Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
૧૧૬
શીલપદેશમાલા ગ્રંથને સ્વીકારે. તમે વાત્સલ્યવાળા પિતા છે. હે કૃપાહીન ! જેવી રીતે મારી ઉપેક્ષા કરી તેવી રીતે રડતા તમારા પુત્રની ઉપેક્ષા ન કરે. ગુરુના વચનને યાદ કરીને ધનગિરિએ સ્મિતપૂર્વક કહ્યું છે કલ્યાણી ! સારું, તારું વચન અવશ્ય કરવુ (=માનવું) જોઈએ. પણુ ઉતાવળથી આપીને પછી પશ્ચાત્તાપ ન કરીશ. પોતાના હાથે જે આપી દીધું હોય તે પાછું મળતું નથી. તેથી વિચાર કર. અથવા પોતાની વસ્તુમાં બીજાને શું પૂછવાનું હોય? તે પણ દુષ્ટના નિગ્રહ માટે આ વિષે (=બાળક આપવામાં) માણસને સાક્ષી રાખ. કટાળેલી મુગ્ધ સુનંદાએ તેમ કરીને બાળક આપ્યું. ચતુર ધનગિરિએ પણ બાળકને લીધે. તેમણે બાળકને પાત્રાની ઝોળીમાં રાખે. જેને મનોરથ સિદ્ધ થયા છે એ તે બાળક જેમ કેઈ જીવ તારિક ઉપદેશથી રડતે બંધ થાય તેમ તુરત રડતે બંધ થઈ ગયે. ગુરુના અદેશને કરનારા તે બંનેએ સુનંદાના ઘરથી પૌષધશાળા પાસે આવીને નિસહિ કહીને જલદી પૌષધશાલામાં પ્રવેશ કર્યો. ભારથી ધનગિરિની બે ભુજારૂપી લતા વળી ગઈ છે એમ ગુરુએ જોયું. આથી તેમણે ધનગિરિને કહ્યુંઃ ઝોળી મને આપીને તમે ક્ષણવાર વિસામો લે. તેટલામાં ધનગિરિએ પણ પુષ્ટ અને સૂર્યની કાંતિ જેવા દેદીપ્યમાન પુત્રરત્નને આનંદપૂર્વક ગુરુના હાથમાં આપ્યું. તેના ઘણે ભારથી ગુરુને પણ હાથ નમી ગયે. તે લક્ષણથી (=પતાને હાથ નમી ગયો એ લક્ષણથી) ગુરુએ તેને પિતાનાથી અધિક જા. સર્વલક્ષણોથી યુક્ત અને આકૃતિથી અમૃત સમાન તે બાળકને જોઈને શિષ્યની ચિતામાં કૃતકૃત્ય બનેલા ગુરુએ કહ્યું આટલા બળથી અને કાંતિથી ખરેખર આ પૃથ્વીતલમાં જિનશાસનને શોભાવનાર યુગપ્રધાન થશે. આ કર્મરૂપી હાથીને ઘાત કરનાર હેવાથી અને રત્નને (=જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ ત્રણ રત્નને) ધારણ કરનાર હોવાથી મારા સિંહગિરિ એવા નામને સત્ય કરશે. આ ચક્કસ સંઘનો આધાર છે માટે ઘણા પ્રયત્નથી એનું રક્ષણ કરવું જોઈએ. તેથી એના પાલનમાં કલ્યાણકારી ભક્તિવાળા ભવ્ય જીને જવા જોઈએ. વજ જેવો ભારી હોવાથી ગુરુએ તેનું વજા એવું નામ રાખ્યું. સૂરિએ પાલન કરવા માટે બાળક સાધવીઓને સેં. સાધવીઓએ પાલન કરવા માટે ચતુર, સ્નેહવાળી અને ક્રીડાથી આનંદિત બનનારી શય્યાતરની સ્ત્રીઓને બાળક સ. સ્ત્રીઓ વડે સ્પર્ધાથી નિરંતર પાલન કરાતા બાળકને જેમ ચંદ્ર નક્ષત્રમાં ફરે તેમ એક ખેળામાંથી બીજા મેળામાં ફેરવવામાં આવ્યા. સૌભાગ્યના અસાધારણ અમૃતકુંડ સમાન તે બાળકને જે જે સ્ત્રી ૨માડતી હતી તે તે સ્ત્રીએ આ બાળક જેમ માતામાં સ્નેહ ધારણ કરે તેમ મારામાં જ સ્નેહ ધારણ કરે છે એમ જાણ્યું. તેને ઈષ્ટ હોય તેવી ક્રીડાઓથી છોકરાઓએ તેને રમાડ્યો. વજે પણ તેમને બીજી બીજી વિશેષ રમત બતાવી. વર્ષો જેમ વૃક્ષને પોષે તેમ ીઓએ શણગાર, રમત, સ્તનપાન, સ્નાન અને વિલેપનથી તેને પિ. હૃદયરૂપી કમળમાંથી નીકળતી પરાગની કણિકાઓ સમાન સુવર્ણરત્નની કંઠી તેના ગળામાં અત્યંત શેભતી હતી. જાણે ધર્મથી યુક્ત હોય તેવી કીડાઓથી દરરોજ રમત અને અચિત્ત આહારનું ભજન કરતે બુદ્ધિશાલી વજ સાદવીઓના મનને હર્ષ પમાડતે હતે.