Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
૧૩૨
શીલપદેશમાલા ગ્રંથને જેમ રાજ્ય કરતું હતું. તેને યશ ક્ષીરસમુદ્રના દૂધ જે ઉજજવલ અને કલેશથી રહિત હતું. તેની અભયા નામની પત્ની હતી. તેના લાવણ્યરૂપી સમુદ્રે યશથી ઉજજવલ રાજાને અદ્દભુત રીતે આસક્ત કર્યો હતો. તે નગરીમાં વૃષભદાસ નામને શ્રાવક હતા. : તેની જિનધર્મમાં જ પ્રેમવાળી અહદાસી નામની પત્ની હતી. તે શ્રાવકનો શુભ ભવિષ્ય
વાળ અને ભેંસનું પાલન કરનારે સુભગ નામને કર હતે. તે શેઠની ભેંસને વનની ભૂમિમાં ચરાવતે હતે. એકવાર મહા મહિને સાંજના ઘર તરફ પાછા ફરેલા તેણે રસ્તામાં વસ્રરહિત મુનિને કાયોત્સર્ગમાં રહેલા જોયા. ઘરે આવવા છતાં ઘણા હિમની વર્ષોમાં કષ્ટથી રહેલા તે સાધુનું જ ધ્યાન ધરતા દયાળુ તેણે કષ્ટથી રાત્રિ પસાર કરી. પછી વેળાસર ઉઠીને મેં એને આગળ કરીને જતા એવા તેણે મુનિને તે જ પ્રમાણે કાયેત્સર્ગમાં રહેલા જોયા. મુનિને નમીને ક્ષણવાર ત્યાં જ મુનિની પાસે બેઠે. તેટલામાં તેના પુણ્યના બીજની જેમ સૂર્યને ઉદય થયે. તેથી જાણે બીજો સૂર્ય ન હોય તેવા તીવ્ર તેજવાળા ચારણમુનિ નામે અરિહંતાણું એમ કહીને જલદી આકાશમાં ઉડ્યા. નમો અરિહંતાણં પદને આકાશગામિની વિદ્યાને મંત્ર સમજતા તેણે એ પદને નિર્મલ મોતીના હારની જેમ હૃદયમાં ધારણ કર્યો. જેમ કામી પુરુષ પ્રિય પતનીના નામનું રટણ કરે તેમ આ રાત-દિવસ ચાલતાં, બેસતાં, સૂતાં, જાગતાં, ઘરે અને બહાર તે પદનું જ રટણ કરતું હતું. એકવાર શેઠે તેને પૂછયું જેમ દરિદ્ર પુરુષ દુર્લભ નિધાનને મેળવે તેમ તે દુર્લભ આ પદ ક્યાંથી મેળવ્યું. આકાશગામિની વિદ્યાને જ મંત્ર મેં મેળવ્યો છે એમ કહીને તેણે તેની પ્રાપ્તિને વૃત્તાંત કહ્યો. શેઠે તેને કહ્યું: આ વિદ્યા કેવળ આકાશમાં જવામાં કુશળ છે એમ નહીં, કિ, સ્વર્ગ અને મેક્ષનું પણ કારણ છે એમ તું જાણુ, અથવા ત્રણ લોકમાં જે કંઈ દુર્લભ છે તે બધું આ પદથી કામધેનુની જેમ સુલભ થાય છે તેથી અમે હમણું તને ગુણ પ્રમાણે નામવાળો સુભગ માનીએ છીએ. પણ આ વિદ્યા તે અપવિત્ર હોય ત્યારે ન જપવી. આ પ્રમાણે આશ્વાસન આપીને (=સમજાવીને તેને સંપૂર્ણ નમસ્કાર ભણવ્યું. જેમ નિર્ધન પુરુષ નિધાનને પામીને સારી રીતે ગ્રહણ કરે તેમ તેણે નમસ્કારને સારી રીતે ગ્રહણ કર્યો. હવે તે નિરંતર નમસ્કાર મંત્રનું પરાવર્તન કરવા લાગ્યા. ક્રમે કરીને મુસાફરો માટે યમસમાન વર્ષાકાળ આવ્યું. મેઘે પૃથ્વીને બધી તરફ કેવળ સમુદ્રરૂપ કરી ત્યારે સુભગ ભેંસને લઈને જલદી વનમાં ગયો. તે વખતે સે નદીને જલદી તરીને બીજાના ખેતરમાં પેઠી. મારા સ્વામીને ઠપકો ન આવે એમ વિચારીને આકાશગામિની વિદ્યાની બુદ્ધિથી નમસ્કાર મંત્રનું ધ્યાન ધરતે તે ઝંપ લગાવીને નદીમાં પડવો. ખીલાથી વિંધાયેલો તે મૃત્યુ પામ્યું. નમસ્કાર મંત્રના પ્રભાવથી સારા સપનાથી સૂચિત થયેલ તે જેમ રાજહંસ માનસ સરોવરમાં આવે તેમ અહંદીની કુક્ષિમાં અવતર્યો. તે બાળકના ગર્ભમાં આવ્યા પછી ત્રીજા મહિને અહં દાસીને ધર્મમય દેહલા થયા. શેઠે