Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
૧૨૪
શીલાપદેશમાલા ગ્રંથના
જલની વૃષ્ટિથી મનના મેલને જેમણે ધેાઈ નાખ્યો છે એવા રાજા વગેરે નગરલોક આશ્ચય પામીને પાત પેાતાના સ્થાને ગયા. પછી અંતઃપુરની સ્ત્રીએ પણ શ્રી વાસ્વામીના રૂપવૈભવને સાંભળીને રાજાની રજા લઈને સૂરિને પ્રણામ કરવા માટે આવી.
તે વખતે શ્રી વજીસ્વામીને જોવા માટે અતિશય ઉત્સુક બનેલી રુકિમણીએ પિતાને કહ્યું: હું પિતાજી! તે મારા પતિ આવેલા છે. તે ભ્રમરવૃત્તિવાળા છે, અર્થાત્ ભ્રમરની જેમ એક સ્થળે રહેતા નથી. તેથી જે મને પરણ્યા વિના જશે તે ની અગ્નિનું જ શરણું સ્વીકારીશ. ધનશ્રેષ્ઠી દિવ્ય આભૂષણા અને વસ્ત્રોથી યુક્ત અને ક્રોડ ધનથી સહિત પુત્રી રુમિણીને શ્રી વાસ્વામીની પાસે લઇ ગયા. ઉત્તમબુદ્ધિવાળા અને મારું રૂપ જોઈને નગરની સ્ત્રીઓનું ચિત્ત ક્ષાભ પામે એવા ભયવાળા શ્રી વાસ્વામી ગ્રંથના જેમ સંક્ષેપ કરે તેમ પોતાના રૂપને સ ંક્ષેપીને રહ્યા. શ્રી વાસ્વામીને જોઇને ભક્તજનાએ વિચાયુ” કે અહા! દુષ્ટ વિધાતાએ અતિશયવાળી વિદ્યાથી યુક્ત આ વિશ્વગુરુના રૂપની શાભા ગુણાને અનુરૂપ કરી નથી. જ્ઞાનરૂપ નેત્રથી ભક્તજનાના આવા ચિત્તને જાણીને જગતને વિસ્મય પમાડનાર શ્રી વજાસ્વામીએ સ્વાભાવિક રૂપ કર્યું.... જાણે વિજળીના નિર્મલપુંજ હોય તેવા શ્રી વજ્રસ્વામીએ સુવર્ણ કમલ ઉપર બેસીને સંસારના ફ્લેશના નાશ કરનારી ધર્મદેશના આપી. ફરી લોકો ખેલ્યા: એમણે પોતાના આ સ્વાભાવિક રૂપને સંક્ષેપી લીધું હતું, આપણા ઉપર કૃપા કરીને ફરી તે સ્વાભાવિક રૂપ પ્રગટ કર્યું." છે. આ પ્રમાણે શાસનની પ્રભાવના કરનાર આશ્ચર્યને જોતા સંધ હ પામ્યા. અથવા મેઘગર્જનાથી શું મારલા નૃત્ય કરતા નથી? પેાતાને ધન્ય માનતા ધનશેઠે વિચાયુ આ મારી કન્યા ધન્ય છે કે જેણે પેાતાના ચિત્તરૂપી સુવર્ણાલ'કારમાં શ્રી વાસ્વામીને જ પ્રવેશ કરાવ્યા છે. કન્યાને આપવા માટે વરના વિચારમાં જ મનવાળા થયેલા ધનશેઠે જેમ કામી પુરુષ શીલની કથાને ન સાંભળે તેમ શ્રી વાસ્વામીની દેશનાને ન સાંભળી. દેશના પૂર્ણ થયા બાદ ધનશેઠે ઉઠીને શ્રી વાસ્વામીને આ પ્રમાણે વિનંતિ કરી:- જેમ મેાગરાની વેલડી વસંતઋતુમાં અનુરાગવાળી હોય તેમ આ કન્યા આપના વિષે ઘણા કાળથી અનુરાગવાળી થયેલી છે. તેથી ચેાગ્ય એના સબધથી વિધાતાની સૃષ્ટિ સફૂલ થા. રુકૃમિણી ઉત્પન્ન થયા પછી બાને ઘડવા એ ઉચિત છે. હે દયાનિધિ ! મારા પતિ વજ્રાસ્વામી છે અન્યથા મારે અગ્નિ શરણ છે એવી પ્રતિજ્ઞા લેવામાં કુશળ આ કન્યાને તમે પરણા. કલ્પવૃક્ષના પુષ્પરસના સ્વાદમાં લુબ્ધ બનેલી ભ્રમરીની જેમ આપની આકાંક્ષાથી એણે કેટલા વાને ના નથી પાડી ? અર્થાત્ જેટલા વા આવ્યા તેટલા બધાને ના પાડી છે. આપ સર્વાંથી અધિક રૂપવાળા છે અને આ પણ
૧. બીજા અર્થમાં રુમિણી એટલે સ્ત્રી. વજ્ર એટલે બાળક. સ્ત્રી ઉત્પન્ન થયા પછી બાળકને ઉપન્ન કરવા એ ઉચિત છે.