Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
૧૧૪
શીલપદેશમાલા ગ્રંથનો બંધ પમાડ્યો. અતિશય ઘેર તપ કરીને અને જાણે અમૃતના તરંગે હોય તેવા તાવિકપદના ઉપદેશથી ઘણા કાળ સુધી ભવ્ય જીવોની શ્રેણીને બેધ પમાડીને શ્રીસ્થલભદ્રસૂરિ સ્વર્ગમાં ગયા. [૪૧] શીલપાલનમાં તત્પર છવના શીલને લેભથી પણ બાધા થતી નથી એમ જણાવે છે –
तं नमह वयरसामि, सयंवरा रयणकोडिसुसमिद्धा ।
अवगणिया जेण तिणेव, सिद्विधूया पवररूवा ॥४२॥ ગાથાથ:- સ્વયંવરા, કેટિરનૅથી સુસમૃદ્ધ અને મનહર રૂપવતી રુકૃમિણું નામની એષિપુત્રીને કેટિરની સાથે જીણું ઘાસની જેમ જે મહાત્માએ છોડી દીધી તે વખસ્વામીને પ્રણામ કરે.
ટીકાથ:- સ્વયંવર=ગુણોને સાંભળીને સ્વયં ગાઢ અનુરાગવાળી થયેલી. કેટરત્નોથી સુસમૃદ્ધ=અનેક અબજ પ્રમાણ ધનથી યુક્ત. વાસ્વામી જેવા સમભાવવાળા જ મહાત્માઓ નમસકારને યોગ્ય છે. સમતાનું સ્વરૂપ આ પ્રમાણે છે –“ જ્યાં નથી દુઃખ કે નથી સુખ, જ્યાં નથી રાગ અને નથી દ્વેષ, જ્યાં નથી મોહ અને નથી કેઈ ઇચ્છા, તે શાંતરસ મુનિએને કહ્યો છે, અર્થાત્ આ શાંતરસ મુનિ એમાં હોય છે. અને આવા શાંતરસને જ સવ વસ્તુઓમાં સમભાવ કહ્યો છે. આ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ તે આ છે -
વજસ્વામીનું દૃષ્ટાંત આ જ જંબૂદ્વીપમાં ભરતાર્ધના લલાટના તિલક સમાન અને ધન સંબંધી આશીર્વાદ આપનાર પુરહિત હોય તેવો અવંતિ નામને દેશ હતો. તેમાં તુંબવન નામનું સ્થાન હતું. તે સ્થાન જાણે લક્ષમીનું સભાસ્થાન હોય તેવું હતું, અને જાણે સ્વર્ગમાંથી પડી ગયા હોય તેવા અને પ્રેમને ઈરછનારા લેકેથી વિભૂષિત હતું. તેમાં પવિત્રાત્મા ધનગિરિ નામને શ્રેષ્ઠિપુત્ર પ્રસિદ્ધ હતું. જાણે સમૃદ્ધિથી કુબેરની સાથે દસ્તી કરી હોય તે હતે, અર્થાત તેની પાસે કુબેર જેટલું ધન હતું. મન-વચન-કાયાથી ધર્મકાર્યમાં જ તત્પર તે ક્રમે કરીને જેમ જેગી સમતાના સમૂહને પામે તેમ યૌવનને પામે. તેના વિવાહ માટે માતા-પિતા જે કન્યાને સ્વીકાર કરતા હતા, તે કન્યાને દીક્ષાર્થી તે જેમ તૃપ્ત માણસ ભજનને નિષેધ કરે તેમ જલદી નિષેધ કરતે હતે. તે કહેતો હતો કેહું પત્ની, મિત્ર વગેરેને છોડીને અવશ્ય દીક્ષા લઈશ, માટે મને પિતાની કન્યાને આપીને કેઈએ પસ્તાવું નહિ. તત્ત્વ અને અતત્ત્વનો વિચાર કરનારે, બુદ્ધિવાળો અને ધર્મી એ તે આ પ્રમાણે કહીને જેમ હંસ નવલ ઘાસવાળા પ્રદેશને નિષેધ કરાવે (નવલ ઘાસવાળા પ્રદેશમાં ન જાય) તેમ કન્યાના માતા-પિતાને બળાત્કારે નિષેધ કરાવતું હતું,