Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૧૭ સુનંદાએ વિશેષ પ્રકારની શોભાથી સુશોભિત તેને જોઈજોઈને “આ મારો પુત્ર છે” એમ શ્રાવિકાઓની પાસે તેની માગણી કરી. શ્રાવિકાઓએ કહ્યું તમારા આ સંબંધને અમે જાણતા નથી. આ બાળક અમારી પાસે મૂકેલી ગુરુની થાપણુ જ છે એમ સમજીને અમે તેનું પાલન કરીએ છીએ. શ્રાવિકાઓએ તેને આ પ્રમાણે કહ્યું એટલે તે સમુદાયથી ભ્રષ્ટ બનેલી વાનરીની જેમ દૂર રહીને વજરત્નની જેમ અતિશય દુર્લભ વજને જોયા કરતી હતી. અતિશય ઉલ્લાસવાળી અને પરાધીન એવી સુનંદા કયારેક શ્રાવિકાઓના જ ઘરે આવીને વજને ધાવમાતાની જેમ સ્તનપાન કરાવતી હતી.
કે - - આ તરફ અચલપુરની પાસે બે નદીઓની વચ્ચેની ભૂમિમાં કન્યાપૂર્ણ નામનું તીર્થ હતું. તેમાં તાપસે રહેતા હતા. તેમાં લેપક્રિયાને જાણનાર એક તાપસ પગમાં પાદુકાઓ પહેરીને અગાધ પાણીમાં હંસ સમાન ગતિથી ચાલતું હતું. આ પ્રમાણે દરરોજ લેપના યેગથી નદી ઉતરતા તેણે કૌતુક જોવામાં તત્પર લોકેને આશ્ચર્યચક્તિ બનાવ્યા અભિમાની તેણે તમારા શાસનમાં પણ આવા પ્રભાવવાળે કઈ છે? એમ શ્રાવકને સ્મિતપૂર્વક કહ્યું. એકવાર વેગ અને તપના ભંડાર અને વજના મામા શ્રી આર્યસમિતસૂરિ વિહાર કરતાં કરતાં સ્વેચ્છાથી ત્યાં પધાર્યા. શ્રાવકે એ તે તાપસે કરેલી નિંદા તેમને જણાવી. તેમણે પણ ગાનથી તેની યુક્તિને જાણીને શ્રાવકેને આ પ્રમાણે કહ્યું: અજ્ઞાનરૂપી અંધકારના મંદિર એવા તાપસમાં તપશક્તિ શી હેય? પણ કેઈક લેપથી મૂઢ માણસને તે આશ્ચર્ય પમાડે છે. તેથી જિનમતને જાણનારા તમારે એ વિજ્ઞાનમાં આશ્ચર્ય ન પામવું. પારલેપને આ વિધિ બીજાના માત્ર ઉપદેશથી ( =બતાવવાથી) સાધી શકાય છે. તેથી પાખંડની પરીક્ષા માટે તમે તાપસને ભેજન માટે) આમંત્રણ આપે. ભક્તિના બહાને પાદુકાસહિત એના પગ ધોવા. જૈન શાસનની હીલનાને નાશ કરવા થતી માયા પણ સુખ આપનારી થાય. તેથી શ્રાવકોએ દંભથી તાપસને (ભજન માટે) આમંત્રણ આપ્યું. શ્રાવકની ભક્તિથી અભિમાનવાળે તે દેડકાની જેમ કુદી કુદીને એક શ્રાવકના ઘરે ભોજન માટે આવ્યો. શ્રાવકે જાણે અતિશય શ્રદ્ધાથી હોય તેમ આપના ચરણપ્રક્ષાલનના પાણીથી અમારા ઘરમાં કુશળ થશે એમ કહીને બારણામાં આવેલા તેનાં ચરણ ધોયાં. ગરમ પાણીથી પગ તે રીતે ધેયા કે જેથી પુષ્કરપત્રની જેમ. લેશ પણ લેપ ન રહ્યો. પછી તેના પગમાં ગોશીષચંદનથી વિલેપન કર્યું. આથી તેને વિચિત્ર હદયસંતાપ અગ્નિના તાપની જેમ વૃદ્ધિ પામે. શ્રાવકે ફૂરસવાળા આહારથી આદરપૂર્વક તેને ભોજન કરાવ્યું. અથવા સ્વાર્થની સિદ્ધિ માટે લાકડું માથે મૂકાય છે. પગના લેપને નાશ થવાથી નદીમાં બૂડી જવાની શંકાથી આકુલ બનેલા તેણે તાવથી પીડાયેલા પુરુષની જેમ ભેજનનો સ્વાદ ન જા. હજી પણ કઈક લેપનો અંશ રહ્યો હશે એમ વિચારીને સાહસથી તે ભેજન પછી લેકસમુદાયની સાથે નદીના કાંઠે આવ્યા. .
તે વખતે લેઢાની નાવની જેમ તે યશની સાથે નદીમાં ડૂબી ગયો. તેથી લેકે