નીચે બેઠા. તૃષા અને સુધાથી વ્યાકુળ બનેલા કેટલાકે જંગલમાં ફરવા લાગ્યા. તેમણે ફળોથી નમી ગયેલા ઊંચા ક્રિપાઠવૃક્ષને જોયું. પરિણામને નહિ જાણનારા તેમણે તે વૃક્ષનાં ફળ ખાધાં. સૈનિકે વંકચૂલ માટે તે ફળે વંકચૂલ પાસે લઈ આવ્યા. અભિગ્રહને યાદ કરીને તેણે પૂછયું: આ ફલનું નામ શું છે? આ ફળ કેવું છે? તેમણે કહ્યું: હે દેવ ! તેનું નામ અમે જાણતા નથી. પણ તેની મધુરતા અદ્દભુત છે. તેણે કહ્યું: હું નહિ જાણેલું ફળ ખાતે નથી. ભિલે બેલ્યાઃ હે દેવ! સ્વસ્થતા હોય ત્યારે અભિગ્રહનો આગ્રહ રાખવો જોઈએ, પણ હમણાં પ્રાણના સંદેહમાં આ ફળ ખાવા જોઈએ. કારણ કે જીવતા રહેલાએ વારંવાર નિયમે લઈ શકશે. વંકચૂલે ધીરજથી કહ્યું. આમ ન કહેવું. કારણ કે “લમી ભલે નાશ પામે, માણે પણ ભલે ક્ષય પામે, પણ વચનથી જે સ્વીકાર્યું હોય તે સ્થિર રહેવું જોઈએ.” તે બધા ય પિતાની ઈચ્છા પ્રમાણે ફળો ખાઈને સૂઈ ગયા. એક સેવકે વંશૂલની દાક્ષિણ્યતાથી તે ફળે ન ખાધાં. વંકચૂલ સૂઈને મધરાતે ઉઠવો. પછી તેણે નોકરને ઉઠાડીને બધાને જલદી ઉઠાડ એમ કહ્યું. નેકરે બધાને ઉઠાડ્યા, પણ તે બધા કેઈરીતે ઉઠયા નહિ. આથી તેણે બધાને મુખ ઉઘાડીને જોયા છે તે બધા મૃત્યુ પામ્યા હતા. તેણે વંકચૂલને આ બિના જણાવી. તે પણ આ સાંભળીને વિસ્મય પામ્યું. પછી હર્ષ અને વિષાદથી સહિત તે હાથમાં તલવાર લઈને ત્યાંથી ચાલ્યો. ઘરે ગયેલા તેણે દીપકપ્રભાના સમૂહથી બારણના છિદ્રમાંથી પિતાની પ્રિયાને પુરુષ સાથે સૂતેલી જોઈ. આ જોઈને તે ગુસ્સે થયે. તેથી તલવાર ખેંચીને ઘરની અંદર પેઠે. બંનેને હણવાની ઈચ્છાવાળે તે જેટલામાં પ્રહાર કરવાને પ્રારંભ કરે છે તેટલામાં તેને નિયમ યાદ આવ્યું. આથી તે જલદી સાત પગલા પાછો ફર્યો તે પાછો ફરી રહ્યો હતે ત્યારે તેની તલવાર બારણામાં અથડાઈ. તલવારના ખટસ્કાર અવાજથી વંકચૂલા જાગી ગઈ. ઉઠીને તે સહસા બેલીઃ હે! તું કોણ છે? હે! અહીં તું કેણ છે? બહેનના સ્વરને જાણીને તેણે તલવારને પાછી ખેંચીને પૂછ્યું તે આ પુરુષને વેશ શા માટે પહેર્યો છે? સારી બુદ્ધિવાળી બહેને કહ્યુંઃ સાંજે નટે આવ્યા હતા. તેઓ નાટકમાં તારી હાજરીની અપેક્ષાવાળા હતા. આથી હું પુરુષને વેશ પહેરીને સભામાં બેઠી. કારણ કે જે એમ કહેવામાં આવે કે વંકચૂલ વગેરે ક્યાંક ગયા છે અને એથી પત્નિ શૂન્ય છે તે તારા શત્રુઓ પરાભવ કરે. આવું ન બને એ માટે મેં પુરુષને વેશ પહેર્યો. તે નાટકને =નટલેકેને) રજા આપીને હું બહુ મોડી ઘરે આવી. આળસના કારણે પુરુષને વેશ પહેરીને જ હું ભાભીની સાથે સૂઈ ગઈ. વંકચૂલે કહ્યું બહેન ! તે ગુરુએ ધન્ય છે કે જેમણે મારો ઉદ્ધાર કરવાની ઈચ્છાથી આ નિયમો આપ્યા. અજાણ્યા ફલના ત્યાગથી હું જીવતો રહ્યો અને એ રીતે મારો ઉદ્ધાર થયે. સાત પગલા પાછા -હઠીને ઘાતના નિયમથી પત્ની અને બહેનને મેં વાત ન કર્યો અને એ રીતે મારે