Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
૧૧૮
શીલેાપદેશમાલા ગ્રંથના
હાથની તાળીએ પાડીને જોરથી હસવા લાગ્યા. કાઇ પણ દંભથી નદીને તરતા આ દંભીએ વ્ય આપણને છેતર્યા એમ મિથ્યાષ્ટિએ પણ વિચારવા લાગ્યા. તે વખતે ભેાજ રાજા વડે ખેલાવાયેલા સૂરિ જનતાની સમક્ષ જિનશાસનની પ્રભાવના કરવા માટે ત્યાં પધાર્યા. ચાગના માહાત્મ્યથી વશમાં રહેનારી નદીને તેમણે કહ્યું : હે વત્સા! મા આપ, જેથી તારી સામે પાર જાઉં, જાણે ખંને મિત્રા હોય તેમ તત્કાલ બંને કાંઠા ભેગા થઇ ગયા. સંઘ, રાજા અને લોકોથી યુક્ત સૂરિ સામે કિનારે આવ્યા. સૂરિને અતિશય જોઇને ગČરહિત બનેલા તાપસાએ તે વખતે આચાર્યના ચરણામાં વૈરાગ્યથી દીક્ષા લીધી. બ્રહ્મદ્વીપમાં રહેનારા તે તાપસશ્રમણાની પર`પરામાં જે શ્રમણા થયા તે આગમમાં બ્રહ્મવૈપિક એવા નામથી પ્રસિદ્ધ બન્યા.
વજા ત્રણ વર્ષના થા ત્યારે ધનગિરિ વગેરે સાધુએ વિહાર કરતાં કરતાં ત્યાં તુંખવન સ્થાનમાં ગયા. ઈચ્છેલ મુનિ ધનગિરિ લાંખા કાળે આવતાં સુનંદાએ તે વખતે તેમની પાસે જાણે થાપણ મૂકેલ હાય તેમ પુત્રની માગણી કરી. મુનિએ કહ્યું: હું મુગ્ધા ! નિરર્થક ન ખેાલ, તે વખતે કેમ ન વિચાર્યું...? કારણ કે સાક્ષીપૂર્વક આપીને માગણી કરતી તું લજજા પામતી નથી ? આ સાંભળીને સુનાએ આ પ્રમાણે કહ્યું : કુટુંબીઓ સાથે મેં વિચારણા કરી ન હતી. આથી કુટુંબીઓથી રજા નહિ અપાયેલા ખાળકને ાણ લેવાની ઈચ્છા કરે ? તે બંને પક્ષેા વિવાદ કરવાની ઈચ્છાથી બાળક વજ્રને સાથે લઈને રાજસભામાં ગયા. રાજાની ડાખી તરફ પરિવારસહિત સુનંદા બેઠી અને સઘળા ય શ્રીસંઘ રાજાની જમણી તરફ બેઠે. બંનેના પ્રશ્નોત્તરા સાંભળીને ભેાજરાજાએ આજ્ઞા કરી કે, ખેલાવાયેલા આ બાળક જેની પાસે જશે તેના થશે. બંને પક્ષાએ આ ન્યાય માન્ય રાખ્યા. સ્ત્રીના પક્ષવાળાઓએ રાજાને કહ્યું: હે દેવ ! આ બાળક લાંબા કાળ સુધી સાધ્વીઓની વચ્ચે રહેલા છે, તેથી તેમને અનુસરનારા થશે. તેથી પહેલાં માતા જવાને ખેાલાવે એ ચેાગ્ય છે. રાજાએ હા કહી. આથી રામાંચેાથી યુક્ત સુન દાએ સુખડી અને વિવિધ રમકડાં તેની આગળ મૂકવાં. પછી જેમ ગાય પેાતાની વાણીથી વાછરડાને ખાલાવે તેમ સુનંદાએ સાકર, મધ અને દ્રાક્ષ જેવા અસાધારણ માધુર્યને ફેલાવનારી વાણીથી જલદી પુત્રને મેલાવ્યા. હે વત્સ ! મારી પાસે આવ, મને આનંદ આપ. મારા ખેાળાને અલંકૃત કર, મેાક, દ્રાક્ષ, ગાળ અને સાકર વગેરે લે. આ ઘેાડે છે, આ હાથી છે, આ અદ્ભુત દડા છે, આ ગાડાને લે, હે વત્સ ! મને આનંદ આપ. હૈ પૂજય ! હું તારા મલિ થાઉં છું, અર્થાત્ તારા માટે મારે જેના ભાગ આપવા પડે તેના ભાગ આપવા તૈયાર છું, તારાં નેત્રાનાં ઓવારણાં લઉં છું, હું પવિત્ર વત્સ ! તુ' મારી પાસે આવ. હું તારા મુખ માટે મરી રહી છું. હે વત્સ ! દીન મને ન છેડ, મને સથા હલકી ન કર, મે... તારા ગભ વગેરેનું પોષણ છે, તેથી તું ઋણી છે, તેથી ઋણુ વિનાના થા. હે વત્સ ! જો કે તું વિરક્ત છે, તે પણ મારા પ્રભાવની વૃદ્ધિ માટે એકવાર
કર્યું